• Gujarati News
  • Lifestyle
  • Health
  • The First Case Of Monkey Pox In America Was Also Found In Spain, Portugal And Canada; More Risk To Homosexuals In Britain

મંકી પોક્સનો કહેર:અમેરિકામાં મંકી પોક્સનો પ્રથમ કેસ, સ્પેન, પોર્ટુગલ અને કેનેડામાં પણ ઘણા કેસ મળ્યા; બ્રિટનમાં સમલૈંગિકોને વધુ જોખમ

3 મહિનો પહેલા

બ્રિટન પછી મંકી પોક્સ વાઈરસ હવે અમેરિકામાં ફેલાઈ રહ્યો છે. કેનેડાથી મેસેચ્યુસેટ્સથી આવેલી એક વ્યક્તિમાં બુધવારે તેના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ વર્ષે અમેરિકામાં આ મંકી પોક્સનો પહેલો કેસ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય દિવસોમાં બ્રિટન, સ્પેન, પોર્ટુગલ અને કેનેડામાં પણ આ દુર્લભ બીમારીના ડઝનેક કેસ સામે આવી ચૂક્યા છે.

સંપૂર્ણ સમાચાર વાંચતાં પહેલાં વોટમાં ભાગ લઈને તમારો અભિપ્રાય આપો.

મંકી પોક્સ શું છે?

મંકી પોક્સ સૌપ્રથમવાર 1970માં વાંદરામાં જોવા મળ્યો હતો.
મંકી પોક્સ સૌપ્રથમવાર 1970માં વાંદરામાં જોવા મળ્યો હતો.

મંકી પોક્સ બીમારી એક એવા વાઈરસને કારણે થાય છે, જે સ્મોલ પોક્સ એટલે કે ચિકનપોક્સ (શીતળા) વાઈરસના પરિવારનો સભ્ય છે. મંકી પોક્સ સૌપ્રથમવાર 1970માં વાંદરામાં જોવા મળ્યો હતો, એ પછી એ 10 આફ્રિકન દેશોમાં ફેલાઈ ગયો હતો. 2003માં પહેલી વખત અમેરિકામાં એનો કેસ સામે આવ્યો હતો. 2017માં નાઇજીરિયામાં મંકી પોક્સનો સૌથી મોટો પ્રકોપ જોવા મળ્યો હતો, એના 75% દર્દીઓ પુરુષો હતા. બ્રિટનમાં એનો કેસ પહેલી વખત 2018માં સામે આવ્યો હતો.

નિષ્ણાતોના અનુસાર, આ બીમારી દુર્લભ જરૂર છે, પરંતુ ગંભીર પણ સાબિત થઈ શકે છે. અત્યારે મંકી પોક્સ મોટા ભાગે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના દેશોના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. 6 મેના રોજ બ્રિટનમાં મળી આવેલો પહેલો દર્દી નાઇજીરિયાથી પરત ફર્યો હતો.

દર્દી 7થી 21 દિવસ સુધી મંકી પોક્સથી પીડાઈ શકે છે.
દર્દી 7થી 21 દિવસ સુધી મંકી પોક્સથી પીડાઈ શકે છે.

કેવી રીતે ફેલાય છે બીમારી?
નિષ્ણાતોનું માનવું છે કે મંકી પોક્સ સંક્રમિત વ્યક્તિના નજીક જવાથી ફેલાય છે. આ વાઈરસ દર્દીના ઘામાંથી નીકળીને આંખ, નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. એ સંક્રમિત વાંદરાઓ, કૂતરાઓ અને ખિસકોલી જેવાં પ્રાણીઓ દ્વારા અથવા દર્દીના સંપર્કમાં આવેલી પથારી અને કપડાંથી પણ ફેલાઈ શકે છે. દર્દી 7થી 21 દિવસ સુધી મંકી પોક્સથી પીડાઈ શકે છે.

WHO તપાસ કરી રહ્યું છે
સ્પેન, પોર્ટુગલમાં 40 તો બ્રિટનમાં મંકી પોક્સના 9 કેસ મળ્યા. પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ટીમ પણ એક્શનમાં આવી ગઈ છે. એજન્સી સમલૈંગિક દર્દીઓમાં આ વાઈરસના સંક્રમણની તપાસ કરી રહી છે તેમજ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)સંભવિત દર્દીઓને ઓળખવા માટે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યું છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે અત્યારે મંકી પોક્સ આઉટબ્રેક થવાની આશંકા નથી.

યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ સમલૈંગિક પુરુષોને પણ ચેતવણી આપી છે.
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીએ સમલૈંગિક પુરુષોને પણ ચેતવણી આપી છે.

સમલૈંગિક પુરુષોને સંક્રમણનું જોખમ
યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સી (UKHSA)નું કહેવું છે કે બ્રિટનમાં અત્યારસુધીમાં મંકી પોક્સના મોટા ભાગના કેસમાં એવા દર્દી પુરુષો છે, જે પોતાને ગે અથવા બાયસેક્સ્યૂઅલ તરીકે ઓળખાવે છે, એટલે કે આ પુરુષોએ પુરુષોની સાથે સંબંધ બનાવ્યા છે. આ જોતાં એજન્સીએ સમલૈંગિક પુરુષોને પણ ચેતવણી આપી છે. અત્યારસુધી મંકી પોક્સને સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ બીમારી માનવામાં નથી આવી. તેમ છતાં હેલ્થ એક્સપર્ટ્સે ગે અને બાયસેક્સ્યૂઅલ પુરુષોને ચેતવણી આપી છે કે જો તેમને કોઈપણ લક્ષણ દેખાય તો તરત સેક્સ્યૂઅલી હેલ્થ ચેકઅપ કરાવે.

મંકી પોક્સમાં ચહેરા પર એક પ્રકારની ફોલ્લીઓ દેખાવા લાગે છે.
મંકી પોક્સમાં ચહેરા પર એક પ્રકારની ફોલ્લીઓ દેખાવા લાગે છે.

મંકી પોક્સનાં લક્ષણો
UKHSAના અનુસાર, મંકી પોક્સનાં પ્રારંભિક લક્ષણો ફ્લૂ જેવાં હોય છે. એમાં તાવ, માથું દુખવું, સ્નાયુઓમાં દુખાવો, કમરમાં દુખાવો, ધ્રુજારી, થાક અને સોજોલી લિમ્ફ નોડ્સ સામેલ છે. એના પછી ચહેરા પર એક પ્રકારની ફોલ્લીઓ દેખાવા લાગે છે, જે શરીરના બીજા ભાગમાં પણ ફેલાઈ શકે છે. સંક્રમણ દરમિયાન આ ફોલ્લીઓમાં ઘણા ફેરફાર થાય છે અને છેલ્લે ચિકનપોક્સની જેમ સ્કેબ તરીકે પડી જાય છે.

ચિકનપોક્સની વેક્સિન મંકી પોક્સ માટે પણ અસરકારક
CDCના અનુસાર, ચિકનપોક્સની વેક્સિન પણ મંકી પોક્સના સંક્રમણ પર અસરકારક સાબિત થાય છે. આ દુર્લભ બીમારીથી બચવા માટે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એસોસિયેશન (FDA)એ 2019માં Jynneos નામની વેક્સિનને મંજૂરી આપી હતી. તેને યુરોપિયન મેડિસિન એજન્સીએ 2013માં મંજૂરી આપી હતી. જોકે વેક્સિનને 18 વર્ષથી વધુની ઉંમરના લોકો પર જ ઉપયોગ કરી શકાય છે.