કોરોનાવાઈરસ પર પેરેન્ટ્સને ટિપ્સ:અસ્થમા અને ડાયાબિટીસથી પીડિત બાળકોનું ખાસ ધ્યાન રાખવું, રડતા બાળકો પ્રત્યે બેધ્યાન ના રહો

રાધા તિવારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાથ સેનિટાઈઝ કર્યા વગર બાળકો પાસે ના જાઓ

દુનિયાભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. આ લહેરમાં મોટાની સાથે બાળકો પણ સંક્રમિત થઈ રહ્યા છે. ટીવી એક્ટ્રેસ કિશ્ચર મર્ચન્ટનો 4 મહિનાનો દીકરો, ટીવી એક્ટર મોહિતનો 9 મહિનાનો દીકરો, સોહેલ ખાનનો નાનો દીકરો કોરોના પોઝિટિવ છે. આ વાઈરસની ઝપેટમાં દરેક ઉંમરના લોકો આવી રહ્યા છે. આથી બાળકોમાં કોરોનાના લક્ષણની ઓળખ કરવી ઘણી જરૂરી છે જેથી તમે બીમારીને ગંભીર રૂપે લઇ શકો. દિલ્હી સ્થિત મેક્સ હોસ્પિટલના પીડિયાટ્રિશિયન પરવિંદર સિંહ નારંગ પાસેથી જાણીએ, બાળકોમાં કોરોના લક્ષણ કેવી રીતે ઓળખવા? અને તેમની દેખભાળ કેવી રીતે કરવી?

સેનિટાઈઝ કર્યા વગર બાળકો પાસે ના જાઓ
નાના બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેટ્રી સિન્ડ્રોમ નામનો એક નવો સિન્ડ્રોમ પણ જોવા મળ્યો છે. આનાથી બાળકોના શરીરમાં ઘણા ભાગ પર સોજા આવી જાય છે. બાળકોના શરીર પર ચાંભા જોવા મળે છે. આવા કોઈ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરની મદદ લો. કોઈ બાળકની ઈમ્યુનિટી નબળી હશે કે અસ્થમા જેવી બીમારી હશે તો આ વાઈરસનું જોખમ વધારે છે.

બાળક રડતું હોય તો તેની અવગણના ના કરો
અમારી હોસ્પિટલમાં ઘણા એવા બાળકો પણ આવે છે જેમને કોઈ લક્ષણો નથી હોતા પણ તેમના રડવાથી ચિંતિત થઈને પેરેન્ટ્સ લઈને આવે છે. ટેસ્ટ પછી ખબર પડે છે બાળકમાં કોરોના કે ઓમિક્રોનનો નવો વેરિઅન્ટ છે. ઘણા બાળકોને જમવું ગમતું નથી. એ પછી તેમાં કોરોનાના લક્ષણો દેખાય છે. ડાયાબિટીસ અને અસ્થમાના દર્દીને આનું જોખમ સૌથી વધારે છે. કોઈ લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરને મળો, સૌપ્રથમ તો બાળકને આઈસોલેટ કરો, મોટાભાગના કેસમાં બાળકો ત્રણ કે ચાર દિવસમાં સ્વસ્થ થઈ જાય છે.

મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેટ્રી સિન્ડ્રોમના લક્ષણ
ઘણા બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેટ્રી સિન્ડ્રોમના લક્ષણ દેખાય રહ્યા છે. તેમાં તાવ કે ઠંડી લાગવી, પેટમાં દુખાવો, સ્કિન પર ચામઠા, લાલ આંખો, હાથ અને પગ પર સોજા, શ્વાસની તકલીફ અને માંસપેશીઓમાં દુખાવો એ મુખ્ય લક્ષ્ય છે.

હેન્ડ સેનિટાઈઝેશન કોરોનાથી બચાવશે
જે બાળકોની ઈમ્યુનિટી નબળી હોય છે તેમને કોરોનાનું જોખમમ વધારે હોય છે, તેમની ઈમ્યુનિટી મજબૂત કરવી જરૂરી છે. ભોજનમાં પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ સામેલ કરી શકો છો. ઓઈલી, જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહો. લોકોને મળો તો અંતર રાખીને વાત કરો. ભીડવાળી જગ્યાએ ના જાઓ. ઓફિસ, દુકાન કે મોલમાં સોશિયલ ડિસ્ટન્સ રાખો. કોરોનાવાઈરસ આપણા હાથના રસ્તે થઈને મોઢા, આંખ અને નાકમાંથી થઈને આખા શરીરમાં જાય છે. આથી આપણે સમયાંતરે હાથ સાફ કરવા જરૂરી છે. સાબુ અને સેનિટાઈઝરની મદદથી હાથ સાફ કરતા રહેવા જોઈએ. કોરોનાથી બચવા માટે માસ્કનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. ચહેરા પર ફિટ આવે તેવો માસ્ક પહેરવો જોઈએ.

કોરોનાની ત્રીજી લહેરથી બચવાના ઉપાય

  • બહારથી આવીને સૌથી પહેલાં કપડાં બદલો અને પછી બાળકો-વૃદ્ધજનો પાસે જાઓ.
  • બાળકોને માસ્ક પહેરાવો.
  • રેગ્યુલર ઉપયોગમાં લેવાતી વસ્તુઓને વારંવાર સેનિટાઈઝ કરો.
  • ઘરના પાલતું પ્રાણીઓથી બાળકોને દૂર રાખો.
અન્ય સમાચારો પણ છે...