• Home
  • Lifestyle
  • Health
  • Taking weight loss dietary supplements increases the risk of serious health hazards, death and disability

રિસર્ચ / વજન ઘટાડતાં ડાયટરી સપ્લિમેન્ટ્સ લેવાથી આરોગ્યને ગંભીર નુકસાન, મૃત્યુ અને વિકલાંગતાનો શિકાર બનવાનું જોખમ વધી જાય છે

Taking weight loss dietary supplements increases the risk of serious health hazards, death and disability

Divyabhaskar.com

Jun 11, 2019, 12:23 PM IST

હેલ્થ ડેસ્કઃ શું તમે પણ વજન ઘટાડવા, એનર્જી વધારવા અને મસલ્સ બનાવવા માટે ડાયટરી સપ્લિમેન્ટ્સ લો છો? જો લેતા હો તો સચેત થઈ જાઓ. તાજેતરમાં એક અભ્યાસ થયો છે, જેમાં જાણવા મળ્યું છે કે વજન ઘટાડવાથી લઇને મસલ્સ બનાવવા અને શક્તિ વધારવા માટે વિટામિન્સની સરખામણીએ ડાયટરી સપ્લિમેન્ટ્સ લેવાથી યુવાનો અને બાળકોમાં મૃત્યુ થવાનું અને વિકલાંગતાનો શિકાર બનવાનું જોખમ વધી જાય છે. આવા લોકો વધુ બીમાર રહે છે અને તેમને હોસ્પિટલના બહુ ધક્કા ખાવા પડે છે.


જર્નલ ઓફ એડલેસન્ટ હેલ્થમાં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર, આ પ્રકારનાં સપ્લિમેન્ટ્સ યુવાન લોકોમાં અનેક ગંભીર તબીબી પરિણામો માટે ત્રણ ગણાં વધારે જવાબદાર જોવા મળ્યા. સંશોધકોએ કહ્યું, 'ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન (FDA)એ વજન ઘટાડવા, સ્નાયુઓના નિર્માણ, રમતમાં સારું પ્રદર્શન, સેક્સ્યુઅલ ફંક્શન અને એનર્જી વધારવા માટે વેચવામાં આવતાં આ સપ્લિમેન્ટ્સને લઇને અનેકવાર ચેતાવણી આપવામાં આવી ચૂકી છે. અમે જાણીએ છીએ કે આ સપ્લિમેન્ટ્સ વિશાળ રૂપે યુવાનોને વેચવામાં આવે છે અને તેઓ નિયમિત તેનું સેવન પણ કરે છે. તો આખરે આ સ્પ્લિમેન્ટ્સની તેમના આરોગ્ય પર શું અસર પડી રહી છે? આ તેમના આરોગ્ય માટે કઈ રીતે નુકસાનકારક છે? અમે આ જ સવાલનો જવાબ આપવા માગીએ છીએ.'


આ અભ્યાસ માટે સંશોધકોએ જાન્યુઆરી 2004થી એપ્રિલ 2015 વચ્ચે અમેરિકામાં બનેલી પ્રતિકૂળ ઘટનાઓ અહેવાલો જોયા અને નવજાતથી લઇને 25 વર્ષની ઉંમર સુધીના યુવાનોમાં થતાં ગંભીર મૃત્યુ, વિકલાંગતા અને ગંભીર તબીબી પરિણામોનું વિશ્લેષણ કર્યું, જેઓ વજન ઘટાડવાથી લઇને સ્નાયુઓ બનાવવા સુધી વિટામિન્સની સરખામણીએ ડાયટરી સપ્લિમેન્ટ્સનું સેવન કરતા હતા. સંશોધકો મુજબ, તેમાંની મોટાભાગની પ્રોડક્ટ્સમાં ભેળસેળવાળા તત્ત્વો, હેવી મેટલ, જંતુનાશકો અને ખતરનાક રસાયણો ઉપરાંત એવા ઘટકો પણ જોવા મળ્યા જે સરકાર દ્વારા બેન કરવામાં આવી ચૂક્યા છે.

X
Taking weight loss dietary supplements increases the risk of serious health hazards, death and disability
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી