• Gujarati News
  • Lifestyle
  • Health
  • Tea Coffee Made From Milk Powder Increases The Habit Of Obesity, High Cholesterol And Diabetes, Leave This Bad Habit Today

હેલ્થ અલર્ટ:મિલ્ક પાઉડરનું સેવન કરતા હો તો સાવધાન, મેદસ્વિતા અને ડાયાબિટીસનો શિકાર બની શકો છો

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મિલ્ક પાઉડર બનાવવાની પ્રોસેસમાં તેનામાં દૂધ જેવા ગુણ રહેતા નથી
  • એડિશનલ શુગરને કારણે મિલ્ક પાઉડરથી ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે

જો તમારા ઘરમાં દૂધ પાઉડરનો ઉપયોગ થાય છે તો તમારે હવે ચેતી જવાની જરૂર છે. નાનાં બાળકો માટે કે કિચનમાં બેકઅપ માટે તમારાં ઘરમાં પણ મિલ્ક પાઉડર વપરાય છે તો તમે તેના નુકસાનથી અવગત થાઓ તે જરૂરી છે. મિલ્ક પાઉડરથી સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન થાય છે ડાયટિશિયન અનીતા ઝા પાસેથી જાણો...

કેવી રીતે બને છે મિલ્ક પાઉડર
મિલ્ક પાઉડર બનાવવા માટે દૂધને કલાકો સુધી ઉકાળવામાં આવે છે. હાઈ ફ્લેમ પર ગરમ થવાને કારણે દૂધના તમામ પોષક તત્વો નાશ પામે છે. તમામ લિક્વિડનું બાષ્પિભવન થઈ ગયા બાદ બચેલા દૂધને સૂકવી તેનો પાઉડર બનાવાય છે. આ પ્રક્રિયાથી બનતાં દૂધ પાઉડરમાં કોઈ ગુણ બચતાં નથી. સાથે મિલ્ક પાઉડર લાંબા સમય સુધી રહે તેના માટે કેમિકલ ઉમેરવામાં આવે છે. તેમાં કાર્બન, પ્રોટીન, પોટેશિયમ અને નાઈટ્રોજન જેવાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. લાંબા સમય સુધી મિલ્ક પાઉડરનું સેવન કરવાથી શરીરમાં ફેટ જમા થઈ જાય છે.

મિલ્ક પાઉડરથી થતાં નકુસાન

  • મેદસ્વિતા: દૂધમાં પ્રાકૃતિક મિઠાસ હોય છે અને પોષક તત્વો હોય છે. મિલ્ક પાઉડરમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ અને શુગરને કારણે મેદસ્વિતાની સમસ્યા વધી શકે છે.
  • ડાયાબિટીસ: ચા બનાવવા અને બાળકોને દૂધ પીવડાવવા માટે ઓરિજિનલ દૂધને બદલે મિલ્ક પાઉડરનો ઉપયોગ કરતાં હો તો ચેતી જાઓ. સતત દૂધ પાઉડરનું સેવન કરવાથી બાળકોને ડાયાબિટીસનું જોખમ રહે છે.
  • હાડકાં નબળાં પડે છે: દૂધ પીવાથી શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમ મળે છે. તો તાજા દૂધને બદલે પાઉડરનો ઉપયોગ કરવાથી હાડકાં નબળાં પડી જાય છે. તાજા દૂધમાં વિટામિન B5, વિટામિન-B12, ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. તે શરીર સ્વસ્થ રાખે છે. મિલ્ક પાઉડરમાં આવાં કોઈ ગુણ હોતા નથી.
  • હાઈ કોલેસ્ટેરોલ રિસ્ક: દૂધથી બનેલા ઘણા પ્રિઝર્વ્ડ ફૂડ પ્રોડક્ટમાં મિલ્ક પાઉડરનો ઉપયોગ થાય છે. તેથી ચા-કોફી, આઈસક્રીમ, મિઠાઈ જેવી વસ્તુઓનું સેવન હાઈ કોલેસ્ટેરોલનું રિસ્ક વધારી દે છે.