માથું દુખે છે? મેડિકલમાંથી દવા લો, પેટમાં દુખે છે તો તુરંત જ દોડીને મેડિકલ જાઓ છો, વાળ ખરે છે, લોહી વધારવું છે, હાડકાંમાં વિટામિન ડીની ઉણપને દૂર કરવી છે તો ડોક્ટર પાસે પૈસા બગડ્યા વગર મેડિકલમાંથી જ દવા લો છો તો સમય જતા અનેક બીમારીઓને આમંત્રણ આપો છો.
શું તમને ખબર છે કે, ડોક્ટરની સલાહ લીધા વગર જો દવાઓ ગળવામાં આવે તો હેલ્થ ઉપર ગંભીર અસર પડી શકે છે. બેફામ દવા ભવિષ્ય માટે કેટલી નુકસાનકારક છે, તે આજે કામના સમાચારમાં જાણીશું.
આજના અમારા નિષ્ણાતો છે, ભોપાલના ઇન્ચાર્જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડૉ. બાલ ક્રિષ્ના, ઇન્દોરની મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કૉલેજના એચઓડી ડૉ. વી. પી. પાંડે અને દિલ્હીની ઉજાલા સિગ્નસ હૉસ્પિટલના સ્થાપક નિયામક ડૉ. સુચિન બજાજ.
સવાલ : ઉટીમાં એક વિદ્યાર્થીએ આર્યનની દવા 45 દવા ખાઈ લેતા મોત નીપજ્યું હતું, સ્કૂલમાં આયર્નની દવા ક્યાંથી આવી?
જવાબ : તમામ સરકારી શાળાઓમાં ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓને આયર્ન આપવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ઊટીની શાળામાં શિક્ષકની કેબિનમાં આયર્નની ગોળીઓ રાખવામાં આવી હતી.
સવાલ : નબળાઈ લાગતી હોય અને ડોક્ટરની સલાહ વગર આયર્નની ગોળીઓ લેવી જોઈએ કે નહીં?
જવાબ : ડોક્ટરની સલાહ વગર આયર્નની જ નહીં પરંતુ કોઈપણ દવાઓ ને લેવી જોઈએ, હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ કે, દરેક દવા, ગોળી, ઇન્જેક્શનની કોઈને કોઈ તો સાઈડઇફેક્ટ્સ હોય છે. ડોક્ટરની સલાહ વગર દવા લેશો તો લાભને બદલે નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.
સવાલ : સામાન્ય રીતે એક દિવસમાં આયર્નની કેટલી દવા ખાવી જોઈએ?
જવાબ : જો શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું હોય અને ડૉક્ટરે સલાહ આપી હોય તો તમે એકથી વધારે એટલે કે સવાર-સાંજ દવા લઈ શકો છો. અને જો તમે રૂટિનમાં આયર્નની ઉણપને પૂરી કરવા માટેદવા લઇ રહ્યાં છો તો દિવસમાં એક જ ગોળી ખાવ.
સવાલ : સૌથી વધુ આયર્નની ઉણપ કોને હોય છે? જવાબ :
આ વાતનું ખાસ ધ્યાન રાખો : અમુક નાના બાળકોને માટી ખાવનાઈ ટેવ હોય છે. આ સંકેત પરથી ખબર પડે છે કે, બાળકમાં આયર્નની ઉણપ છે અને આયર્નનો ટેસ્ટ જરૂર કરાવો જોઈએ.
સવાલ : આયર્નની ગોળીઓની કોઈ સાઈડ ઇફેક્ટ્સ છે?
જવાબ સામાન્ય વાત છે, આ ગોળીની પણ સાઈડ ઇફેક્ટ્સ થઇ શકે છે. બધી જ દવાઓ ફેક્ટરીમાં જ બનાવવામાં આવે છે અને દરેક કંપની વિવિધ કમ્પોઝિશનવાળી દવાઓ બનાવે છે. આ સ્થિતિમાં કોઈપણ દવાથી એલર્જી, ઈન્ફેક્શન, શરીરમાં લાલ ફોલ્લીઓ કે બીજી ઘણી સાઈડ ઈફેક્ટ થવાની શક્યતાને નકારી શકાતી નથી.
