રિસર્ચ / કેરીની 100 ગ્રામ ગોટલીમાં વિટામિન B12ની માત્રા 2થી 4 ગ્રામ હોય છે

The amount of vitamin B12 in the 100 grams of mangoes is 2 to 4 grams

  • 120 પેટન્ટ જેમના નામે છે તેવા ગોરધન પટેલે ગોટલી પર પેટન્ટ નોંધાવી 
  • 100 ગ્રામ ગોટલીમાં 10 ટકા પ્રોટીન, 15 ટકા ઓઈલ અને 70 ટકા સ્ટાર્ચ હોય છે 

Divyabhaskar.com

Jun 10, 2019, 12:23 PM IST

હેલ્થ ડેસ્કઃ જેમના નામે અત્યાર સુધી 120 પેટન્ટ નોંધાઈ ચૂકી છે તેવા ગોરધનભાઈ પટેલે કેરીની ગોટલીના નામે પેટન્ટ નોંધાવી છે. તેમણે રિસર્ચ દ્વારા સાબિત કરી દીધું છે કે, કેરીની ગોટલીમાં વિટામિન બી12 હોય છે. 100 ગ્રામ ગોટલીમાં 2થી 4 ગ્રામ વિટામિન બી12 હોય છે. આ સાથે અન્ય ગુણધર્મો પણ ગોટલીમાં છે. પરંતુ લોકોને એ સ્વાદમાં કેવી રીતે ટેસ્ટી લાગે તે માટે એમને પોતાના નામ પર પેટન્ટ નોંધાવી છે. જે અંગે તેમનું ચારુસેટ યુનિવર્સિટીમાં લેક્ચર યોજવામાં આવ્યું હતું. ગોરધનભાઈ પટેલ અમેરિકાની જે.પી. લેબના પ્રેસિડેન્ટ છે જેઓ ન્યૂ જર્સીમાં રહીને જાતભાતની પ્રોડક્ટ પર રિસર્ચ કરવાનું કામ કરે છે તેમજ લેક્ચર પણ લે છે. તેમને અનેક અવોર્ડ પણ મળી ચૂક્યા છે. આ દરમિયાન તેમને પેટન્ટ અને ગોટલી વિશે કેટલીક રસપ્રદ વાત જણાવી હતી.


વર્ષની 4000 મિલિયન કિગ્રા. ગોટલી ફેંકાય છે
આપણાં દેશમાં 4 હજાર મિલિયન કિગ્રા ગોટલીનો ઉપયોગ આપણે નથી કરતા. એક કિલો ગોટલીનો મુખવાસ 300 રૂપિયાના ભાવે મળે છે. જેથી આપણે જ આ ગોટલી બહાર ફેંકીને કરોડો રૂપિયાનું નુકસાન કરીએ છીએ. આ પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ.


ગોટલીનો તૂરો સ્વાદ બદલી પેટન્ટ નોંધાવી
ગોરધન પટેલે કહ્યું હતુ કે, ગોટલીના ઝીણા ટૂકડા કરવા, જો 100 ગ્રામ ગોટલી હોય તો 100 ગ્રામ પાણી નાખવું, અડધો ગ્રામ બેકિંગ સોડા એડ કરવા. એ પછી આખી રાત આ ગોટલીને મૂકી રાખવી અને સવારમાં ખાવી. આવું થયા પછી તેનો તૂરો સ્વાદ મીઠા સ્વાદમાં પરીવર્તિત થશે. આ રિસર્ચ પરની પેટન્ટ તેમને નોંધાવી છે. વર્ષમાં 100 ગ્રામ વિટામિન બી 12ની જરૂર પડે છે. દરરોજ આપણાં શરીરને 3થી 5 માઈક્રો વિટામિન બી 12ની જરૂર પડે છે. જોકે, ગોટલીમાં 3 મિલીગ્રામ વિટામિન બી 12 હોય છે.


વિટામિન બી12નું રિસર્ચ નવસારી યુનિ.માં થયું
ગોરધન પટેલે કહ્યું હતુ કે, 100 ગ્રામ ગોટલીમાં આશરે 10 ટકા પ્રોટીન, 15 ટકા ઓઈલ, 70 ટકા સ્ટાર્ચ હોય છે જેનાથી વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ પણ મળી રહે છે. 100 ગ્રામ ગોટલીમાં 3થી 4 ગ્રામ વિટામિન બી 12 હોય છે. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રમેશભાઈ પટેલે આ રિસર્ચ કર્યુ હતું.

X
The amount of vitamin B12 in the 100 grams of mangoes is 2 to 4 grams

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી