મોટાપા-ડાયાબિટીસને ઘટાડતું ઈન્જેકશન:નવી દવા વજન ઘટાડવામાં 15 ટકા અસરકારક છે, ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ 61 ટકા જેટલું ઘટાડે છે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિશ્વભરમાં ડાયાબિટીસની બીમારીથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (IDF) મુજબ વિશ્વના 20-79 વર્ષ વચ્ચેના 53.7 કરોડ લોકો આ બીમારી સાથે જીવી રહ્યા છે. જો કે, લોકોને આ સમસ્યા સામે રક્ષણ આપવા માટે હાલ જ વૈજ્ઞાનિકોએ એક નવું સંશોધન કર્યું છે. આ સંશોધન મુજબ વજન ઘટાડવા માટે ઉપયોગમાં લેવાતા એક ઈન્જેક્શનને લગાવવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 61% ટકા ઘટી જાય છે.

ડ્રગનું નામ છે 'સેમાગ્લૂટાઈડ'
સેમાગ્લૂટાઈડ નામનું આ ઈન્જેકશન વીગોવી (Wegovy) અને ઓઝેંપિક (Ozempic) નામની બ્રાન્ડ્સ માર્કેટમાં લાવી છે. તેને હાલ જ અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એસોશિએશન (FDA) અને ઈંગ્લેન્ડના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સીલન્સ (NICE)એ મંજૂરી આપી દીધી છે. આ એક વેઈટ લોસ ડ્રગ છે એટલે કે તેના ઉપયોગથી મોટાપાને નિયંત્રણમાં લાવી શકાય છે.

સેમાગ્લૂટાઈડ એ વેઈટ લોસ માટે સૌથી પ્રભાવશાળી દવા
લાંબા ગાળાના મોટાપાથી મુક્તિ મેળવવા માટે લોકો ઘણીવાર સર્જરી તરફ આગળ વધે છે પરંતુ, આ સંશોધના મુખ્ય સંશોધક ડૉ. ડબલ્યુ.ટિમોથી ગાર્વીનું કહેવું છે કે, સેમાગ્લુટાઇડ મોટાપાને નિયંત્રણમાં લાવવા માટે અત્યાર સુધીની સૌથી અસરકારક દવા છે. બારિયાટ્રિક સર્જરી બાદ આ ઇન્જેક્શન પર ભરોસો કરી શકાય છે. ક્લિનિકલ ટ્રાયલ્સના પરિણામોમાં તેણે સરેરાશ 15% થી વધુ વજન ઘટાડ્યું હોવાનું દર્શાવ્યું હતું. આટલું વજન ઘટાડીને સ્વાસ્થ્ય સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓથી પણ બચી શકાય છે.

સ્થૂળતાના કારણે વધે છે ડાયાબિટીસનું જોખમ
ડૉ. ગાર્વીએ જણાવ્યું કે, સ્થૂળતાના કારણે ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 6 ગણું વધી જાય છે એટલે સેમાગ્લૂટાઈડ સાથે ડાયાબિટીસના કનેક્શનને સમજવા માટે તેમની ટીમે બે ટ્રાયલ કર્યાં. પહેલા ટ્રાયલમાં જે ઉમેદવારોએ સેમાગ્લૂટાઈડનું ઈન્જેક્શન લગાવ્યું હતું તેમને 68 અઠવાડિયામાં અદભુત પરિણામ મળ્યું હતું, તેમનામાં 10 વર્ષ સુધી ડાયાબિટીસનું જોખમ 61 ટકા સુધી ઘટ્યું. આ સાથે જ 17 ટકા વજન પણ ઘટ્યું.

સ્થૂળતા ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 6 ગણું વધારી દે છે. તેથી, સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન પણ તેના પર અસરકારક છે.
સ્થૂળતા ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ 6 ગણું વધારી દે છે. તેથી, સેમાગ્લુટાઇડ ઇન્જેક્શન પણ તેના પર અસરકારક છે.

બીજા ટ્રાયલમાં 20 અઠવાડિયા સુધી ઉમેદવારોને સેમાગ્લૂટાઈડ આપવામાં આવ્યું. તે પછી અમુક લોકોને પ્લેસિબો ટ્રિટમેન્ટ પર રાખવામાં આવ્યા હતા અને અમુકને સેમાગ્લૂટાઈડ આપવામાં આવ્યું. પ્લેસિબો કોઈ દવા નથી પણ તે એક એવી ટ્રીટમેન્ટ છે કે, જે ડૉક્ટરો દ્વારા કોઈપણ દવાની દર્દી પર માનસિક રુપે કેવી અસર પડે છે? તે જાણવા માટે કરવામાં આવે છે.

સેમાગ્લુટાઇડનો નિરંતર ઉપયોગ જરૂરી છે
બીજા ટ્રાયલમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે, જે લોકો સેમાગ્લુટાઈડ નિરંતર ચાલુ રાખનાર વ્યક્તિમાં દર અઠવાડિયે ડાયાબિટીસનું જોખમ 7.7 ટકા જેટલું ઘટી જાય છે જ્યારે પ્લેસિબો ટ્રીટમેન્ટમાં બીમારીનું જોખમ 15.4 ટકા વધી જાય છે. આ દર્શાવે છે કે, સેમાગ્લુટાઇડનો સતત ઉપયોગ યોગ્ય પરિણામો આપે છે.