શું તમે કોફી પ્રેમી છો? તો તમારા માટે એક ખરાબ સમાચાર છે. એક કેન્સર નિષ્ણાત સર્જનના મત મુજબ કોફી એ કેન્સર માટે જવાબદાર તત્વ છે. જો તમે સામાન્ય રીતે આ ઘટનાનું એનાલિસિસ કરશો તો તમને જાણવા મળશે કે, કોફીના વધુ પડતાં સેવનથી તમને બેચેની, અનિદ્રા, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન અથવા અસ્વસ્થતાની સમસ્યાઓ જેવી ઘણી સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. એવું નથી કે, આ લોકપ્રિય પીણાંના ફક્ત ગેરફાયદાઓ જ છે, તેના ફાયદાઓ પણ છે અને આ બધાથી ઉપર જ્યારે તમને તેની સૌથી વધુ જરૂર હોય ત્યારે તે તમારા ઉર્જાના સ્તરને વેગ આપી શકે છે, પરંતુ એવા ઘણાં અભ્યાસો છે કે, જે કોફીના વપરાશને કેન્સર સાથે જોડે છે અને તે ખૂબ જ ડરામણાં સાબિત થઈ શકે છે. આના ઉપરથી પ્રશ્ન એવો થાય છે કે, શું કોફીનું નિયમિત સેવન ખરેખર તમને ભયાનક રોગનું જોખમ આપી શકે છે? ડો.પ્રસાદ કાસ્બેકર, કન્સલ્ટન્ટ સર્જિકલ ઓન્કોલોજિસ્ટ, મસિના હોસ્પિટલ, ભાયખલા એક વાતચીત દરમિયાન આ પ્રશ્નનો જવાબ આપ્યો.
ડૉ. કાસ્બેકર કહે છે કે, એક કેન્સર સર્જન તરીકે ઘણાંએ મને પૂછ્યું છે કે, શું કોફી કેન્સરનું કારણ બની શકે છે? સામાન્ય રીતે કોઈપણ વસ્તુની વધુ માત્રા તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે તો પછી ફક્ત કોફીને જ કેન્સર માટેનું કારણ કેવી રીતે દર્શાવી શકો છો? આ વિષય પર કરવામાં આવેલા અમુક અભ્યાસો એવું દર્શાવે છે કે, કોફી સામાન્ય રીતે કેન્સર સાથે સંકળાયેલી નથી, પરંતુ અમુક અભ્યાસો કોફીને મૂત્રાશયના કેન્સર અને ફેફસાંના કેન્સરના જોખમ સાથે જોડી રહ્યા છે. જોકે, આ અંગે કોઈ સચોટ પુરાવા હજુ સુધી પ્રાપ્ત થયા નથી. ઓન્કોલોજિસ્ટ એમ પણ કહે છે, કોલોરેક્ટલ કેન્સર, યકૃત કેન્સર અને સ્તન કેન્સરમાં કોફીના સેવનથી ફાયદાકારક અસરો પણ થઈ છે.
દરેક વ્યક્તિએ એ સમજવું જોઈએ કે, આમાંનું એકપણ નિરપેક્ષ નથી અને કોફી સુરક્ષિત છે કે વિનાશક તેને સાબિત કરવા માટે હજુ વધુ અભ્યાસની જરૂર છે. કોફીમાં હાજર પોલિફેનોલ્સ કેન્સર, હાયપરટેન્શન અને હૃદયરોગ જેવા અન્ય રોગોને રોકવામાં ફાયદાકારક અસર કરવા માટે જાણીતા છે જ્યારે હાજર એક્રિલામાઇડ ફેફસાં, મૂત્રાશય અને લોહીના કેન્સર સાથે જોડાણ ધરાવે છે, તેને કાર્સિનોજેનિક તરીકે પણ ઓળખાય છે. તે વધુમાં જણાવે છે કે, વર્ષ 2020માં પ્રકાશિત થયેલા એક અધ્યયનમાં કેન્સર અને કોફીના વપરાશ વચ્ચેના જોડાણનો પ્રયાસ કરવા અને શોધવા માટે કરવામાં આવેલા અગાઉના તમામ અભ્યાસોનું મેટા-વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને તેના પર કુલ 36 જુદા-જુદા અભ્યાસ કર્યા પછી તે એવા નિષ્કર્ષ પર આવ્યા હતા કે, કોફી હકીકતમાં એન્ડોમેટ્રિયલ કેન્સર, લિવર કેન્સર, મેલાનોમા, ઓરલ કેન્સર અને ફેરીંજલ કેન્સર સામે રક્ષણાત્મક હતી.
કોફીને મૂત્રાશયના કેન્સર અને ફેફસાના કેન્સર સાથે સંભવિત જોડાણ હતું. ઇન્ટરનેશનલ એજન્સી ફોર કેન્સર રિસર્ચ પણ યકૃતના કેન્સર અને એન્ડોમેટ્રિયલ કેન્સર પર વિશેષ ભાર મૂકવાની સાથે કેન્સરના જોખમમાં ઘટાડાના સંદર્ભમાં ઉપરોક્ત તારણો પર સંમત થઈ હતી. તે કોઈપણ પ્રકારના કેન્સર સ્વરૂપો વચ્ચે કોઈ હકારાત્મક જોડાણ શોધી શક્યા નથી. કોફી અને કેન્સરના આખા કોયડાં પર પોતાનો અભિપ્રાય શેર કરતા ડૉ. કાસ્બેકર કહે છે કે, તે તેમના દર્દીઓને સૌથી સામાન્ય જવાબ આપે છે, જે તેમને પૂછે છે કે શું કોફીનું સેવન સુરક્ષિત છે? આપણાં પૂર્વજોના ઈઓન્સ દ્વારા કોફી પીવામાં આવતી હતી અને આજે પણ તેનું સેવન કરવામાં આવે છે. તેનું વધુ પડતું સેવન હાનિકારક છે, જોકે હળવા જથ્થામાં કોઈ ફરક પડતો નથી. હાથ ધરવામાં આવેલા ઘણાં અભ્યાસોમાં કેટલીક વસ્તુઓ અને રોગો વચ્ચેના જોડાણને શોધવાનો પ્રયાસ કરવામાં આવે છે તો કેટલાંકમાં તે જોડાણને વધારે પડતું દર્શાવવામાં આવે છે. આપણને આ અંગે જેટલાં લેખ મળે છે તે બધાને સર્વસ્વ ના માનવા જોઈએ, પરંતુ તેના બદલે સ્થિર મગજથી તેની ટીકા કરવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.