તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • The Ability To Smell Also Decreases In Alzheimer's And Auto Immune Disease, It Is Not Good To Stay Like This For A Long Time.

સૂંઘવાની ક્ષમતા સાથે માત્ર કોરોનાનો જ સંબંધ નથી:સૂંઘવાની ક્ષમતા ઘટે તો અલ્ઝાઈમર્સ અને બ્રેન ટ્યુમર હોઈ શકે છે, આ ટેસ્ટ કરી જાણો તમને કઈ બીમારી છે

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૂંઘવાની ક્ષમતા ઘટી જવી અથવા કોઈ પણ પ્રકારની ગંધ પારખવાની શક્તિ જ ન હોવાનાં લક્ષણ કોવિડનાં મુખ્ય લક્ષણ છે. મોટા ભાગના લોકોનું માનવું છે કે આ માત્ર કોરોના વાઈરસનાં લક્ષણ છે, પરંતુ તે હકીકત નથી. કોરોના વાઈરસ સિવાય ઘણી એવી બીમારી છે જેમાં સૂંઘવાની ક્ષમતા ઘટી જાય છે. સૂંઘવાની ક્ષમતા ઘટી જવી એ અલ્ઝાઈમર્સ, સ્કિત્ઝોફ્રિનિયા અથવા અન્ય ઓટો ઈમ્યુન ડિસીઝનાં સંકેત હોઈ શકે છે. આ બીમારીમાં મગજના એ ભાગ સંકોચાઈ જાય છે જે સૂંઘવાની ક્ષમતા સાથે જોડાયેલા હોય છે.

પાર્કિન્સન્સ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, આ બીમારીથી પીડિત મોટા ભાગના લોકોમાં સુંઘવાની ક્ષમતા ઘટે છે. તેને હાઈપોસ્મિયા કહેવાય છે. આ સ્થિતિ ગંભીર બની શકે છે.

મૃત્યુનું જોખમ 50% સુધી રહે છે
અમેરિકન કોલેજ ઓફ ફિઝિશિયન્સના જણાવ્યા પ્રમામે, જે વૃદ્ધોમાં સૂંઘવાની ક્ષમતા ઓછી જોવા મળે છે તેમનું આગામી 10 વર્ષમાં મૃત્યુ થવાનું જોખમ 50% સુધી વધી જાય છે. જોકે ઘણી વખત સામાન્ય શરદીમાં પણ આ ક્ષમતા ઘટી જાય છે.

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, ગંધ ન પારખી શકાય તેના માટે રાઈનાઈટિસ, દવાની આડઅસર અને વાઈરલ ઈન્ફેક્શન પણ કારણ હોઈ શકે છે. કેટલાક કેસમાં બ્રેન ટ્યુમર પણ તેનું કારણ હોઈ શકે છે. લાંબા સમય સુધી ગંધ ન પારખી શકાય તો તે ડિમેન્શિયા હોઈ શકે છે.

બુકલેટ ટેસ્ટથી જાણો બીમારી છે કે કેમ
આ ટેસ્ટમાં ઘણા બધા પાના હોય છે તેમાં ખાસ પ્રકારની ગંધના નાના બબલ્સ હોય છે. પીડિતને દરેક પાના ખોતરી તેની ગંધ પારખવાનું કહેવામાં આવે છે. જો તેઓ આ ટેસ્ટમાં ખોટી ગંધ પારખે છે અથવા ગંધ પારખી શકતા નથી તો તે સૂંઘવાની ક્ષમતા ઘટી જવાના સંકેત છે. આ ટેસ્ટ ENT સ્પેશ્યાલિસ્ટની હાજરીમાં થવો જોઈએ.

મહિલાઓમાં સૂંઘવાની ક્ષમતા વધુ
ફોર્ટિસ હોસ્પિટલમાં ઈન્ટર્નલ મેડિસીન ડિપાર્ટમેન્ટના સીનિયર કન્સલ્ટન્ટ ડૉ. મનોજ શર્મા કહે છે કે પુરુષોની સરખામણીએ મહિલાઓમાં સૂંઘવાની ક્ષમતા વધારે હોય છે. ગર્ભવતી મહિલાઓમાં આ ક્ષમતા વધી જાય છે.

અન્ય સમાચારો પણ છે...