ઈમોશનલ એબ્યુઝ:પાર્ટનરને શારીરિક અને માનસિક હિંસાની જ નહીં પરંતુ ભાવનાત્મક હિંસાની પણ થાય છે અસર

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ સમય બદલાતો જાય છે આમ છતાં પણ સાસરિયા પક્ષ દ્વારા પુત્રવધૂઓ પર ત્રાસ આપવામાં કોઈ કસર છોડતા નથી. 'ઈમોશનલ એબ્યુઝ ઈન ઇન્ટિમેટ રિલેશનશિપ : ધ રોલ ઓફ જેન્ડર એન્ડ એજ'ના જણાવ્યા મુજબ, ઘરેલુ હિંસામાં શારીરિક મારપીટની બરાબર જ ભાવનાત્મક ઉત્પીડનની અસર થાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે, કાયદો ફક્ત ને ફક્ત ઘરેલુ હિંસાને જ ગુનો ગણે છે. સાઈકોલોજીસ્ટ ડો. રચના સિંહ પાસેથી જાણીએ સંબંધમાં જયારે ભાવનાત્મક શોષણનાં લક્ષણો.

માનસિક ઉત્પીડન ખતરનાક છે
2020 ના સંશોધન મુજબ 'ઈમોશનલ એબ્યુઝ ઇન ઈન્ટીમેટ રિલેશનશિપ્સ: ધ રોલ ઓફ જેન્ડર એન્ડ એજ'ના અનુસાર, જે લોકો શારીરિક અથવા જાતીય હિંસાનો ભોગ બન્યા હોય તેની સરખામણીએ ભાવનાત્મક શોષણનો ભોગ બન્યા હોય તે લોકોમાં ડિપ્રેશન, ચિંતા, તણાવ વધુ જોવા મળે છે.

તો એક અભ્યાસમાં એ પણ જોવા મળ્યું હતું કે, જે લોકો બાળપણમાં ભાવનાત્મક શોષણનો ભોગ બન્યા હોય તે લોકોમાં આ લક્ષણ વધુ સમય સુધી જોવા મળે છે. તો ઘણીવાર સ્થિતિ એવી આવે છે કે, ઘણા લોકોને યુવાવસ્થામાં પણ બીજા સાથે વ્યવહાર કરતા સમયે બાળપણની છાપ રહી જતી હોય છે. ભાવનાત્મક શોષણ પણ યૌન શોષણ અને શારીરિક શોષણની જેમ નુકસાન પહોંચાડે છે.

અપમાન કરવું
જો તમે પણ નાની-નાની વાતમાં પાર્ટનરને નીચા દેખાડવું. તો બહુ જ પ્રેમથી પરંતુ આત્મસન્માનને ઠેસ પહોંચે તે પ્રકારની વાત કરવાથી જીવનસાથીનો આત્મવિશ્વાસ તૂટી જાય છે.

અપમાનજનક રીતે બોલાવવું
દુનિયાની સામે પોતાને સારો દેખાડવા માટે અને પાર્ટનરને ભાઇમોશનલી કંટ્રોલમાં રાખવા માટે ઘણા લોકો પાર્ટનરને અપમાનજનક નામોથી બોલાવે છે. જજેમાં 'અરે મેરી મોટી' , 'યાર તું તો એકદમ બુધ્ધુ છે' , ' તને કોઈ વસ્તુની ખબર નથી પડતી' આ બધા નામથી બોલાવે છે.

કામને લઈને નીચે દેખાડવું
પાર્ટનરને નીચે દેખાડવા માટે નાની-નાની વસ્તુ અને કામને ટાર્ગેટ કરવામાં આવે છે. જેમાં પાર્ટનરને કહેવામાં આવે છે કે, કોઈ કામ તો ઢંગનું કર, બધા જ કામમાં મોડું કરે છે., ટી જાણી જોઈને બધું કામ ખરાબ કરે છે કે શું. આ બધી જ વાત કહેવાનો એક માત્ર ઉદેશ્ય એ જ હોય છે કે, તે સારી વ્યક્તિ નથી.

