રિસર્ચ / લૉ ફેટ ડાયટ લેવાથી પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટે છે

Taking a low fat diet lowers the level of testosterone in men

Divyabhaskar.com

Jan 13, 2020, 12:46 PM IST

હેલ્થ ડેસ્કઃ ટેસ્ટોસ્ટેરોનનું ઉણપ ધરાવતા પુરુષોની સારવાર દરમિયાન યોગ્ય વજન અને ડાયટ પણ લેવું આવશ્યક હોય છે. યોગ્ય વજનની ઉણપ અને લૉ ફેટ ડાયટ લેવાથી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટે છે. ‘યુરોલોજી’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.ટેસ્ટોસ્ટેરોન મેલ સેક્સ હોર્મોન હોય છે.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગો દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં 3100 પુરુષોના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાંથી 14.6% લૉ ફેટ ડાયટ લેતા હતા જયારે 24.4% લોકોને ફ્રૂટ, શાકભાજી અને અનાજ સહિતનો હાઈ ફેટ ડાયટ લેતા હતા.

રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે લૉ ફેટ ડાયટ લેતા પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ 411 ng/dL હતું. સામાન્ય રીતે પુરુષોમાં 435 ng/dL ટેસ્ટોસ્ટેરોનનું લેવલ હોવું જોઈએ. તેના માટે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ, ઉંમર, બોડી માસ ઇન્ડેક્સ, શારીરિક ગતિવિધિઓ સહિતના અનેક પરિબળો જવાબદાર ગણાય છે.

રિસર્ચમાં પુરવાર થયું કે લૉ ફેટ ડાયટ લેવાથી ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટે છે. રિસર્ચમાં સામેલ પુરુષોમાંથી 26.8% પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ 300 ng/dL જોવા મળ્યું હતું. રિસર્ચમાં સામેલ ડોક્ટર્સ અનુસાર લૉ ફેટ ડાયટ અને ટેસ્ટોસ્ટેરોનનાં લેવલ વચ્ચેના સંબંધ વિશે મોટા પાયે રિસર્ચ કરવાની આવશ્યકતા છે. તેથી ચોક્કસપણે જાણી શકાય કે લૉ ફેટ ડાયટ ટેસ્ટોસ્ટેરોનનાં લેવલ ઘટાડવા માટે કેવી રીતે જવાબદાર છે.

X
Taking a low fat diet lowers the level of testosterone in men

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી