રિપોર્ટ / કોરોના વાઇરસ દર 6.4 દિવસમાં બમણી ગતિથી ફેલાઈ રહ્યો છે

પ્રતીકાત્ક ફોટો
પ્રતીકાત્ક ફોટો

  • વાઇરસથી ચેપિત એક વ્યક્તિ 2.68 નવા કેસ માટે જવાબદાર
  • SARS અને MERS વાઈરસની સરખામણીએ આ વાઇરસની સંક્રામકતા વધારે અને જાનહાનિનો દર ઓછો

Divyabhaskar.com

Feb 06, 2020, 04:18 PM IST

હેલ્થ ડેસ્કઃ ચીનના વુહાન શહેરમાં પોતાનું ઉદગમ ધરાવતા ભેદી કોરોના વાઈરસ ભારત સહિત અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં તેના 3 પોઝિટીવ કેસ નોંધાયા છે અને જુદા જુદા રાજ્યોમાં શંકાસ્પદ કેસ પણ સામે આવી રહ્યા છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ વાઇરસને વર્લ્ડ હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી છે. તેવામાં અમેરિકામાં કરવામાં આવેલાં એક રિસર્ચમાં એક નવો ખુલાસો થયો છે. ‘જામા’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિપોર્ટ મુજબ આ વાઇરસથી ચેપિત એક વ્યક્તિ અન્ય 2.68 નવા કેસ ઉત્પન્ન કરી રહ્યો છે. આ સિવાય વાઈરસ દર 6.4 દિવસમાં બમણી ગતિથી ફેલાઈ રહ્યો છે.

રીપ્રોડક્ટિવ નંબર

જ્યોર્જિયાની એમરી સ્કૂલ ઓફ મેડિસીનના ડીન કાર્લોસ અને મિશિગન યુનિવર્સિટીના ચીફ હેલ્થ ઓફિસર પ્રીતિએ સંયુક્ત રીતે મળીને રીપ્રોડક્ટિવ નંબરની ગણતરી કરી હતી જે 2.68 પુરવાર થયો હતો. અર્થાત વાઇરસથી ચેપિત એક વ્યક્તિ 2.68 નવા કેસ માટે જવાબદાર છે.

આ રિપોર્ટના ઓથરના જણાવ્યા અનુસાર SARS (સિવિઅર એક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ) 2002 અને MERS (મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ)ની સરખામણીએ આ વાઇરસની સંક્રામકતા વધારે છે જ્યારે જાનહાનિનો દર ઓછો છે.

રિપોર્ટ

આ સિવાય ‘લાન્સેટ’ નામની મેડિકલ જર્નલમાં હોંગકોંગ યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલો એક રિપોર્ટ પણ પ્રકાશિત થયો છે. તે મુજબ ડિસેમ્બરમાં કોરોના વાઇરસથી ચેપિત લોકો એવરેજ અન્ય 2થી 3 લોકોને ચેપિત કરી રહ્યા છે. આ રિપોર્ટ તૈયાર કરવા માટે જાન્યુઆરી 25 સુધી ચેપિત થયેલા 75,815 દર્દીઓના સેમ્પલ્સ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.

X
પ્રતીકાત્ક ફોટોપ્રતીકાત્ક ફોટો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી