તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Health
  • Taking Both Doses Of Corona Virus From Different Companies Has Mild And Short term Side Effects, Oxford Scientists Claim

રિસર્ચ:કોરોનાની વેક્સિનના બંને ડોઝમાં અલગ અલગ કંપનીઓની વેક્સિન લીધી હોય તો શું થાય? નિષ્ણાતોએ જવાબ શોધી કાઢ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ 50થી વધુ વયના લોકો પર રિસર્ચ કર્યું
  • રિસર્ચમાં વોલન્ટિયર્સને બંને ડોઝ જુદી કંપનીના આપવામાં આવ્યા હતા
  • રિસર્ચમાં જોવા મળ્યું કે બંને ડોઝ અલગ કંપનીના આપવા પર વોલન્ટિર્સને માઈલ્ડ આડઅસર થઈ

મહારાષ્ટ્રના પાર્તુર તાલુકાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો. આ ગામના રહેવાસી 72 વર્ષીય દત્તાત્રેયે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ અલગ કંપનીનો લીધો છે. તેમણે પ્રથમ ડોઝ કોવેક્સિનનો લીધો અને થોડા દિવસ પહેલાં જ બીજો ડોઝ કોવિશિલ્ડનો અપાતા તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વેક્સિનના બંને ડોઝ અલગ અલગ લેવામાં આવે તો ખરેખર તેની સ્થિતિ શું સર્જાય તે અંગે એક રિસર્ચ સામે આવ્યું છે. આવી પરિસ્થિતિમાં આ પ્રકારના રિસર્ચને સમજવું ખાસ જરૂરી છે. લાન્સેટ મેડિકલ જર્નલના રિસર્ચ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ બંને ડોઝ અલગ કંપનીના લે છે તો તેને માથાનો દુખાવો અને કળતર જેવી સમસ્યા થઈ શકે છે, પરંતુ આ આડઅસરો માઈલ્ડ અને થોડા સમય માટે જ હોય છે.

બે અલગ અલગ કંપનીના ડોઝ લેવા પર વ્યક્તિ પર તેની કેવી અસર થાય તે સમજવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે. આ રિસર્ચમાં સામેલ વોલન્ટિયર્સને પ્રથમ ડોઝ એસ્ટ્રાઝેનેકાનો અને બીજો ડોઝ ફાઈઝરનો અપાયો હતો. બંને ડોઝ વચ્ચે 4 અઠવાડિયાંનું અંતર રાખવામાં આવ્યું હતું.

આ રિસર્ચ કરવાનો હેતુ બે અલગ અલગ કંપનીના ડોઝ આપવાથી કેવી આડઅસર થાય તે જાણવાનો સાથે જ લૉ અને મિડલ ઈન્કમ દેશોમાં વેક્સિનની અછત પૂરી કરવાનો છે.

આપણા દેશમાં સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન પ્રમાણે એક જ કંપનીના બંને ડોઝ લેવા અનિવાર્ય છે. જોકે ઘણા દેશ વેક્સિન મૅશ-અપ ફોલો કરી રહ્યા છે. ફ્રાન્સમાં જે લોકોને એસ્ટ્રેઝેનેકાની વેક્સિનનો પ્રથમ ડોઝ લાગયો હતો તેમને બીજો ડોઝ ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિનનો અપાયો છે.

આડઅસર ઓછી પરંતુ ઈમ્યુનિટી અંગે કોઈ તારણ નહિ
ઓક્સફર્ડના પીડિયાટ્રિક્સ અને વેક્સિનોલોજી પ્રોફેસર મેથ્યુ સ્નેપના જણાવ્યા અનુસાર, આ એક રસપ્રદ રિસર્ચ છે તેના પરિણામો એવા બિલકુલ પણ નથી જેની અમે અપેક્ષા રાખી હતી. આ રિસર્ચમાં બંને ડોઝ અલગ કંપનીના આપવામાં આવે તો તેની કેવી આડઅસર થાય છે તેનું અવલોકન કરાયું છે. જોકે આમ કરવા પર કોરોના સામે કેવી ઈમ્યુનિટી બને છે તેના પર આગામી દિવસોમાં રિસર્ચ કરવામાં આવશે.

રિસર્ચ

  • આ રિસર્ચ 50 વર્ષથી વધુ વયના 830 વોલન્ટિયર્સ પર કરવામાં આવ્યું. તેમાં વિવિધ 4 અલગ અલગ કંપનીઓની વેક્સિનનો ઉપયોગ થયો છે.
  • રિસર્ચમાં જોવા મળ્યું કે 10% વોલન્ટિયર્સ જેમને મિક્સ્ડ વેક્સિન ડોઝ આપવામાં આવ્યા હતા તેમને સિંગલ ડોઝની સરખામણીએ વધારે કળતર થઈ હતી.

સ્નેપના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચમાં 50 વર્ષથી વધારે વયના લોકો સામેલ હતા. યંગસ્ટર્સ પર વેક્સિન મિક્સ્ડ અપના અલગ પરિણામો જોવા મળી શકે છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે મિક્સ્ડ વેક્સિનેશન ડોઝમાં બધી જ કંપનીની વેક્સિન કારગર સાબિત થતી નથી, પરંતુ જો વેક્સિનનો ટાર્ગેટ સરખો હોય તો તેમાં વાંધો આવતો નથી. અર્થાત જો અલગ અલગ કંપનીની વેક્સિન વાઈરસના સ્પાઈક પ્રોટીન પર હુમલો કરતી હોય અને તેના ડોઝ આપવામાં આવે તો તે કારગર સાબિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...