કોરોનાના વધતા કેસોની વચ્ચે બ્રાઝિલમાં જીવલેણ કેન્ડીડા ઓરિસ ફંગસના ઈન્ફેક્શનનો પહેલો કેસ સામે આવ્યો છે. આ દુર્લભ ફંગસ છે જેના પર દવાઓની પણ અસર નથી થતી. તેનું સંક્રમણ થવાથી મૃત્યુનું જોખમ 60 ટકા સુધી રહે છે. બ્રાઝિલના સ્વાસ્થ્ય મંત્રાલયે તેની પુષ્ટિ કરી છે.
બ્રાઝિલની હેલ્થ એજન્સીએ સોમવારે અલર્ટ જારી કરતા જણાવ્યું કે, એક દર્દીમાં રેઅર ફંગલ ઈન્ફેક્શનો કેસ સામે આવ્યો છે. દર્દી બાહિયા રાજ્યની એક હોસ્પિટલમાં ICUમાં દાખલ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ કેસની સ્ટડી કરવામાં આવી રહી છે અને સંક્રમણને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કેમ આટલો જોખમકારક છે કે કેન્ડીડા ઓરિસ, 5 પોઈન્ટમાં સમજો
1. દર્દી અને સ્વાસ્થ્ય કર્મચારીઓની વચ્ચે ઝડપથી ફેલાઈ શકે છે
તેનો પહેલો કેસ જાપાનમાં 2009માં સામે આવ્યો હતો. ત્યારબાદ બ્રિટનમાં 2013માં અમેરિકામાં 2016માં કેસ સામે આવ્યા. તે હોસ્પિટલમાં દર્દી અને સ્વાસ્થ્ય કર્મચારીઓની વચ્ચે ઝડપથી ફેલાઈ શકે છે.
તેના કેસ એવા લોકોમાં જોવા મળે છે જેઓ હોસ્પિટલમાં દાખલ છે અને પહેલાથી જ બીમાર છે. જો તાવ છે અથવા કંપન આવે છે અને એન્ટિબાયોટિક્સ આપ્યા બાદ પણ લક્ષણ સતત જોવા મળે છે તો તે કેન્ડીડા ઓરિસના સંક્રમણનો સંકેત છે.
2. બ્લડ દ્વારા આખા શરીરમાં સર્ક્યુલેટ થઈ શકે છે
અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી CDCના જણાવ્યા પ્રમાણે, ઘણા દેશમાં આ ફંગસના ગંભીર કેસ સામે આવી ચૂક્યા છે. તે દર્દીના બ્લડમાં પહોંચીને આખા શરીરમાં ફેલાઈ શકે છે. બ્લડ ટેસ્ટિંગ કરીને તેની જાણકારી મેળવી શકાય છે.
3. તેના પર સામાન્ય એન્ટિફંગલ દવાઓની અસર નથી થતી
આ ફંગસ પર સામાન્ય એન્ટિફંગલ ડ્રગ્સની અસર નથી થતી. તેથી સંક્રમણ થવા પર સારવાર કરાવવી મુશ્કેલ થઈ જાય છે. તે બ્લડ દ્વારા ઘા કરે છે અને કાનમાં સંક્રમણ ફેલાવે છે. હવે સામે આવેલા તપાસ રિપોર્ટ અનુસાર, તે નાક અને યુરિનના સેમ્પલમાં પણ જોવા મળે છે.
4. વધારે જોખમ હોસ્પિટલમાં દાખલ ગંભીર સ્થિતિવાળા દર્દીઓને
CDCના જણાવ્યા પ્રમાણે, તેનું સૌથી વધારે જોખમ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓને છે. તે ઉપરાંત જેમની સારવાર ટ્યુબ દ્વારા કરવામાં આવી રહી છે, જેમ કે ફીડિંગ ટ્યૂબ, બ્રિધિંગ ટ્યુબ. ડાયાબિટીસના દર્દી, જેમની તાજેતરમાં સર્જરી થઈ છે અને એન્ટિબાયોટિક-એન્ટિફંગલ દવાઓ લેતા હોય તેમને જોખમ વધારે છે.
5. શું તેનાથી દર્દીઓનું મૃત્યુ થઈ શકે છે?
હા, થઈ શકે છે. જો બ્લડમાં સંક્રમણ ફેલાઈ ગયું છે તો મૃત્યુનું જોખમ 30થી 60 ટકા રહે છે. તેનાથી બચવા માટે હોસ્પિટલમાં વસ્તુઓને ડિસઈન્ફેક્ટ કરવાનું કહેવું. સાફ-સફાઈનું ધ્યાન રાખવું. હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતા પડદાને પણ સેનિટાઈઝ કરવા જરૂરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.