- વર્લ્ડ એઇડ્સ ડે દર વર્ષે 1 ડિસેમ્બરે મનાવવામાં આવે છે
- યુનિસેફના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 3.79 લાખ લોકો HIV સંક્રમિત થયા છે
- વિશ્વમાં અંદાજે દરરોજ 980 બાળકોને HIV વાયરસનો ચેપ લાગે છે, જેમાં 320 લોકો મૃત્યુ પામે છે
Divyabhaskar.com
Dec 01, 2019, 01:00 PM ISTહેલ્થ ડેસ્ક. વર્લ્ડ એઇડ્સ ડે દર વર્ષે 1 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. વર્લ્ડ એઇડ્સ દિવસ 2019 નો હેતુ HIV સંક્રમણને કારણે થતાં એડ્સ વિશે જાગૃતિ લાવવો છે. વર્ષ 1988માં સૌ પ્રથમ વખત વર્લ્ડ એઈડ્સ ડે મનાવવામાં આવ્યો હતો. ‘ર્અક્વોયર્ડ ઈમ્યૂન ડેફિસિયન્સી સિંડ્રોમ’ (AIDS)ના ઘણા લક્ષણોને કહેવામાં આવે છે જે ‘હ્યુમન ઈમ્યુનો ડેફિસિયન્સી વાયરસ’ (HIV)ના ઈન્ફેક્શનના કારણે થાય છે. સૌથી મહત્ત્તવની બાબત એ છે કે. ઈન્ફેક્શન થયા બાદ વ્યક્તિના શરીરમાં કોઈ ખાસ પ્રકારના લક્ષણો જોવા નથી મળતા પણ ઈન્ફલ્યુએન્ઝા જેવા લક્ષણો જોવા મળે છે. ત્યારબાદ લાંબા સમય સુધી કોઈ સમસ્યા જોવા મળતી નથી. મોટેભાગે લોકો એઈડ્સ અને HIV વચ્ચેનો તફાવત સમજી શકતા નથી. HIV સંક્રમિત થવાનો અર્થ એઇડ્સ થાય તેવું નથી, એક તફાવત છે અને તે સમજવો મહત્વપૂર્ણ છે.
યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફ્ંડ (યુનિસેફ)ના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, 3.79 લાખ લોકો HIV સંક્રમિત થયા છે. વિશ્વમાં અંદાજે દરરોજ 980 બાળકોને HIV વાયરસનો ચેપ લાગે છે, જેમાં 320 લોકો મૃત્યુ પામે છે. ભારત સરકારે જાહેર કરેલા આંકડા મુજબ, ભારતમાં HIVગ્રસ્ત લોકોની સંખ્યા આશરે 21 લાખ છે.
શું છે HIV
HIV વાયરસ છે જે એઇડ્સ ફેલાવી શકે છે કે અને ન પણ ફેલાવી શકે. મોટેભાગે લોકો એવું માનતા હોય છે કે, HIV અને એઇડ્સ વચ્ચેનો એકમાત્ર તફાવત એ છે કે એચ.આય.વી એ વાયરસ છે જે એઇડ્સ ફેલાવે છે, જેનાથી યીસ્ટ વજાઈનલ ઈન્ફેક્શન ફેલાય છે. જો કે, યીસ્ટ વઝાઈનામાં પહોંચી જાય તો તમને યીસ્ટ ઈન્ફેક્શન થાય છે પરંતુ તમારા શરીરમાં HIVનો અટેક હોય તો જરૂરી નથી કે તમને એઈડ્સ જ હોય. સમય પર સારવાર કરવામાં આવે તો તેનાથી બચી શકાય છે.
શું છે એડ્સ
એઈડ્સ HIV ઈન્ફેક્શનનો સૌથી ગંભીર તબક્કો છે. આ પહેલાં બે તબક્કા હોય છે. એઈડ્સ એક ક્લેક્ટિવ ટર્મ છે જે HIVથી જોડાયેલી સમસ્યાઓ હોવાનું જણાવે છે.
HIVના પ્રથમ તબક્કામાં
HIV ઈન્ફેક્શનના ત્રણ તબક્કા હોય છે જેમાં છેલ્લા તબક્કાને એડ્સ કહેવામાં આવે છે. HIV ઈન્ફેક્શના 6 સપ્તાહ બાદ પહેલો તબક્કો હોય છે જેમાં તાવ, ઠંડી લાગવી, ગળામાં દુખાવો, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો, થાક વગેરેના લક્ષણો જોવા મળે છે.
બીજા તબક્કામાં
આ તબક્કામાં કોઈ લક્ષણ જોવા નથી મળતા. કેટલાક લોકોમાં આ તબક્કો 20 વર્ષ સુધી રહે છે. સામાન્ય રીતે કોઈ લક્ષણ દેખાતા નથી પણ શરીરીની રોગ પ્રતિકારક ક્ષણતા ઓછી થઈ જાય છે.
સ્ક્રીનીંગ કરાવવું
એઈડ્સ થી બચવા માટે સૌથી સરળ રીત એ છે તમારે વર્ષ કે બે વર્ષે સ્ક્રીનીંગ કરાવતા રહેવું. કેમ કે, પહેલાં તબક્કો ઈન્ફલ્યુએન્ઝા જેવો હોય છે અને બીજા તબક્કામાં કોઈ લક્ષણ દેખાતા નથી. ઘણા લોકોને ખબર નથી હોતી કે તેમને ચેપ લાગ્યો છે અને તેઓ ચેપ બીજામાં ફેલાવે છે. એટલા માટે જરૂરી છે કે તમે અને તમારા જાતીય પાર્ટનર HIV ઈન્ફેક્શન માટે હંમેશાં સચેત રહેવું જરૂરી છે.