રિસર્ચ:બેલેન્સ ટેસ્ટ જણાવશે કે તમે કેટલા ફિટ છો અને કેટલું જીવશો; જાણો ઘરેબેઠાં આ ટેસ્ટ કેવી રીતે કરવો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિસર્ચમાં 1,700 લોકોને સામેલ કરવામાં આવ્યા અને વર્ષ 2009થી 2020 સુધી તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું.

સારું અને લાંબુ જીવન જીવવા માટે સંતુલિત હોવું ખૂબ જ જરૂરી છે. તે માત્ર માનસિક રીતે જ નહીં, પરંતુ શારીરિક રીતે પણ જરૂરી છે. બ્રાઝિલમાં તાજેતરમાં કરવામાં આવેલા રિસર્ચ મુજબ, 50 વર્ષની ઉંમર કરતાં વધુના લોકો જો એક પગ પર 10 સેંકડથી વધુ સમય સુધી ઊભા નથી રહી શકતાં, તો આગામી 10 વર્ષની અંદર તેમના મોતની સંભાવના બમણી થઈ જાય છે.

10 વર્ષ સુધી બેલેન્સ ટેસ્ટ કરવામાં આવ્યું
સંશોધન દ્વારા વૈજ્ઞાનિકો એ સમજવા માગતા હતા કે શું 10 સેંકડનો નાનકડા બેલેન્સ ટેસ્ટથી લોકો વહેલા મૃત્યુ પામે છે તે જાણી શકાય છે. સાથે જ શું આ ટેસ્ટને દર્દીના રૂટિન હેલ્થ ચેકઅપ સાથે જોડવું જોઈએ. તેના માટે રિસર્ચમાં 1,700 લોકોને સામેલ કરવામાં આવ્યા અને વર્ષ 2009થી 2020 સુધી તેમનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું. પહેલા ટેસ્ટના સમયે તેમની ઉંમર 51થી 75 વર્ષની હતી, જેના કારણે સરેરાશ ઉંમર 61 થઈ ગઈ હતી. તેમાંથી 68% પુરુષો હતા.

10 વર્ષના રિસર્ચમાં 21% લોકો બેલેન્સ ટેસ્ટમાં ફેલ થયા. તે સિવાય ઉંમરની સાથે ટેસ્ટમાં ફેલ થવાનું જોખમ પણ વધતું ગયું. 71થી 75 વર્ષના 54% લોકો આ ટેસ્ટને પાસ ન કરી શક્યા. તેમજ 51થી 55ની ઉંમરના 5%, 56થી 60 વર્ષના 8%, 61થી 65 વર્ષના 18% અને 66થી 70ના 37% લોકો ટેસ્ટમાં ફેલ થયા.

. ફેલ થયેલા લગભગ 17.5% લોકોએ આગામી 10 વર્ષની અંદર પોતાનો જીવ ગુમાવ્યો.
. ફેલ થયેલા લગભગ 17.5% લોકોએ આગામી 10 વર્ષની અંદર પોતાનો જીવ ગુમાવ્યો.

પરિણામ શું દર્શાવે છે
10 વર્ષના સંશોધનમાં વૈજ્ઞાનિકોને જાણવા મળ્યું કે, બેલેન્સ ટેસ્ટમાં ફેલ થયેલા લોકોનું વહેલા મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. ફેલ થયેલા લગભગ 17.5% લોકોએ આગામી 10 વર્ષની અંદર પોતાનો જીવ ગુમાવ્યો. તેમજ પાસ થયેલા લોકોમાં આ આંકડો 4.6% હતો. વૈજ્ઞાનિકોએ એ પણ શોધી કાઢ્યું કે, જે લોકો બેલેન્સ ટેસ્ટમાં ફેલ થયા તેમને મેદસ્વિતા, હાઈપરટેન્શન, કોરોનરી આર્ટરી ડિસીઝ અને ડિસલિપિડેમિયા જેવી બીમારી હતી.

મૃત્યુનું જોખમ 84% સુધી વધ્યું
રિસર્ચ દરમિયાન મૃત્યુ પામેલા લોકોનું જેન્ડર, ઉંમર અને મેડિકલ હિસ્ટ્રી ધ્યાનામાં રાખવામાં આવી. તેનાથી વૈજ્ઞાનિકોને સમજાયું કે જે લોકો વૃદ્ધ અથવા બીજી બીમારીઓથી પીડિત હોય છે અને બેલેન્સ ટેસ્ટમાં ફેલ થઈ જાય છે, તેમને આગામી 10 વર્ષમાં મૃત્યુનું જોખમ 84% સુધી હોય છે.

બેલેન્સ ટેસ્ટને તમે સરળતાથી ઘરે પણ કરી શકો છો.
બેલેન્સ ટેસ્ટને તમે સરળતાથી ઘરે પણ કરી શકો છો.

કેવી રીતે કરવામાં આવે છે બેલેન્સ ટેસ્ટ?
બેલેન્સ ટેસ્ટને સરળતાથી ઘરે પણ પર્ફોર્મ કરી શકાય છે. તમે કોઈપણ એક પગ પર 10 સેંકડ માટે ઊભા રહો. હવે બીજા પગને ઊભા રાખેલા પગની પાછળ રાખો. બંને હાથને સાઈડમાં રાખો. ટેસ્ટ દરમિયાન આઈ લેવલ પર 2 મીટરના અંતરથી જુઓ. ટેસ્ટને પર્ફોર્મ કરવા માટે ત્રણ પ્રયાસ કરો.

અન્ય સમાચારો પણ છે...