સાવધાન / ફૂટવેર પર 5 દિવસ સુધી કોરોનાવાઈરસ જીવિત રહી શકે છે

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો
X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો

  • ડો. મેરીના જણાવ્યા અનુસાર, સાફ થઈ શકાય હોય તેવા જ ફૂટવેર ઉપયોગ કરવો જોઈએ
  • એક બૂટના સૉલમાં સરેરાશ 4,21,000 બેક્ટેરિયા, વાઈરસ અને પરજીવીની હાજર હોય છે
  • ફૂટવેરના રબડ, લેધર પર કોરોનાવાઈરસ જીવિત રહે છે
  • પ્લાસ્ટિકના ફૂટવેર પર વાઈરસ 5 દિવસ સુધી જીવિત રહી શકે છે
  • વાઈરસથી બચવા ફૂટવેરને ઘરની બહાર મૂકવા જોઈએ

દિવ્ય ભાસ્કર

Mar 30, 2020, 03:25 PM IST

હેલ્થ ડેસ્ક: કોરોનાવાઈરસ ફૂટવેર અર્થાત પગરખાં પર 5 દિવસ સુધી જીવિત રહી શકે છે. સંક્રમણ રોગના નિષ્ણાત મેરી શેમિડિટના જણાવ્યા અનુસાર, COVID 19-કોરોનાવાઈરસ પગરખાનાં રબડ ના સૉલ, લેધર અને પીવીસી પ્લાસ્ટિક પર 5 દિવસ અથવા તેના કરતાં વધારે સમય સુધી જીવિત રહી શકે છે. તેથી તેઓ સલાહ આપે છે કે વાઈરસના જોખમથી બચવા માટે ધોઈને સાફ કરી શકાય તેવા ફૂટવેર પહેરવા જોઈએ.

ફૂટવેરના મટિરિયલ પ્રમાણે વાઈરસનું જોખમ

ડો.મેરીના જણાવ્યા અનુસાર, ફૂટવેર ખાસ કરીને બૂટ કિટાણુઓનું ઘર હોય છે. તેના ઉપરના ભાગમાં વાઈરસ લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. વાઈરસનું જોખમ ફૂટવેરનાં મટિરિયલ પર આધાર રાખે છે. જો તે પ્લાસ્ટિકનું બનેલું હોય તો કોરોનાવાઈરસ 2-3 દિવસ સુધી જીવિત રહી શકે છે.

એક બૂટના સૉલ પર 4,21,000 બેક્ટેરિયા, વાઈરસ અને પરજીવીની હાજરી

વર્ષ 2008માં એરિઝોના યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે એક બૂટના સૉલમાં સરેરાશ 4,21,000 બેક્ટેરિયા, વાઈરસ અને પરજીવીની હાજર હોય છે. તેવામાં કોરોનાવઈરસને ધ્યાનમાં રાખીને બૂટ ધોવાનો આગ્રહ રાખવો જોઈએ.

વાઈરસના સંક્રમણથી બચવા શુ કરવુ જોઈએ?

ડોક્ટર મેરીના જણાવ્યા અનુસાર, હંમેશા નાના બાળકોની નજરોથી બૂટ સંતાડીને રાખવા જોઈએ. બાળકોને બૂટ તેમના હાથોથી ન અડવા દેવા જોઈએ. જો શક્ય હોય તો ઘરની બહાર જ તમામ ફૂચવેર રાખવાં જોઈએ. પબ્લિક હેલ્થ નિષ્ણાત કેરોલ વિનરના જણાવ્યા અનુસાર, હાથ ધોવા અને સાફ-સફાઇ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.કારણ કે, જો એક વાર કોરોના વાઈરસનો ચેપ ફેલાયો તો ઘરના અન્ય સભ્યોને તેનું જોખમ રહે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી