હેલ્થ ટિપ્સ:લાંબા સમય સુધી પીરિયડ્સ મોડા કરવાની દવા ખાવાથી અનેક તકલીફો થઇ શકે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પિરિયડ્સ કોઈ સમસ્યા નથી, પરંતુ મહિલાઓના શરીરની શારીરિક પ્રવુતિ છે. જે રીતે શરીરમાં બીજી ક્રિયાઓ થાય છે તે જ રીતે માસિક પણ આવે છે. ઘણી મહિલાઓ પિરિયડ્સ મોડા કરવા માટે દવાઓ લે છે, જેની નેગેટિવ અસર શરીર પર પડે છે. થોડા દિવસ પહેલાં મધ્યપ્રદેશથી સમાચાર આવ્યા હતા કે, એક ગામમાં ઘણી મહિલાઓ માસિક મોડું થાય તે માટેની દવાઓ ખાઈ છે, જેથી પૂજા અને ઘર કામમાં કોઈ તકલીફ ના પડે.

ભોપાલમાં ગાયનેકોલોજિસ્ટ ડૉ. દીપ્તિ ગુપ્તા જણાવે છે કે, તબીબી કારણોસર પિરિયડ્સમાં મોડું થવું યોગ્ય છે, પરંતુ જરૂરિયાત વગર દવાઓ લેવાથી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.

પિરિયડ્સમાં મોડું થવું કેટલું યોગ્ય અને કેટલું અયોગ્ય?
મેડિકલ કારણ
એવી સ્થિતિમાં ડોક્ટર પોતે પિરિયડ્સમાં મોડું કરવાનું કહે છે, જેમકે
માનસિક રોગ
કોઈ મહિલા કે બાળકી માનસિક છે તો પિરિયડ્સ દરમિયાન તે સ્વચ્છતાનું ધ્યાન રાખી શકતા નથી. તેથી તેમને પિરિયડ્સમાં મોડું કરવાની સલાહ આપવામાં આવે છે.

લાંબા સમય સુધી પીરિયડ્સને બિનજરૂરી રીતે રોકવાથી માથાના દુખાવાથી લઈને માનસિક બીમારીઓનું જોખમ વધી જાય છે.
લાંબા સમય સુધી પીરિયડ્સને બિનજરૂરી રીતે રોકવાથી માથાના દુખાવાથી લઈને માનસિક બીમારીઓનું જોખમ વધી જાય છે.

એન્ડોમિટ્રિયોસિસ
આ એક એવી સ્થિતિ છે, જેમાં મહિલાઓને પિરિયડ્સના દિવસોમાં બહુ જ દુખાવો થાય છે. લગ્ન બાદ બાળક થવામાં પણ તકલીફ થાય છે. એન્ડોમિટ્રિયોસિસ અને પિરિયડ્સ વચ્ચે સંબંધ છે. જેને ચોકલેટ સિસ્ટ પણ કહેવામાં આવે છે. એન્ડોમિટ્રિયોસિસમાં પિરિયડ્સ દિવસમાં બ્લડ સંપૂર્ણ રીતે બહાર નથી નીકળી શકતું. તે ગર્ભાશયના પાછળના ભાગમાં એકઠું થાય છે. દરેક પીરિયડ્સ દરમિયાન તે ભેગું થાય છે. આ રીતે આ જામેલું લોહી ચોકલેટી રંગનું લાગે છે.

મેન્સ્ટ્રુઅલ માઈગ્રેન
આ એક ગંભીર માથાનો દુખાવો છે, કે પિરિયડ્સ શરૂ થતા પહેલાં અથવા તો પિરિયડ્સ દરમિયાન થાય છે અને આખો મહિનો પણ માથાનો દુખાવો રહી શકે છે. જેનાથી માથાનો દુખાવો, ઊલ્ટી, થાક, ચક્કર જેવી બીમારીઓ થવા લાગે છે.

ગંભીર રોગો
થ્રોમ્બોસાયટોપેનિયા અને એપ્લાસ્ટિક એનિમિયા જેવા ગંભીર રોગોમાં, પિરિયડ્સ રોકવા માટે દવાઓ લઈ શકાય છે. થ્રોમ્બો સાયટોપેનિયામાં ઓછાં પ્લેટલેટ્સ હોય છે અને એપ્લાસ્ટિક એનિમિયામાં લાલ રક્તકણો, પ્લેટલેટ્સ અને શ્વેત રક્તકણો ઓછા હોય છે. આ બંને પરિસ્થિતિઓ બ્લીડિંગ વધુ થાય છે.

રમતવીરની અથવા લશ્કરી કામગીરી
કેટલીકવાર એથ્લેટ અથવા લશ્કરી મહિલાને પણ પિરિયડ્સમાં વિલંબ કરવો પડી શકે છે. કદાચ એથ્લેટ કોઈ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટનો ભાગ બનવા જઈ રહ્યા છે અને સૈનિક કોઈ મોટા ઓપરેશનનો ભાગ બનવા જઈ રહ્યા હોય ત્યારે આ સ્થિતિ થાય છે.