પાર્ટનર સાથે ખરાબ વર્તન કરવું
નાની-નાની વાત પર પાર્ટનર સામે બૂમો પાડવી, દાંત પીસવા, ખોટા સમ ખવડાવા, વસ્તુઓ તોડી નાખવી તે ટોક્સિન રિલેશનશિપની નિશાની છે.

બધા લોકોની સાથે બેઇજ્જતી કરવી
ઘણા લોકોને ટેવ હોય છે કે, બીજાની સામે બેઇજ્જતી કરવી,. આ માટે અમુક સિક્રેટ વાતો શેર કરી દેશે, પાર્ટરની ખામીઓ વિશે બધાને જાણ કરશે અથવા તો લોકોની સામે જોરજોરથી બોલશે અને ઝઘડો કરશે.

બોડી લેન્ગવેજથી નીચા દેખાડવાનો પ્રયાસ કરવો
એમનું જીવન, એમના સપના તમારા માટે કોઈ મહત્વના નથી તેવું દેખાડવાની વારંવાર કોશિશ કરવી. ઘણીવાર બોડી લેન્ગવેજથી એવું સાબિત કરવું કે આ સંબંધમાં પાર્ટનરની કોઈ જરૂર જ નથી.

સંબંધ તોડવાની વારંવાર ધમકી આપવી
પાર્ટનર તમને કંટ્રોલમાં રાખવા માટે છૂટાછેડા અથવા સંબંધ તોડવાની ધમકી આપે છે? એવી ધમકી આપે છે- 'હું કેટલી હદ સુધી જઈ શકું છું તે તમે જાણો છો' અથવા પરિવારને તમારા વિશે ઉશ્કેરે છે, બાળકોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે અથવા તેમની સાથે દૂર જવાની ધમકી આપે છે. આ બધી બાબતો માનસિક શોષણની શ્રેણીમાં આવે છે.

એકતરફી નિર્ણય લેવો
તમારી જોબમાં કોઈ પણ નુકસાન પહોંચાડવા માટે તમારા બોસની કાન ભંભેરણી કરવી, એટીએમ, ક્રેડિટ કાર્ડ અથવા બેન્કમાંથી બધા પૈસા ઉપાડી લેવા અથવા જાણ કર્યા વગર બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવું.

કંટ્રોલ કરવાની કોશિશ કરવી
તમે જીવનસાથી તમને નોકરી છોડવા માટે દબાણ કરે છે. જ્યારે તમે આ કરો છો, ત્યારે તે તમને ઘરનાખર્ચ માટે પૈસા આપતા નથી. પૈસાનો હિસાબ આપવો. પાર્ટનર ઈચ્છે છે કે, તમે તમારી નાની જરૂરિયાતો માટે તેમની સામે તમારો હાથ ફેલાવો અને તેઓ તમારી જરૂરિયાતોને ઉપકારની જેમ પૂરી કરીને તમારા અહંકારને સંતોષે છે.

ઘરેલુ હિંસાથી પીડિત મહિલાઓ અહીં કરી શકે છે ફરિયાદ

  • મહિલાઓ સામેની તમામ પ્રકારની હિંસા ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટમાં આવે છે. આ અંતર્ગત મહિલાઓ દરેક જિલ્લામાં તૈનાત સુરક્ષા અધિકારી પાસે સીધી ફરિયાદ નોંધાવી શકે છે.
  • મહિલાઓ IPC 498(A) એટલે કે મહિલા ઉત્પીડન અધિનિયમ હેઠળ સીધી પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી શકે છે.
  • ઘરેલું હિંસા સંબંધિત પ્રારંભિક માહિતી ડીઆઈઆર (ડોમેસ્ટિક ઇન્સિડેટ રિપોર્ટ) માં નોંધવામાં આવે છે, જેને ઘરેલું ઘટના અહેવાલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આવા કેસની ફરિયાદ મહિલા અને બાળ વિકાસ વિભાગના નાયબ નિયામક અને બાળ વિકાસ અધિકારીને પણ કરી શકાય છે.
  • ઘણી સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ પણ મહિલાઓ માટે કામ કરે છે, ઘરેલુ હિંસા અથવા ઉત્પીડન સંબંધિત કેસોમાં આવી સંસ્થાઓ પાસેથી મદદ લઈ શકાય છે.