પહેલીવાર ગર્ભમાં થયો પોમ્પે બીમારીનો ઇલાજ:આ આનુવંશિક બીમારીથી દર્દીનું થઈ શકે છે મોત, આવો... જાણીએ પોમ્પે બીમારી વિશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેનેડાના ઓેંટારિયામાં રહેતી 1 મહિનાની આયલા બશીરની બે બહેનનાં જિનેટિક બીમારી પોમ્પેને કારણે મોત થયાં હતાં, પરંતુ આયલાને કોઈ બીમારી નથી અને તે સંપૂર્ણ સુરક્ષિત છે. તો આયલાના જન્મ પહેલાં જ ડોક્ટરોએ આ બીમારીની સારવાર કરી દીધી હતી.

દુનિયામાં આ પ્રકારની પહેલી ઘટના
દુનિયામાં આ પ્રકારની પહેલી ઘટના છે, જેમાં કોઈ બાળકની બીમારીનો ઇલાજ તેમના જન્મ પહેલાં જ થયો હોય. અમેરિકા અને કેનેડાના વૈજ્ઞાનિકોએ એક નવી ટેકનોલોજીથી આ દુર્લભ જિનેટિક બીમારીનો ઇલાજ કર્યો હતો.

શું છે પોમ્પે બીમારી?
આયલાના પરિવારમાં આ એક આનુવંશિક બીમારી છે, જેમાં શરીરના સેલ્સમાં ગ્લાઇકોઝન નામનું કોમ્પ્લેક્સ શુગર ભેગું થાય છે, જેને કારણે શરીરમાં અમુક પ્રકારનાં પ્રોટીન નથી બનતાં, એને કારણે દર્દીનું મોત થાય છે. ડોકટરોએ આયલા સાથે જે રીતે સારવાર કરી એની વિગતો ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત કરવામાં આવી છે.

ગર્ભનાળ દ્વારા ભ્રૂણમાં ખાસ સારવાર કરવામાં આવી

ઓટાવા હોસ્પિટલના ગર્ભની દવાના નિષ્ણાત ડૉ. કેરેન ફંગે જણાવ્યું હતું કે ડોકટરોએ પ્લેસેન્ટા દ્વારા આયલાને મહત્ત્વપૂર્ણ ઉત્સેચકો આપ્યા હતા. આ સારવાર ગર્ભધારણ કર્યાના 24 અઠવાડિયાં પછી કરવામાં આવી હતી.