આયુર્વેદિક લાઈફસ્ટાઈલ:ઉત્તરાયણ પર ખાઓ સફેદ અને કાળા તલ, કોલેસ્ટેરોલ નહીં વધે અને ઈમ્યુનિટી વધારશે, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર

નિશા સિંહા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેરફોલ અને હેરલોસમાં તલ અને ગોળ ખાવાથી ફાયદો થશે
  • તલ અને તેનું તલ ત્વચા, દાંત, મગજ, માંસપેશીઓ અને હાડકા માટે બેસ્ટ છે

ઢોકળા, પાત્રા, મૂઠિયા અને બર્ગરમાં તલ તો જોયા જ હશે. આ ઉપરાંત ઘણી વખત આપણે વાનગીનો દેખાવ આકર્ષક બનાવવા માટે સફેદ અને કાળા તલનો ઉપયોગ કરીએ છીએ. થાનીદ શરુ થાય કે તરત જ આપણે તલ, તેવડી કે તલની ચીક્કી ખાઈએ છીએ. આ શરીરને ગરમ રાખવાની સાથોસાથ ઈમ્યુનિટી પણ વધારે છે. તલ અને તેનું તલ ત્વચા, દાંત, મગજ, માંસપેશીઓ અને હાડકા માટે બેસ્ટ છે.

શાસ્ત્રોમાં તલના 6 ઉપયોગ જણાવ્યા છે
આપણા શાસ્ત્રોમાં તલના 6 ઉપયોગ સારી રીતે વર્ણવ્યા છે. તલના પાણીથી સ્નાન, તલને પીસીને તેનો લેપ સમગ્ર શરીર પર લગાવવો, તલને અગ્નિમાં હોમવા, સ્વર્ગીય પિતૃને અર્પણ કરવા, ભોજનમાં સેવન અને દાન કરવા. આયુર્વેદમાં તલને ચીકણો પદાર્થ માનવામાં આવે છે. તેની તાસીર ગરમ હોય છે. આ પાચનમાં ભારે પડે છે. આથી વધારે ના ખાવા જોઈએ.

સ્ત્રીઓ સાથે સારી મિત્રતા
તલ વાળ અને સ્કિન માટે ફાયદાકારક છે. વાળ અને દાંતને મજબૂતી આપે છે. પેઢાને હેલ્ધી બનાવે છે. તલને પીસીને તેમાં થોડી હળદર મિક્સ કરીને ત્વચા પર લગાવવાથી પિમ્પલ્સ દૂર થશે. કાળા ડાઘ પણ દૂર થઈ જશે.

ઠંડીમાં રોજ એક-એક ચમચી કાળા તલ ચાવીને ખાવાથી શરીરને તાકાત મળે છે. અનિયમિત પીરિયડ હોય તો 4-4 ચમચી સવારે અને સાંજે ગોળ સાથે તલ ખાવા. ચાવીને ખાવાથી વધારે ફાયદો થાય છે. મેનોપોઝ પછી મોટાભાગની મહિલાઓને હાડકાની તકલીફ થાય છે.

તલમાં હાજર કેલ્શિયમ, આયર્ન, મેગેનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને વિટામિન Dનું પ્રમાણ વધારે હોય છે. આ જ કારણે 45થી વધારે ઉંમરની મહિલાઓના હાડકા નબળા પડવા લાગે તો 2 4 ચમચી કાળા તલની સાથે ગોળ ચાવીને ખાવાથી તકલીફ દૂર થશે.

તલનો મુખવાસ ખાવો જોઈએ
મુખવાસ તરીકે તલના અનેક ફાયદા છે. એક કડાઈમાં તલ શેકી લો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર મિક્સ કરો. ભોજન પછી લેવાથી પાચન સારું થશે અને મોઢું પણ સાફ થઈ જશે.

તલમાં કોલેસ્ટેરોલ હોતું નથી. કાર્બોહાઈડ્રેટ, સોડિયમ અને સુગરનું પ્રમાણ પણ નહિવત હોય છે. તલને કોઈ પણ ડીશ સાથે ખાઈ શકાય છે કારણકે 100 ગ્રામ તલની અંદર 650 કેલરી હોય છે. આથી સ્થૂળતાની ચિંતા કર્યા વગર જ તેના પોષણનો ફાયદો ઉઠાવો.

ટીબીના રોગીનું શરીર નબળું પડી જાય તો કાળા તલની સાથે ગોળ આપો. દિવસમાં બે કે ત્રણ વખત લઇ શકાય છે. તેમાં હાજર કેલ્શિયમ, ફોસ્ફરસ અને આયર્નથી ટીબીના દર્દીને તાકાત મળશે અને વજન પણ વધશે.

જો તમારું બાળક પાંચ વર્ષની ઉંમર પછી પણ પથારી ભીની કરતું હોય તો તેને તલ ખાવા આપો. એક વાતનું ખાસ ધ્યાન રાખો કે, ડાયાબિટીસ અને પથારી ભીની કરતા હોય તે સ્થિતિમાં તલ સાથે ગોળ ના આપવો. અલ્ઝાઇમર અને મેમરી લોસ થાય તો કાળા કે સફેદ તલ એક ચમચી અને એક ચતુર્થાંશ ગોળ સાથે ખાઓ અને પાણી પીઓ.

બેબી પ્લાન કરતા પતિ-પત્ની થોડા મહિના સુધી તલ ખાશે તો સારું પરિણામ મળશે. તેનાથી મહિલામાં ઓવેલ્યુશન અને પુરુષમાં સ્પર્મ કાઉન્ટ સુધરે છે. દંપતિના મનની ઈચ્છા પૂરી થશે.

આ મીઠાશ વગર ઉત્તરાયણ અધૂરી છે
મકરસંક્રાંતિ તલ અને ગોળ વગર અધૂરી માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં કહેવત છે, તલ અને ગોળ ખાઓ અને મીઠું બોલો. ગોળ અને તલમાંથી બનેલી મીઠાઈની સેલ્ફ લાઈફ વધારે હોય છે. જિમ જતા લોકોએ તલ અને ગોળની ચીક્કી ખાવી જોઈએ. આ મસલ્સ માટે સારી છે. તેમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. આથી વારંવાર ભૂખ લાગતી નથી.

મહિલાઓમાં થાઈરોઈડને લીધે હેરફોલ અને હેરલોસ થાય છે. તેવામાં તલ અને ગોળ ખાઈને જુઓ, જોરદાર ફાયદો દેખાશે. પીરિયડમાં ઘણી યુવતીઓને વારંવાર તાવ આવે, શરીર તૂટે, કમરમાં દુખાવો જેવી તકલીફ જોવા મળે છે. તેમણે પણ તલ અને ગોળ ખાવો જોઈએ.

કાળા અને સફેદ તલમાં શું અંતર છે?
આમ તો કાળા અને સફેદ તલ એક જેવા જ હોય છે, પરંતુ ફાયદા જોવા જઈએ તો કાળા તલ બેસ્ટ છે. તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ પ્રોપર્ટી વધારે હોય છે. વિટામિન A,E અને પ્રોટીનની પ્રમાણ સફેદ તલમાં વધારે હોય છે. પેટમાં ગેસ કે કબજિયાત હોય ત્યારે તલ અને ગોળનું કોમ્બિનેશન ખાઓ, ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...