હેલ્થ ટિપ્સ:શારીરિક સંબંધ બાંધતા પહેલાં લઇ લો આ વેક્સિન, સર્વાઇકલ કેન્સરનું ઓછું રહેશે જોખમ

5 મહિનો પહેલાલેખક: ઐશ્વર્યા શર્મા
  • કૉપી લિંક

ભારતના 28 પ્રકારના કેન્સરમાં સૌથી વધુ બ્રેસ્ટ કેન્સરના દર્દીઓ છે, આ બાદ બીજા નંબરે સર્વાઇકલ (ગર્ભાશય) કેન્સરના દર્દીઓ છે. દર વર્ષે 1 લાખથી વધુ મહિલાઓ આ કેન્સરનો શિકાર બની રહી છે. પરંતુ આ ગંભીર બીમારી સામે વેક્સિન એક કારગર ઉપાય છે. આ વેક્સિનને HPV ( હ્યુમન પેપિલોમા વાઇરસ) વેક્સિન કહેવામાં આવે છે. જો નાની ઉંમરે આ વેક્સિનનો ડોઝ આપવામાં આવે છે, આ બીમારીની શક્યતા ઘણી ઓછી થઇ જાય છે. આવો જાણીએ સર્વાઇકલ કેન્સર શું છે?

સર્વાઇકલ કેન્સર પાછળ છે આ કારણ
દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડૉ. રૂમા સાત્વિકે જણાવ્યું હતું કે, સર્વાઇકલ કેન્સર હ્યુમન પેપિલોમા વાઈરસ (HPV) નામના વાઈરસથી થાય છે. આ વાઈરસ સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેકશન છે, જે શારીરિક સંબંધ દરમિયાન શરીરમાં પ્રવેશ કરે છે. આ વાઇરસથી સર્વિક્સના કોષોને પણ અસર થાય છે.

પરંતુ આ કેન્સર માટે એચપીવી વાઇરસ જવાબદાર હોય તે જરૂરી નથી, કારણકે આ વાઇરસના ઘણાં પ્રકાર છે. જે વાઇરસમાં વધારે જોખમ હોય તે વાઇરસથી સર્વાઇકલ કેન્સર થઇ શકે છે પરંતુ આ રોગ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઉપર પણ એટલો જ આધાર રાખે છે, જો તમારી ઇમ્યુનીટી સિસ્ટમ સારી હોય તો આ રોગનું જોખમ ઘણું ઓછું રહે છે.

HPV 16 અને 18 થી સર્વાઇકલ કેન્સરનું જોખમ
HPV સર્વાઇકલ કેન્સરનું કારણ માનવામાં આવતું નથી. HPV વાયરસના 100 પ્રકાર છે, પરંતુ માત્ર 18માં પ્રકારમાંજ જોખમ વધારે રહે છે.

11થી 15 વર્ષ સુધી લગાડવામાં આવે છે વેક્સિન
આ કેન્સર HPV દ્વારા ફેલાઈ છે, તેથી આ કેન્સર ન થાય તે માટે રસી આપવામાં આવે છે. ડોક્ટર રૂમા સાત્વિકે જણાવ્યું હતું કે, આ બીમારીથી બચવા માટે 11 થી 15 વર્ષની છોકરીઓને HPV રસી આપવામાં આવે છે. દરેક માતા-પિતાએ તેમની દીકરીને આ ડોઝ અચૂક આપવો જોઈએ.

15 વર્ષની છોકરીઓ માટે 2 ડોઝ આપવામાં આવે
15 વર્ષ સુધીની છોકરીઓને 2 ડોઝ આપવામાં આવે છે. 1 ડોઝ લીધના 6 મહિના બાદ બીજો ડોઝ લેવામાં આવે છે. જો છોકરીની ઉંમર 15 વર્ષથી વધુ હોય તો 3 ડોઝ આપવામાં આવે છે. એક ડોઝ લીધાના 1 મહિના બાદ બીજો ડોઝ અને 6 મહિના બાદ ત્રીજો ડોઝ આપવામાં આવે છે.

સેક્સ્યૂઅલી એક્ટિવ થતા પહેલાં જ લગાવો વેક્સિન
જ્યારે છોકરી સેક્સ્યુઅલી એક્ટિવ ન હોય ત્યારે આ વેક્સિન લગાવવાનો યોગ્ય સમય છે. આ કેન્સર શારીરિક સંબંધ બાંધવાથી થવાની શક્યતા છે તેથી છોકરીઓને નાની ઉંમરમાં જ વેક્સિનનો ડોઝ આપવો જોઈએ.

પરિણીત મહિલાઓ પણ વેક્સિન લઇ શકે
એવું નથી કે નાની ઉંમરની છોકરીઓ જ આ વેક્સિન લઇ શકે. ડો.રૂમા સાત્વિકે જણાવ્યું હતું કે, પરિણીત મહિલાઓને પણ વેક્સિનનો ડોઝ આપવામાં આવે છે. સામાન્ય રીતે આપણે એવું માની લઈએ છીએ કે સ્ત્રીને જીવનભર એક જ પાર્ટનર સાથે શારીરિક સંબંધ હોય તેથી, તેમનામાં સેક્સ્યૂઅલી ટ્રાન્સમિટેડ ચેપનું જોખમ શૂન્ય છે. આપણે માની લઈએ છીએ કે સ્ત્રીને ઈન્ફેક્શન હોય એ જરૂરી નથી.

વેક્સિન લીધા બાદ પેપ ટેસ્ટ જરૂરી છે
HPV રસી સંપૂર્ણપણે સલામત છે. પરંતુ આ પછી પણ પેપ ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટ દ્વારા ગર્ભાશયની તપાસ કરવામાં આવે છે અને કેન્સરના રિપોર્ટ કરવામાં આવે છે.

શાળાઓમાં વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે રસી આપવામાં આવે છે
ભારતમાં અનેક રાજ્યમાં શાળાની વિદ્યાર્થીનીઓને HPV રસી અપાવી રહી છે. આ ઝુંબેશ પહેલીવાર નવેમ્બર 2016માં દિલ્હી સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શરૂ કરવામાં આવી હતી. ધોરણ 6 ની વિદ્યાર્થીનીઓને ડોઝ આપવામાં આવ્યો હતો. 2016 થી 2020 સુધીમાં 11 થી 13 વર્ષની વય જૂથની 13,000 છોકરીઓને રસી આપવામાં આવી હતી. આ પછી 2017માં પંજાબ અને 2018માં સિક્કિમમાં આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી.

તે જ સમયે, આ રસી દિલ્હી રાજ્ય કેન્સર સંસ્થાના દિલશાદ ગાર્ડન અને જનકપુરી સેન્ટરમાં 11 થી 13 વર્ષની છોકરીઓને મફત આપવામાં આવે છે. HPV રસી ભારતમાં બે નામથી વેચાય છે. માર્કેટમાં Cervarix ની કિંમત 3299 રૂપિયા અને Gardasil ની કિંમત 2,800 રૂપિયા છે.