વરસાદની ઋતુમાં ભેજને કારણે ઘણી વસ્તુઓ ખરાબ થઇ જાય છે. ચોમાસુ શરૂ થાય તે પહેલાં ઘરની કેવી રીતે દેખભાળ કરી શકાય તે વિશે જાણીએ.
સિલ્કની સાડીઓની આ રીતે લો સંભાળ
ચોમાસામાં સિલ્કની સાડીઓ ખરાબ થવાનો ભય રહે છે, તેથી આ સાડીઓ ડ્રાઇ ક્લિન કરીને કોટનનાં કવરમાં રાખો. સિલ્કની સાડીઓને પોલીથિનમાં રાખવાની ભુલ ન કરો, નહી તો સાડી ખરાબ થઇ શકે છે.
અનાજ સુકવીને ભરો
વરસાદની ઋતુમાં અનાજ અને દાળમાં જીવાત થઇ જાય છે. જેનાથી બચવા માટે અનાજ અને દાળને તડકામાં સુકવીને બંધ ડબ્બામાં પેક કરી દો. આ સાથે જ તેમા સુકા લીમડાના પાન અને દવાઓ પણ ડબ્બામાં નાખો.
રોલિંગ કાર્પેટને રાખી દો.
ચોમાસામાં ભેજને કારણે રોલિંગ કાર્પેટમાં જીવાત થઇ શકે છે. ચોમાસા પહેલાં રોલિંગ કાર્પેટને તડકામાં સુકવી દો. જો તડકો ન હોય તો, હવામાં જ સુકવી દો. જેથી રોલિંગ કાર્પેટમાંથી ભેજ નીકળી જાય. રોલિંગ કાર્પેટનો ચોમાસા દરમિયાન ઉપયોગ ન કરો.
મસાલાને પણ સ્ટોર કરો
ચોમાસામાં જેટલા મસાલાની જરૂરીયાત હોય તેટલા જ મસાલા રાખો, બીજા મસાલાને એરટાઇટ ડબ્બામાં ભરી દો. ચોમાસામાં ભેજને કારણે મસાલા ખરાબ થઇ જાય છે.
લાકડાનાં ફર્નિચરનું આ રીતે રાખો ધ્યાન
વરસાદ પછી ભેજને કારણે ઘણીવાર સોફા, ટેબલ, દરવાજા કે બારીઓ ફૂલી જાય છે. કેટલીકવાર તેમાં ફૂગ પણ થવા લાગે છે. તેનાથી બચવા માટે કપડામાં મીઠાની પોટલી બનાવીને સોફાની બાજુમાં મૂકો. આ પોટલી 2 દિવસ પછી બદલો. તમે ટેબલ અને દરવાજામાં કલર પણ કરાવી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.