જરૂર વગર પિરિયડ્સમાં વિલંબ, શા માટે? તબીબી અને કાયદેસર બંને રીતે પિરિયડ્સમાં વિલંબ કરવો એ ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓમાં યોગ્ય છે, પરંતુ હવે જેમ જેમ પિરિયડ્સ મોડા કરવાની માહિતી સ્ત્રીઓમાં ફેલાઈ રહી છે, તેમ તે દવાઓનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે.

હવે સ્ત્રીઓ કોઈ પણ કારણ વગર લગ્ન કર્યા પછી, ફરવા જાય છે, કોઈ બીચ પર જાય છે, પૂજા કરી શકતી નથી, જ્યારે ઘરનાં કામો વધી જાય છે અથવા હનીમૂન પર જાય છે ત્યારે પિરિયડ્સમાં વિલંબ કરે છે. મહિલાઓના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

ડૉ. દીપ્તિ જણાવે છે કે, હવે તેની પાસે પિરિયડ્સમાં વિલંબના એક દિવસમાં સરેરાશ ત્રણ કેસ છે જે મેડિકલ કરતાં વધુ નોન-મેડિકલ છે. જો કે લોકો ડૉક્ટરની સલાહ વગર દવાઓ લેતા હોય છે તે પણ જોવામાં આવી રહ્યું છે.

જો પીરિયડ્સ લાંબા સમય સુધી બંધ રહે તો શું?
ડૉ. દીપ્તિ કહે જણાવે છે કે, મધ્યપ્રદેશથી આવેલા સમાચારમાં જ્યારે એક મહિલા મનોચિકિત્સક પાસે પહોંચી તો તેને માનસિક સમસ્યાઓ, ભૂખ ન લાગવી, વજન વધવા જેવી સમસ્યાઓ થઈ રહી હતી.

લાંબા સમય સુધી પિરિયડ્સ રોકવાથી અનેક તકલીફ થઇ શકે છે
લાંબા સમય સુધી પિરિયડ્સ રોકવાથી અનેક તકલીફ થઇ શકે છે

આ કેસ પરથી સમજી શકાય છે કે જો કોઈ મહિલા તબીબી સ્થિતિ વિના પિરિયડ્સમાં વિલંબ કરવા માટે દવાઓ લે છે, તો તેને ગંભીર બીમારીઓ થઈ શકે છે. જો ઓછા સમય માટે અને ડોક્ટરની સલાહથી પિરિયડ્સમાં વિલંબ થાય તો કોઈ સમસ્યા નથી.

કયા રોગો થઈ શકે છે?
વધુ બ્લીડિંગ

જે સ્ત્રીઓને પિરિયડ્સ ખૂબ લાંબા સમય સુધી વિલંબિત કરે છે તેમને અનિયમિત રક્તસ્રાવ થઈ શકે છે. દવાની અસર થોડા દિવસો સુધી જ રહે છે. એવું પણ બની શકે છે કે તમે દવા લેતા હો ત્યારે પણ રક્તસ્રાવ થઈ શકે છે. તેને મેડિકલ ભાષામાં બ્રેકથ્રુ બ્લીડિંગ કહે છે.

કોલેસ્ટ્રોલ વધવું
એવી કેટલીક દવાઓ છે જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. કોલેસ્ટ્રોલ વધવાથી હૃદયની બીમારીઓનું જોખમ વધી જાય છે.

પ્રેગ્નન્સીની ખબર પડતી નથી
ઘણી મહિલાઓ જેઓ દવા લઈ રહી છે તેઓ વિચારે છે કે તેઓ દવા લઈ રહ્યા હોવાથી તેમને માસિક આવતું નથી, પરંતુ તેઓ ગર્ભવતી છે તેથી તેમને માસિક આવતું નથી. આવી સ્થિતિમાં તેમને પ્રેગ્નન્સી વિશે પણ ખબર નથી હોતી.

પગમાં લોહી ભેગું થાય છે
આ દવાઓ લાંબા સમય સુધી લેવાથી પગમાં લોહી ગંઠાઈ જાય છે. જો આ લોહીનો ગંઠો ફેફસાંમાં પહોંચે તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને જ્યારે આ ક્લોટ્સ મગજ સુધી પહોંચે, તો તે વ્યક્તિને અપંગ બનાવી શકે છે.

…તો પિરિયડ્સ રોકવાનો સૌથી સુરક્ષિત રસ્તો કયો છે?
જ્યારે પણ તમે પિરિયડ્સમાં વિલંબ કરવા માટે દવા લો, તો તેને ડૉક્ટરની સલાહ પછી જ લો. ઉપરાંત ડૉક્ટરને તમારા તબીબી ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી જણાવો. જ્યારે જરૂર હોય ત્યારે જ આ દવાઓ લો.