તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • The Clearest Picture Of DNA Came Up, Claim American Scientists; This Could Lead To The Development Of New Therapies

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DNA આવું દેખાય છે:DNAની સૌથી સ્પષ્ટ તસવીર સામે આવી, અમેરિકાના વૈજ્ઞાનિકોએનો દાવો; તેનાથી નવી થેરપી વિકસિત કરી શકાશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શેફિલ્ડ, લીડ્સ અને યોર્ક યુનિવર્સિટીએ મળીએ વીડિયો તૈયાર કર્યો
  • માતાપિતાના ગુણો અને ખામીઓને DNA આગલી પેઢીમાં લઈને જાય છે

વૈજ્ઞાનિકોએ મનુષ્યના DNAની સૌથી સ્પષ્ટ તસવીર રજૂ કરી છે. તસવીરમાં DNAની એટોમ મૂવમેન્ટ જોવા મળી રહી છે. તે DNAના એક મોલિક્યુલની તસવીર છે. જેને એટોમિક માઈક્રોસ્કોપ અને સુપર કમ્પ્યુટરની મદદથી તૈયાર કરવામાં આવી છે.

સ્પષ્ટ જોવા મળી અણુઓની મૂવમેન્ટ
DNAના નવા વીડિયોને શેફિલ્ડ, લીડ્સ અને યોર્ક યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ મળીને તૈયાર કર્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, આ મોડેલને સમજ્યા બાદ હવે નવી જનીન થેરપીને વિકસિકત કરવામાં મદદ મળશે. અગાઉ માત્ર માઈક્રોસ્કોપની મદદથી DNAનું એક મોડલ તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ તેનાથી વધુ જાણકારી નહોતી મળતી. નવા વીડિયોમાં અણુઓની મૂવમેન્ટને જોઈ શકાય છે અને સમજી શકાય છે.

વાળના રંગથી લઈને નાકના આકાર માટે DNA જવાબદાર
DNAનું આખું નામ ડિઓક્સિરાઈબ્ન્યૂકલેઇક એસિડ છે. આ ઘણા અણુઓનો એક સમૂહ છે. તેમા જેનેટિક કોડ હોય છે. પેરેન્ટ્સના ગુણ અને ખામીને આ DNA બીજી પેઢીમાં લઈને જાય છે. મનુષ્યમાં વાળના રંગ અને નાકના આકાર માટે આ DNA જવાબદાર હોય છે.

DNAનું સૌથી પ્રખ્યાત મોડેલ 1953માં રજૂ થયું હતું
1953માં પહેલી વખત બાયોલોજિસ્ટ જેમ્સ વૉટસન અને ફ્રેન્સિસ ક્રિકે મળીને DNAનું એક મોડેલ રજૂ કર્યું હતું. આ મોડેલ સૌથી પ્રચલિત છે. તેમણે પોતાના મોડલમાં જણાવ્યું હતું કે, કેવી રીતે તેમાં જેનેટિક કોડ છુપાયેલો હોય છે. આ ચાર પ્રકારના કેમિકલ એડેનાઈન, ગ્વાનીન, સાયટોસીન અને થાયમિનથી બનેલું હોય છે.

DNAમાં જોવા મળતા રુધિરાભિસરણ રચના મનુષ્યનું સ્વાસ્થ્ય અને અને વધતી ઉંમરની અસરને દર્શાવે છે.
DNAમાં જોવા મળતા રુધિરાભિસરણ રચના મનુષ્યનું સ્વાસ્થ્ય અને અને વધતી ઉંમરની અસરને દર્શાવે છે.

સ્ટેનફોર્ડ યુનિવર્સિટી વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, DNAમાં જોવા મળતા મિની સર્કલ મનુષ્યના સ્વાસ્થ્ય અને વધતી ઉંમરની અસરને દર્શાવે છે. તેને બદલી પણ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

વધુ વાંચો