બ્રિટનમાં 90 વર્ષની માર્ગરેટ કીનને રેકોર્ડ બનાવ્યો છે. વિશ્વભરમાં તેમને ફાઇઝર-બાયોએનટેકની કોરોનાવેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. મંગળવારે ઈંગ્લેન્ડની કોવેન્ટ્રી હોસ્પિટલમાં રસી આપવામાં આવી. આ વેક્સિન અમેરિકાની કંપની ફાઈઝર અને બાયોએનટેકે મળીને તૈયાર કરી છે. બ્રિટનમાં મંગળવારથી સામાન્ય લોકો માટે વેક્સિનેશન શરૂ થઈ ગયું છે.
હવે પરિવારની સાથે વધારે સમય પસાર કરી શકીશ
વેક્સિનનો ડોઝ લીધા બાદ માર્ગરેટે કહ્યું, તે પોતાને ભાગ્યશાળી માને છે કે કોરોનાની પહેલી રસી તેમને આપવામાં આવી. તેમણે કહ્યું, આ મારા જન્મદિવસની સૌથી સુંદર ભેટ છે. હવે હું પરિવારની સાથે વધારે સમય પસાર કરી શકું છું. નવા વર્ષમાં તેમની ખુશીઓમાં સામેલ થઈ શકીશ. એક સપ્તાહ બાદ માર્ગરેટ કીનન પોતાનો 91મો જન્મદિવસ ઉજવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.