મેડિકલમાંથી ડોક્ટરની સલાહ વગર દવા લેતા હોવ તો ચેતી જજો
જો સામાન્ય પણ નબળાઈ આવે તો પરિવારમાં કોઈ એક તો એવું સભ્ય હોય છે જે આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન-કેલ્શિયમ ખાવાની સલાહ આપે છે.
આ બાદ સેલ્ફ-મેડિકેશન એટલે જાતે દવાની દુકાને જઈને દવાઓ ખરીદવી અને તેને ખાવી ખૂબ જોખમકારક છે.
કેટલાક એવા કિસ્સા પણ હોય છે જ્યારે લોકો એસિડિટીને ધ્યાનમાં રાખીને ગેસની ગોળીઓ લેતા હોય છે. બે-ત્રણ દિવસ ઘરમાં રહે છે, જ્યારે તબિયત વધારે ખરાબ થઇ જાય છે ત્યારે ખબર પડે છે કે, હાર્ટ અટેક આવ્યો હતો.
ઘરમાં જરૂરી દવાઓ રાખવી બરાબર છે, પરંતુ ખોટી અને બિનજરૂરી દવાઓ ખાવી શરીર માટે જોખમી છે.
સેલ્ફ મેડિકેશનથી બાળકો અને વૃદ્ધોને દૂર રાખો
ડોક્ટરની સલાહ વગર કોઈ પણ વ્યક્તિએ દવા ન લેવી જોઈએ, પરંતુ બાળકો અને વૃદ્ધોએ તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે, બાળકો ને વૃદ્ધોની ઉંમરના કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી રહી છે જેના કારણે અનેક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઘર કરી શકે છે.
જો તમે તમારા બાળકને સપ્લીમેન્ટ્સ આપવાનું વિચારી રહ્યા છો, તો આ માટે ડોક્ટર ની સલાહ અચૂક લો. કારણ કે સપ્લીમેન્ટ્સ કિડની પર નકારાત્મક અસર પડે છે. તમારા બાળકને સપ્લીમેન્ટ્સની જરૂર છે કે નહીં અને જો હા, તો કેટલી છે તે વિશે તમારા ડોક્ટર પાસેથીસંપૂર્ણ માહિતી આપશે.
સવાલ : શું કેલ્શિયમની ગોળી તમારા મરજી અનુસાર ખાઈ શકો છો?
જવાબઃ : ના, બિલકુલ નહીં, કેલ્શિયમની ગોળી ગળતા પહેલાં ડોક્ટરની સલાહ અચૂક લો. કેલ્શિયમની ઉણપ હોય તો તમે અઠવાડિયામાં ચાર દિવસ કેલ્શિયમની ગોળીઓ લઈ શકો છો. આખું અઠવાડિયું ગોળીઓ ન લો. કેલ્શિયમની દવાના ઓવરડોઝથી ગેસ, એસિડિટી, પેટમાં બળતરા અને ઊલટીની સમસ્યા થઇ શકે છે.
સવાલ : ડોક્ટરની સલાહ વગર વિટામિન ડી લેવાથી શું નુકસાન થાય છે?
જવાબ : જો જરૂર કરતા વધારે શરીરમાં વિટામિન ડી વધી જાય છે તો શરીરમાંથી દૂર થતું નથી. શરીરની જરૂરિયાતો અનુસાર સૂર્યપ્રકાશથી જાતે જ વિટામિન ડી મળી જાય છે. તે કોઈ ફળ, ફૂલ, શાકભાજી, કઠોળમાંથી વિટામિન ડી મળતું નથી.
જો વિટામિન ડી નિયમિત રીતે ખાવામાં આવે તો ખૂબ જ વધારે પ્રમાણમાં ભેગું થઇ જાય છે અને ભવિષ્યમાં જોખમ પણ ઉભું કરી શકે છે.
સવાલ : ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કઈ-કઈ દવાઓ ન લેવી જોઈએ?
