તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Heat Is Not Expected To Slow Down The Coronavirus, Rail Travel Should Be Done By Those Who Are Trapped And Keep Soap sanitizer With Them: Expert

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Q&A:ગરમી વધવાથી સંક્રમણ ઓછું થવાની કોઈ અપેક્ષા નથી, રેલવે મુસાફરી તે લોકોએ કરવી જે ફસાયેલા છે અને પોતાની સાથે સાબુ-સેનિટાઈઝર રાખવાંઃ એક્સપર્ટ

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામીણ વિસ્તારમાં સંક્રમણના કિસ્સામાં કોરોના હેલ્પલાઈન અથવા જિલ્લા પ્રશાસનની મદદ લેવી, તેઓ સારવાર માટે ક્યાં જવું તે જણાવશે
  • કોરોનાવાઈરસમાં કોઈ મોટો ફેરફાર જોવા નથી મળ્યો, હાથ ધોવા અને બહાર જતી વખતે માસ્ક પહેરવો

શું તાપમાન વધવાથી સંક્રમણનું જોખમ ઓછું થઈ જશે, રેલવે મુસાફરી દરમિયાન શું સાવધાની રાખવી જોઈએ અને ગામડામાં કોરોનાની સારવાર કરાવી શકાય છે કે નહીં... આવા ઘણા સવાલોના જવાબ આરએમએલ હોસ્પિટલ નવી દિલ્હીના નિષ્ણાત ડો. એ.કે. વાર્ષ્ણેયે આકાશવાણીને આપ્યા છે. જાણો કોરોના સાથે જોડાયેલા સવાલો અને નિષ્ણાતોના જવાબ...

1)  ટ્રેનમાં મુસાફરી કરતા લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ?

સૌથી પહેલા એ જાણવું જરૂરી છે તમામ ટ્રેનો તેમના માટે દોડાવામાં આવી રહી છે જેઓ ક્યાંક ફસાઈ ગયા છે. તેમને તેમના ઘર સુધી પહોંચડાવા માટે ટ્રેનો શરૂ કરવામાં આવી છે. એટલા માટે તમે તમારા ઘરે છો અથવા કાયમી રીતે સ્થાયી હો તો બિનજરૂરી મુસાફરી કરવાનું ટાળવું. ઈમર્જન્સી હોય તો જ મુસાફરી કરવી. જે મુસાફરી કરી રહ્યા છે તેમને સાબુ અથવા સેનિટાઈઝર સાથે રાખવાં. ટ્રેનમાં કંઈપણ ખાતા પહેલાં હાથ સાફ કરવા અથના સેનિટાઈઝ કરી લેવા. માસ્ક પહેરી રાખવો.  

2) શું ગરમી વધવાથી કોરોનાનું સંક્રમણ ઘટી જશે?
હજી સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી.તમારે તે સમજવાની જરૂર છે કે શરીરનું સામાન્ય તાપમાન 37  ડિગ્રી સેલ્સિયસ (98.5 ડિગ્રી  ફેરનહાઈટ) હોય છે. જો કે, થાડું ઓછું કે વધારે થઈ શકે છે. જ્યારે બહારનું તાપમાન વધે છે ત્યારે પરસેવો થાય છે. જેનાથી શરીરનું તાપમાન પહેલા જેટલું થઈ જાય છે. બહારનું તાપમાન ભલે 40 અથવા 42 ડિગ્રી હોય પરંતુ શરીરની અંદરનું તાપમાન બદલાતું નથી. જો વાઈરસ શરીરની અંદર પ્રવેશ કરે છે તો બહારના તાપમાનથી વાઈરસ પર કોઈ અસર થતી નથી. એટલા માટે એવું ન વિચારો કે ઉનાળામાં સંક્રમણનું જોખમ ઘટી જશે. 

3) શું ગામના સ્થાનિક ડોક્ટર પાસે કોરોનાની સારવાર કરાવી શકાય છે?
ગામમાં હજી સુધી આ બીમારી વધુ ફેલાઈ નથી. જો ગામમાં કોઈને કોરોનાનાં લક્ષણો દેખાય છે, તો સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરો, અથવા હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરો. કોવિડ-19ની સારવારની વ્યવસ્થા જિલ્લા કક્ષાએ કરવામાં આવી છે. પ્રાશાસન તમને સારવાર માટે ક્યાં જવુ તે વિશે માહિતી આપશે.

4) લોકડાઉનના નવા સ્વરૂપમાં શું સાવચેતી રાખવી જરૂરી છે?
કોરોનાવાઈરસને  2 મહિના થઈ ગયા છે, બધા લોકો વાઈરસના સંક્રમણનું જોખમ અને તેનાથી કેવી રીતે બચવું તે સારી જાણે છે. હવે જ્યારે ધીમે ધીમે લોકડાઉનને હળવું કરવામાં આવી રહ્યું છે તો બહાર જતી વખતે મોં અને નાકને ઢાકો. વારંવાર હાથથી મોં, નાક અથવા ચહેરાને સ્પર્શ કરશો નહીં. હાથ સાફ રાખો. 

5) શું કોરોનાવાઈરસ તેનું સ્વરૂપ બદલી રહ્યો છે?
વાઈરસ તેના જનીન સંરચનામાં થોડો ફેરફાર કરે છે. કોરોનામાં પણ આવો ફેરફાર આવ્યો છે. ઘણા દેશોમાં તેના 8 થી 10 સ્વરૂપો જોવા મળી રહ્યા છે પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ કહ્યું છે, તેમાં ખાસ કંઈ નથી. તે પણ બીટા કોરોનાવાઈરસ છે. તેમાં કોઈ મોટા ફેરફારો નથી. 

6) કોરોનાવાઈરસથી સંબંધિત કયા વૈજ્ઞાનિકો તથ્યો સામે આવ્યા છે?
2002માં સાર્સ વાઈરસ આવ્યો હતો તેને સાર્સ-1 નામ આપવામાં આવ્યું હતુ. ત્યારબાદ મેર્સ વાઈરસ આવ્યો. કોરોના પણ તે પ્રજાતિનો વાઈરસ છે. WHOએ તેનું જેનેટિક સ્વરૂપ શોધી કાઢ્યું છે અને તેનું નામ સાર્સ કોરોના વાઈરસ-2 રાખ્યું છે. તેમાં અને સાર્સ વચ્ચે થોડો તફાવત છે. તેમાં જો કોઈ એક સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવે તો બીજાને ચેપ લાગવાનો છે. અત્યારે વેક્સીન પર કામ ચાલી રહ્યું છે અને પહેલાથી ઉપયોગમાં લેવાતી દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો