બાળકોને ડ્રગ્સની ગંભીરતા સમજાવો:બાળકને ડ્રગ્સ વિશે ડરાવીને નહીં, પણ નિખાલસતાથી વાત કરો, દરેક નશાને રોકવો છે મુશ્કેલ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

લેખક : માઈયા સેજલાવિત્ઝ

લોસ એન્જલસમાં સપ્ટેમ્બર મહિનામાં 15 વર્ષની બે છોકરીને ત્યારે ખબર પડી તેમની પ્રિસ્ક્રિપ્શન દવામાં માદક પદાર્થ (ફેન્ટાનાઇલ) છે અને એનો ઓવરડોઝ લીધેલો છે. છેલ્લા ઘણા સમયથી નશીલા પદાર્થને કારણે યુવકોનાં મૃત્યુમાં બમણો વધારો થયો છે. ફેન્ટાનાઇલ અને સ્ટ્રીટ સિન્થેટિક્સ જેવી દવાઓ સામાન્ય રીતે જોવા મળતી નથી, પરંતુ હેરોઇન, કોકેઇન જેવી પાર્ટી ડ્રગ્સ પ્રિસ્ક્રિપ્શન દવાઓમાં હોય છે.

વિદ્યાર્થીઓએ ડ્રગ્સના જોખમને ઓળખવું જરૂરી
આ સ્થિતિમાં યુવાનો અને કિશોરોમાં ડ્રગ્સની આદતને રોકવા માટે બે મુખ્ય બાબત સામે આવે છે. પહેલી, કિશોરોમાં ડ્રગ્સનો ડર પેદા કરવાને બદલે તેમનો પ્રામાણિકતાથી વિશ્વાસ જીતો.બીજી, શાળા આધારિત કાર્યક્રમોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક દવા પર પ્રતિબંધ મૂકી શકાય નહીં.

મનોચિકિત્સાના સહયોગી પ્રોફેસર ડો. અયાન્ના જોર્ડને જણાવ્યું હતું કે અમારે ખરેખર પ્રામાણિક બનવું પડશે. ડ્રગ્સ વિશેની વાહિયાત વાર્તાઓ કિશોરોને વ્યસન તરફ દોરી શકે છે. સેફ્ટી ફર્સ્ટના રહના હાશ્મી જણાવે છે, ડ્રગ્સથી થતાં જોખમો કેટલાં ગંભીર છે એ ઓળખવા વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનાં છે.

શાળાનાં બાળકોને નશાની લત લાગી શકે છે
2016માં થયેલા એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે કિશોરો અથવા યુવાનોમાં માદક દ્રવ્યોના વ્યસનનું મુખ્ય કારણ પ્રી-શાળામાં જ જોવા મળે છે. અતિશય બેદરકારી અથવા ગંભીર ચિંતા, બાળપણનો આઘાત, ઉપેક્ષા અથવા કોઈપણ નુકસાન બાળકને ડ્રગ્સ તરફ વાળે છે.

યુનિવર્સિટી ઓફ મોન્ટ્રિયલના મનોચિકિત્સક પેટ્રિશિયા કોનરાડ જણાવે છે, બાળકોને ડ્રગ્સથી દૂર રાખવા માટે તેમને યોગ્ય પોષણ આપવું જોઈએ. અભ્યાસ ઉપરાંત રમતગમત જેવી અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.