ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન:કોઈ પણ વ્યક્તિ સાથે 4 મિનિટ વાત કરવાથી જ સ્વભાવની ખબર પડી જાય છે : રિસર્ચમાં દાવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઘણીવાર લોકો સાથે કલાકો કે મહિનાઓ સુધી પણ વાતો કરે છે તો પણ તે વ્યક્તિના સ્વભાવની ખબર પડતી નથી. પરંતુ થોડા સમય પહેલાં એક સંશોધન કરવામાં આવ્યું હતું કે, લોકોના સ્વભાવને જાણવા માટે ફક્ત 4 મિનિટ જ ઘણી છે. ફક્ત 4 મિનિટમાં જ સામેની વ્યક્તિનું વ્યક્તિત્વ, મિજાજ અને ત્યાં સુધી કે, તેનું આઈક્યૂ લેવલ પણ જાણી શકાય છે. આ સંશોધન પરથી સાબિત થાય છે કે, 'ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન' કહેવત ખોટી નથી.

તાજેતરમાં, યુનિવર્સિટી ઓફ વોરવિક દ્વારા પ્લસ વન જર્નલમાં પ્રકાશિત થયેલા એક સંશોધન પરથી ખબર પડી હતી કે, માત્ર 4 મિનિટની વાતચીતથી તમે જાણી શકો છો કે સામેની વ્યક્તિનું અલગ-અલગ પરિસ્થિતિઓમાં ક્યા પ્રકારનું વર્તન રહેશે.

338 લોકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું
આ રિસર્ચમાં 338 લોકો ઉપર રિસર્ચ કરવામાં આવ્યું હતું. પહેલા તેમની પર્સનાલિટી અને આઈક્યુ ટેસ્ટ લેવામાં આવ્યા અને ત્યાર બાદ તેમને બે ગ્રુપ પાડવામાં આવ્યા હતા. એક ગ્રુપના લોકો એકબીજા સાથે 4 મિનિટ સુધી વાત કરી શકતા હતા, જ્યારે બીજા ગ્રુપના લોકો વાત કરી શકતા ન હતા. આ બાદ જે ગ્રુપ વાતો કરતું હતું તે પરથી ખબર પડી હતી કે, તેઓ અન્ય વ્યક્તિના વ્યક્તિત્વ અને આઈક્યુને વધુ સારી રીતે સમજી શક્યા હતા.

અમને ખ્યાલ આવે છે કે તે મદદરૂપ છે કે નહીં
રિસર્ચર પ્રોફેસર ડેનિયલ સગ્રોઈના જણાવ્યા અનુસાર, વાતચીતમાં પરથી ખબર પડે છે કે સામેની વ્યક્તિ અંતર્મુખ છે કે નહીં. તેઓ એ પણ જાણી શકે છે કે જરૂર પડ્યે તે મદદ કરશે કે નહીં. આ માહિતી સચોટ નથી પરંતુ તે ચોક્કસપણે અનુમાન છે.