તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • The Antidepressant Fluoxetine Reduces The Risk Of Coronary Heart Disease In Patients With Coronary Heart Disease, Preventing The Immune System From Becoming Uncontrollable.

આશાનું કિરણ:ડિપ્રેશનની દવા 'ફ્લુવોક્સામિન' કોરોના દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું કરે છે, તે ઈમ્યુન સિસ્ટમ બેકાબૂ થતાં બચાવે છે

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા, કેનેડા અને બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે 1472 દર્દીઓ પર રિસર્ચ કર્યું
  • કોરોના દર્દીઓને 'ફ્લુવોક્સામિન' દવા આપી તેમનું મોનિટરિંગ કરવામાં આવ્યું

કોરોના વાઈરસની વિવિધ રસી ઉપલબ્ધ થઈ ગઈ છે, પરંતુ તેની કોઈ ચોક્કસ દવા હજુ સુધી શોધાઈ નથી. જોકે સંશોધકો અને વૈજ્ઞાનિકોએ એવી ઘણી દવા શોધી કાઢી છે જે કોરોના સંક્રમણ ઓછું કરી શકે અને તેને ગંભીર થતાં રોકી શકે. તેની હરોળમાં અમેરિકાના સંશોધકોએ દાવો કર્યો છે કે ડિપ્રેશનની દવા 'ફ્લુવોક્સામિન' કોરોના દર્દીઓમાં સાઈટોકાઈન સ્ટૉર્મનું લેવલ ઓછું કરે છે. સાઈટોકાઈન સ્ટોર્મમાં રોગ સામે લડનાર ઈમ્યુન સિસ્ટમ જ શરીરને નુક્સાન પહોંચાડવા લાગે છે.

કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીના પ્રોફેસર એડવર્ડ મિલ્સનું કહેવું છે કે હાલમાં કોરોનાની સિલેક્ટેડ સારવાર ઉપલબ્ધ છે. તેવામાં આ દવા કોરોના પીડિતોને રાહત આપી શકે છે.

સાઈટોકાઈન સ્ટૉર્મ
'ફ્રન્ટિયર્સ ઈન ઈમ્યુનોલોજી' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, કોરોના સંક્રમણ થયા બાદ ઘણા દર્દીઓમાં રોગોથી બચાવનાર ઈમ્યુન સિસ્ટમ જ બેકાબૂ બની જાય છે. સરળ ભાષામાં સમજીએ તો ઈમ્યુન સિસ્ટમ એટલી ઓવરએક્ટિવ થઈ જાય છે કે તે વાઈરસ સામે લડવાની સાથે શરીરની કોશિકાઓને પણ નુક્સાન પહોંચાડવા લાગે છે. આમ થવા પર દર્દીના શરીરમાં લોહીની ગાંઠો બનવા લાગે છે અને ઓક્સિજનની ઊણપ સર્જાય છે. આ સમસ્યા દર્દીની સ્થિતિ ગંભીર બનાવે છે. વૈજ્ઞાનિક ભાષામાં તેને સાઈટોકાઈન સ્ટૉર્મ કહેવાય છે.

1472 લોકો પર રિસર્ચ થયું

  • અમેરિકા, કેનેડા અને બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે 1472 દર્દીઓ પર રિસર્ચ કર્યું. આ દર્દીઓને 'ફ્લુવોક્સામિન' દવા આપવામાં આવી.
  • દવા લેનાર સંક્રમિતોમાં ઈમ્યુન સિસ્ટમ બેકાબૂ થવાના કેસમાં 30%નો ઘટાડો થયો. સંશોધકોનું કહેવું છે કે, 50થી વધારે ઉંમરની વ્યક્તિમાં કોરોના ગંભીર થવાનું જોખમ વધારે રહે છે.
  • ફ્લુવોક્સામિન લેનારા દર્દીઓને ઈમર્જન્સી સર્વિસમાં 6 કલાકથી ઓછો સમય પસાર કરવો પડે છે. આવા દર્દીઓમાં હોસ્પિટલાઈઝેશનનું જોખમ પણ ઓછું જોવા મળ્યું.
  • રિસર્ચના પરિણામ જણાવે છે કે, કોવિડ થવા પર 'ફ્લુવોક્સામિન' દવાનો ઉપયોગ કરી શકાય છે. આ દવા એકદમ સસ્તી અને સરળ રીતે અવેલેબલ છે.

બેકાબૂ ઈમ્યુન સિસ્ટમ રોકવા WHOનું ટ્રાયલ

  • કોવિડના દર્દીઓમાં સંક્રમણ પછી બેકાબૂ થતી ઈમ્યુન સિસ્ટમ રોકવા માટે WHOએ ટ્રાયલ શરૂ કર્યું છે. આ ટ્રાયલ મલેરિયા, લ્યુકેમિયા અને આર્થ્રાઈટિસ જેવા ઓટોઈમ્યુન ડિસીઝની દવા પર કરવામાં આવી રહ્યું છે.
  • ટ્રાયલમાં સામેલ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ બીમારીઓમાં ઉપયોગમાં લેવાતી એન્ટિ ઈન્ફ્લેમેટરી દવાઓ સંક્રમણ બાદ બેકાબૂ થતી ઈમ્યુન સિસ્ટમને કન્ટ્રોલ કરી શકે છે. આ દવાઓનાં માધ્યમથી કોવિડની સસ્તી અને અસરકારક સારવાર શોધવાનો પ્રયત્ન યથાવત છે.

સાઈટોકાઈન સ્ટૉર્મ રોકવા માટે આ દવા પણ હરોળમાં

  • અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધક કોવિડના દર્દીઓને ફેમોટિડીન દવા આપી રહ્યા છે. આ દવાનો ઉપયોગ છાતીમાં બળતરાંની સારવારમાં વપરાય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ સસ્તી દવા સાથે દર્દીને એસ્પ્રિન આપવાથી તેની ગંભીર સ્થિતિ સુધરે છે. સાથે જ તે સાઈટોકાઈન સ્ટૉર્મ રોકવામાં પણ કામ આવે છે.
  • સિડનીની યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી કલોંજીનું ટ્રાયલ કરી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કલોંજીનો ઉપયોગ કોવિડની સારવારમાં થઈ શકે છે. તે દર્દીઓમાં ઈમ્યુન સિસ્ટમ બેકાબૂ થતાં રોકે છે અને હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું કરે છે.
અન્ય સમાચારો પણ છે...