• Gujarati News
  • Lifestyle
  • Health
  • The Habit Of Listening To A Song Before Bedtime Can Interfere With Sleep, Researchers Claim; Even After The Song Stops, It Returns To The Mind

ઊંઘ તૂટવાનું કારણ મ્યુઝિક તો નથીને:સૂતા પહેલા ગીત સાંભળવાની ટેવ ઊંઘમાં ખલેલ પહોંચાડી શકે છે, સંશોધકોનો દાવો; ગીત બંધ થયા પછી પણ તે મગજમાં ફર્યા કરે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાની બેલર યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો

મોટાભાગના લોકો રાત્રે સૂતા પહેલા મ્યુઝિક સાંભળવાનું પસંદ કરે છે. નવા રિસર્ચના જણાવ્યા અનુસાર, આવા લોકોને ઊંઘ ન આવવાની અથવા ઊંઘ તૂટવાની ફરિયાદ થઈ શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જ્યારે આપણે રાત્રે ગીત સાંભળીએ છીએ તો તે મગજમાં ફર્યા કરે છે. ગાવાનું બંધ થયા બાદ પણ મગજમાં તે ગીત ચાલતું હોય તેવો અહેસાસ થાય છે. આ સ્થિતિ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે અથવા અડધી રાત્રે ઊંઘ તૂટવાનું કારણ બને છે.

આ રીતે રિસર્ચનો વિચાર આવ્યો
રિસર્ચ કરનાર અમેરિકાની બેલર યુનિવર્સિટીના સંશોધક માઈકલ સ્કૂલિનના જણાવ્યા પ્રમાણે, એક દિવસ રાત્રે એક ગીત તેમના મગજમાં અચાનક આવી ગયું, તેના કારણે અડધી રાત્રે તેમની ઊંઘ ઉડી ગઈ. તેમને મહેસૂસ કર્યું કે, એક ગીત તમારા ઊંઘની પ્રક્રિયાને ખલેલ પહોંચાડી શકે છે. આ દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે ગીત સાંભળવા અને ઊંઘની વચ્ચે કનેક્શનને સમજવાનો પ્રયાસ કરશે.

209 લોકો પર રિસર્ચ થયું
સંશોધકોએ 209 લોકો પર રિસર્ચ કર્યું. તેમને સૂતા પહેલા ટેલર સ્વિફ્ટ અને કાર્લે રે જેવા સિંગર્સના ગીતો સંભળાવવામાં આવ્યા. ત્યારબાદ તેમનો પોલિસોમ્નોગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો. આ ટેસ્ટની મદદથી એ જાણી શકાય છે કે કેટલી સારી ઊંઘ આવી રહી છે. ટેસ્ટ કરીને મનુષ્યના મગજમાં આવતા તરંગો, હાર્ટ અને બ્રીધિંગ રેટ જાણી શકાય છે. આ તપાસ ત્યારે કરવામાં આવી જ્યારે દર્દીઓ સૂતા હતા.

સૂઈ ગયા બાદ પણ મગજમાં ગીત ફર્યા કરે છે
સાયકોલોજિકલ સાયન્સ જર્નલમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે ગીત મગજમાં વારંવાર ફર્યા કરે છે, આવું રાત્રે સૂઈ ગયા બાદ પણ થઈ શકે છે. આપણા મગજમાં ગીત ત્યારે પણ ફરે છે જ્યારે મ્યુઝિક બંધ થઈ જાય છે અને આપણે ઊંઘમાં હોઈએ છીએ. પરિણામે તેની અસર ઊંઘ પર પડે છે.

માઈકલના જણાવ્યા પ્રમાણે, હંમેશાં કિશોરો અને યંગસ્ટર્સ પોતાના મૂડને સુધારવા માટે સૂતા પહેલા ગીતો સાંભળે છે, પરંતુ ઘણી વાર આ શોખ દરરોજની આદત બની જાય છે અને ઊંઘ પર તેની ખરાબ અસર પડે છે.

ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકની વધારે ખરાબ અસર થાય છે
જો આ સમસ્યા સપ્તાહમાં એકથી વધારે વખત થતી હોય તો આવા લોકોમાં 6 ગણી ઊંઘ ખરાબ થવાનું જોખમ વધી જાય છે. સંશોધકોએ જણાવ્યું કે, શબ્દોની સાથેના મ્યુઝિક કરતાં ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક ઊંઘ ખરાબ કરવામાં મોટી ભૂમિકા નિભાવે છે.