તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • The Cells Developed In The Lab Led To A Successful Experiment To Cure Coronavirus Patients Without Any Side Effects Scientist Made Successful Trial Of Heart Cell Therapy

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્ટ સેલ થેરપી:લેબમાં વિકસિત સેલ્સથી કોરોવાઈરસના દર્દીઓને કોઈ પણ આડઅસર વગર સ્વસ્થ કરવા માટેનો સફળ પ્રયોગ થયો

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ રિસર્ચ અમેરિકાના સેડાર સિનાઈ મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું
 • કોરોનાથી પીડિત અને શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ પર થેરપીનો પ્રયોગ કરવામાં આવ્યો
 • થેરપીને CAP-1002 પણ કહેવામાં આવે છે,જેમાં કાર્ડિયોડિરાઈવ્ડ સેલ્સ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
 • આ થેરપીમાં લેબમાં વિકસાવેલા સેલ્સને દર્દીના શરીરની અંદર ઈન્જેક્ટ કરવામાં આવે છે

કોરોનાવાઈરસને લીધે સંક્રમિત દર્દીઓને કેવી રીતે વહેલી તકે સ્વસ્થ કરવા તે માટે જાતભાતના પ્રયોગો ચાલી રહ્યા છે. હવે વૈજ્ઞાનિકો હાર્ટ સેલ થેરપીનો રસ્તો અપનાવી રહ્યા છે. આ થેરપીમાં લેબમાં વિકસાવેલાં હાર્ટ કોશિકાઓને દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે. બેઝિક રિસર્ચ ઈન કાર્ડિયોલોજી નામની જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ થેરપી સામે આવી છે. આ થેરપીનો ઉપયોગ કોરોનાવાઈરસથી સંક્રમિત દર્દીઓના સોજાને ઓછાં કરવા માટે કરવામાં આવ્યો છે.

રિસર્ચ

 • આ રિસર્ચ અમેરિકાના સેડાર સિનાઈ મેડિકલ સેન્ટરના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં કોરોનાથી પીડિત અને શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓ સામેલ હતા. આ તમામ દર્દીઓને ઓક્સીજનની જરૂર હતી. હાર્ટ સેલ થેરપીનો પ્રયોગ આ તમામ લોકો પર કરવામાં આવ્યો હતો. તેમાંથી દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને તેમનાં સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. જોકે 1 દર્દીને થેરપી દરમિયાન ઓક્સીજનની પણ આવશ્યકતા રહી ન હતી. થેરપીના 3 અઠવાડિયાં બાદ તમામ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
 • રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર થેરપીના પરિણામો સારા મળ્યા છે. જોકે આ થેરપી કોરોનાવાઈરસના દર્દીઓ માટે કેટલી સુરક્ષિત છે તે જાણવાનું બાકી છે. જોકે રિસર્ચના અંત સુધી દર્દીઓમાં કોઈ પણ આડઅસર જોવા મળી ન હતી.

હાર્ટ સેલ થેરપી

આ થેરપીને CAP-1002 પણ કહેવામાં આવે છે,જેમાં કાર્ડિયોડિરાઈવ્ડ સેલ્સ શરીરની રોગ પ્રતિકારક શક્તિ માટે ફાયદાકારક છે. આ સેલ્સ ઘણી બીમારીઓમાં દર્દીઓનાં શરીરનાં સોજાને ઓછો કરે છે. આ કોશિકાઓ વિશેષ પ્રકારના એક્સોસોમ્સને રિલીઝ કરે છે જે આખાં શરીરમાં ફરીને પોતાની અસર બતાવે છે.

મોટાં પ્રમાણમાં ટ્રાયલની તૈયારી

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિક રાજ મક્કડના જણાવ્યા અનુસાર, રિસર્ચ ટીમ હવે મોટા પાયે આ થેરપીનું ટ્રાયલ કરવા માટે તૈયારી કરી રહી છે. ટ્રાયલમાં દર્દીઓને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે. પ્રથમ ગ્રૂપના લોકોને આ થેરપી આપવામાં આવશે અને બીજા ગ્રૂપના લોકોને સામાન્ય સારવાર આપવામાં આવશે. બંને ગ્રૂપના લોકોનાં સ્વાસ્થ્યનું અવલોકન કરી થેરપી કેટલી સુરક્ષિત અને અસરકાર છે તે જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો