ડોકટરોની કમાલ:છોકરીની કરોડરજ્જુને દોરી બાંધીને સીધી કરી દીધી, જલ્દી જ રમી શકશે ટેનિસ

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજના સમયમાં કરોડરજ્જુના હાડકાને લગતી સમસ્યા લોકોમાં જોવા મળી રહી છે. બેસવાની ખોટી રીત, ખરાબ લાઇફસ્ટાઇલ, કસરત ન કરવી, ડાયાબિટીસ સહિત અનેક બીમારીને કારણે કરોડરજ્જુના હાડકામાં દુખાવો થાય છે. હાલમાં કરોડરજ્જુની એક સર્જરીને લઈને ઘણી ચર્ચા થઇ રહી છે. દુબઈની એક હોસ્પિટલમાં જોડર્ન નામની એક યુવતીએ કરોડરજ્જુના હાડકાનું ઓપરેશન કર્યું હતું. હાલ તો યુવતી એકદમ સ્વસ્થ છે.

સર્જરીના બીજા દિવસે જ ચાલતી હતી
દુબઈની બુર્જીલ હોસ્પિટલમાં સલમા નસેર નવસેહ નામની છોકરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. સલમાના કરોડરજ્જુના હાડકાને દોરીની મદદથી ઠીક કરવામાં આવ્યું છે. ઓપરેશન કર્યા બાદ સલમા બીજા દિવસે ચાલવા લાગી હતી.

દોરીની મદદથી કરોડરજ્જુને કર્યો સપોર્ટ
13 વર્ષની સલમાની વટૅબલ બોડી ટેધરિંગની સર્જરી કરવામાં આવી હતી. આ પ્રકારની સર્જરીમાં દોરીની મદદથી કરોડરજ્જુને સપોર્ટ કરવામાં આવે છે પછી તેમાં બોલની મદદથી ટાઇટ કરવામાં આવે છે. આ પ્રકારની સર્જરી હાલમાં જર્મની, અમેરિકા અને ફ્રાન્સમાં જ કરવામાં આવે છે. સૌથી પહેલાં નોર્થ અમેરિકામાં આ પ્રકારની સર્જરી કરવામાં આવી હતી.

ટૂંક સમયમાં ટેનિસ રમી શકશે
હોસ્પિટલના ડોક્ટરોનું કહેવું છે કે, તે જલ્દી જ પહેલાની જેમ ટેનિસ રમી શકશે. તેના પરિવારના સભ્યોનું કહેવું છે કે એપ્રિલ 2022 માં, તેઓએ જોયું કે તેમની પુત્રીના શરીરનો એક ભાગ એક બાજુ નમી ગયો હતો. આ પ્રકારના કેસમાં સર્જરીની જરૂરત નથી પડતી.પરંતુ આ સમસ્યાને કારણે હાર્ટ અને ફેફસામાં સમસ્યા થવા લાગે છે. આ પ્રકારની સર્જરીને 2019માં મંજૂરી આપવામાં આવી હતી. ડોક્ટર્સને બતાવવા પર તેમણે કહ્યું કે તેમની દીકરીને સ્કૉલિયોસિસ છે. આ સમસ્યા બાળકને બાળપણથી જ દેખાય છે. પરંતુ 10થી 15 વર્ષની ઉંમરમાં તે સ્પષ્ટ દેખાય છે.

સલમાની વાત કરવામાં આવે તો તેની કરોડરજ્જુમાં 65 ડિગ્રીનો વળાંક હતો. દુબઈની બુર્જિલ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન ડો.ફિરાસ હુસબેને આ સર્જરી કરી હતી. ડો.ફિરાસના જણાવ્યા પ્રમાણે સ્કોલિયોસિસ ઘણા લોકોમાં જોવા મળે છે. તેના દર્દીઓની સારવાર ત્રણ રીતે કરી શકાય છે, નિરીક્ષણ, બ્રેસિંગ અને સર્જરી. જો કોઈને સ્કોલિયોસિસના હળવા લક્ષણો દેખાતા હોય તો તેની સારવાર બ્રેસિંગથી કરી શકાય છે, પરંતુ સલમાની કરોડરજ્જુનો વળાંક ઘણો ઊંચો હતો તેથી તેને સર્જરીની જરૂર હતી.