ઓફિસમાં ડેસ્કટોપની નજીક છોડ રાખી તેની સામે માત્ર 3 મિનિટ જોવાથી વર્કનું ટેન્શન ઓછું થાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેલ્થ ડેસ્ક: ઓફિસના કર્મચારીના દિલ અને મનપર મોટા ભાગના સમયે કામનું ટેન્શન, બોસની મીટિંગ્સ અને પ્રેઝન્સ્ટેશનની ડેડલાઈન હાવી રહેતી હોય છે. જાપાનના સીએનન હેલ્થ ગ્રુપની રિસર્ચ ટીમે આ સમસ્યાનું સોલ્યુશન શોધી લીધું છે. ઓફિસની સીટની બાજુમાં અથવા તો કમ્પ્યૂટર સ્ક્રીનની નજીક છોડ રાખવાથી ચિંતા દૂર રહે છે-આ વાત સ્ટડીમાં સામે આવી છે. આ સ્ટડી ઇલેક્ટ્રિક કંપનીના કર્મચારીઓ પર કરવામાં આવી હતી. સતત કામ અથવા તો ટેન્શન વખતે માત્ર ત્રણ મિનિટ ડેસ્કટોપથી ધ્યાન હટાવીને છોડ સામે જોવાથી તણાવ ઓછો અનુભવાય છે. છોડ સામે જોતી વખતે કર્મચારીઓમાં તણાવનું હાઈ લેવલ સામાન્ય જણાયું અને હાર્ડ રેટ પણ નોર્મલ રહી. આ સ્ટડી માટે 24થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓને સામેલ કરવામાં આવી હતી.

કર્મચારીએ દિવસે અને સાંજે 3 મિનિટ છોડ સામે જોવું
 હ્યોગો યુનિવર્સિટીના પ્રોફેસર અને મુખ્ય રિસર્ચર ડો. માસાહિરો તોયોદોએ જણાવ્યું કે, સ્ટડીમાં અમે ટેબલ પર છોડ રાખ્યો હતો જેની પોઝિટિવ અસર કર્મચારીના સ્વાસ્થ્ય પર જોવા મળી. અમે દરેક કર્મચારીને દિવસે અને સાંજના સમયે વર્ક લોડ વખતે માત્ર 3 મિનિટ માટે છોડ સામે જોવાનું કહ્યું અને સ્ટ્રેસ લેવલને માપ્યું. છોડ સામે જોવાથી તેમના હ્ર્દયના ધબકારા પણ નોર્મલ હતા.


બીજા અઠવાડિયે રિસર્ચ ટીમે કર્મચારીઓને કામ કરતી વખતે થોડો સમય કાઢીને છોડની દેખભાળ કરવા અને વર્ક લોડ વખતે કમ્પ્યૂટર સ્ક્રીનની સામે જોવાને બદલે છોડની સામે જોવા કહ્યું. જો કે, રિસર્ચ ટીમે કરેલ આ સ્ટડીની ઘણા કર્મચારી પર અસર જોવા મળી નહોતી.
 

અન્ય સમાચારો પણ છે...