જવાબ : ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર શેડ્યૂલ X દવાઓ ખરીદી શકાતી નથી. કારણ કે શેડ્યૂલ X દવાના ઓવરડોઝથી શરીરને નુકસાન થઇ શકે છે. આ દવાઓ પડતું લેવાથી આ દવાઓનું વ્યસન થઈ શકે છે. જે થોડા સમય માટે બીમારી અને પીડાથી છુટકારો આપે છે, પરંતુ સંપૂર્ણપણે મટાડતા નથી. એટલે ડોક્ટર જણાવે છે કે કેટલી માત્રામાં દવા લેવી. તેમાં ઉંઘની ગોળીઓ અને પેઇનકિલર્સ પણ શામેલ છે.
શિડ્યુલ Hમાં જોખમી દવાઓ, જેમ કે એલર્જીની દવાઓનો પણ સમાવેશ કરવામાં આવે છે. કેમિસ્ટે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની એક કોપી પણ રાખવી પડે છે, જેના પર તે દવાનું નામ લખેલું હોય છે.
સવાલ : તમારી દવા અને જમવાને શું સંબંધ છે?
જવાબ : ખરેખર દવાઓમાં અનેક પ્રકારના પરમાણુઓ હોય છે, જે એસિડિટી પાછળ જવાબદાર હોય છે. તેથી જ ડોકટરો ભલામણ કરે છે. કેટલીકવાર તેનાથી વિપરીત પણ બને છે. ડોકટરો ખાલી પેટ પર કેટલીક દવાઓ લેવાની ભલામણ કરે છે. તેથી જો દર્દીને ઝડપથી સાજા થવું હોય તો તેના ડોક્ટર પર વિશ્વાસ રાખવો જોઈએ અને તેની સુચનોનું પાલન કરવું જોઈએ.
સવાલ : શું ફાર્માસિસ્ટને દવા લખવાનો અધિકાર છે?
જવાબ : ના, ફાર્માસિસ્ટ અથવા મેડિકલ શોપવાળા કોઈપણ તમને દવાઓ લખીને આપી શકશે નહીં. તમારા પ્રિસ્ક્રિપ્શન પર જે દવા લખેલી છે તે ફક્ત વિતરિત એટલે કે આપવાનો અધિકાર છે.
ફાર્માસિસ્ટ અથવા મેડિકલ શોપવાળાનું કામ દવાને સચોટ રીતે ઓળખવાનું અને દર્દીને તે કેવી રીતે ખાવું તે કહેવાનું હોય છે. તે સ્લિપમાં લખેલી સૂચનાના આધારે આ દવાઓ આપવાની હોય છે.
પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી પાસે કોઈ દવા ન લખેલી હોય તો પણ તે જાતે જ દવા બદલી શકાતી નથી. તેણે સંબંધિત ડોક્ટરને ફોન કરીને આ વાત જણાવવી પડશે. ડોક્ટરની સલાહ પર જ દવા બદલી શકાય છે.
સવાલ : ડોક્ટરની સલાહ વગર કઈ દવાઓ સૌથી વધુ લેવામાં આવે છે?
જવાબ: આમ તો આ લિસ્ટ લાંબુંલચક છે. પરંતુ અમુક દવાઓનો ઉલ્લેખ કરીએ છીએ જેનાથી હેલ્થ ઈશ્યુનું જોખમ રહે છે.
સવાલ : શું આનો અર્થ એ છે કે આયુર્વેદિક, હોમિયોપેથી અને યુનાની દવાઓ સલામત છે?
જવાબ : ના, બિલકુલ નહીં. આયુર્વેદિક, હોમિયોપેથી અને યુનાની દવાઓ વિશે વિચારીને તમને એવું લાગતું હોય કે, આ ઉપચાર પદ્ધતિઓની કોઈ નકારાત્મક અસર થતી નથી, પતો આ વાત મનમાંથી કાઢી નાખજો.
જેમ કે, આયુર્વેદમાં રોગ, રોગ કેટલો ગંભીર છે અથવા ક્યાં તબક્કામાં છે ને દર્દીની શારીરિક સ્થિતિને આધારે કોઈ પણ દવા લેવાની ઘણી રીતો હોઈ શકે છે. આ સ્થિતિમાં જો આપણે બીજા દ્વારા સૂચવવામાં આવેલી દવા ખાઈએ છીએ તો આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.