રિસર્ચ / ભાંગનું સેવન કરવાથી અને તેને સૂંઘવાથી માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત મળે છે

Taking Cannabis can relieve headaches and migraines

  • કેનબિનોઈડ્સ જેવા ઘટકો માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપવામાં સક્રિય ભૂમિકા ભજવે છે
  • ભાંગ સૂંઘવાથી માથાના દુખાવાની તીવ્રતાને 47.3% અને માઈગ્રેનની તીવ્રતાને 49.6% ઓછી કરી શકાય છે

Divyabhaskar.com

Nov 29, 2019, 02:18 PM IST

હેલ્થ ડેસ્કઃ ભાંગ ખાવાના કેટલાક ફાયદા છે તો કેટલાક ગેરફાયદા પણ છે. વોશિંગટન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચ મુજબ ભાંગનું સેવન કરવાથી અને તેને સૂંઘવાથી માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત મળે છે.

'જર્નલ ઓફ પેન' નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં આ રિસર્ચ મુજબ ભાંગનું સેવન કરવાથી તીવ્ર માથાના દુખાવાની ગંભીરતાને 47.3% અને માઈગ્રેનની ગંભીરતાને 49.6 ઓછી કરી શકાય છે.

રિસર્ચમાં સામેલ વૈજ્ઞાનિકો અનુસાર કેનબિનોઈડ્સ જેવા ઘટકો માથાનો દુખાવો અને માઈગ્રેનમાં રાહત આપવામાં સક્રિય ભૂમિકા ભજવે છે. તીવ્ર માથાના દુખાવામાં અને માઈગ્રેનમાં ભાંગ સૂંઘવાથી દુખાવાની તીવ્રતાને ઓછી કરી શકાય છે. ભાંગ સૂંઘવાથી માથાના દુખાવાની તીવ્રતાને 47.3% અને માઈગ્રેનની તીવ્રતાને 49.6% ઓછી કરી શકાય છે.

આ રિસર્ચમાં માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યાથી પીડિત લોકોને સામેલ કરવામા આવ્યા હતા. આ તમામ લોકોને ભાંગ સૂંઘાડીને અને તેનું સેવન કરાવીને તેમના સ્વાસ્થ્યનું અવલાઓકન કરવામાં આવ્યું હતું.

X
Taking Cannabis can relieve headaches and migraines

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી