અલર્ટ:ફિટ એન્ડ હેલ્ધી રહેવા માટે ઓમેગા-3 સપ્લિમેન્ટ્સ લેતાં હો તો ચેતી જજો, તે હૃદય રોગનું જોખમ વધારે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સપ્ટિમેન્ટ્સમાં DHA હોવાથી હાર્ટ અટેકનું જોખમ રહે છે

કોરોના વાઈરસની એન્ટ્રી થયા બાદ ઈમ્યુનિટી વધારવાના ચક્કરમાં લોકો આડેધડ સપ્લિમેન્ટ્સ લેવા લાગ્યાં છે. લોકોમાં માન્યતા છે કે ઓમેગા-3 ફેટી એસિડના સપ્લિમેન્ટ લેવાથી કોલેસ્ટેરોલ ઓછું થાય છે. જો તમે હેલ્ધી રહેવા માટે ઓમેગા-3 ફેટી એસિડ્સના સપ્લિમેન્ટ્સ લઈ રહ્યા છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. અમેરિકાની IHHI (ઈન્ટર માઉન્ટેન હેલ્થકેર હાર્ટ ઈન્સ્ટિટ્યુટ)ના રિસર્ચ પ્રમાણે આ સપ્લિમેન્ટ્સના કેમિકલથી તે દાવા કરતાં ઊંધું કામ કરે છે. આવાં સપ્લિમેન્ટ્સ લેવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક થવાનું જોખમ રહે છે.

ઓમેગા 3 ફેટી એસિડ
આપણાં સ્વાસ્થ્ય માટે ઓમેગા 3 ફેટી એસિડ જરૂરી છે. પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડનું આ ગ્રુપ આપણા હૃદય, ફેફસાં, ઈમ્યુન સિસ્ટમ અને રક્તવાહિનીઓના ફંક્શન માટે જવાબદાર હોય છે. તે કેન્સરના સેલ્સ રોકવામાં પણ મદદ કરે છે. ઓમેગા-3 ફેટી એસિડની ઊણપને કારણે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન દુખાવાની ફરિયાદ રહે છે.

રિસર્ચ
સાલ્મન અને ટૂના જેવી ફેટી ફિશમાંથી ઓમેગા 3 મળી રહે છે. તેના સપ્લિમેન્ટમાં EPA(ઈકોસાપેનટોઈનિક એસિડ) અને DHA (ડોકોસાહેક્સિનોઈક એસિડ) કેમિકલ્સ હોય છે. રિસર્ચ પ્રમાણે, EPA લોકોમાં હાર્ટ અટેક અને મૃત્યુનું જોખમ ઓછું કરે છે પરંતુ DHA આ જોખમ વધારે છે. ઓમેગા 3 સપ્લિમેન્ટ્સમાં આ 2 કેમિકલ હોય છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સપ્લિમેન્ટને બદલે તેના નેચરલ સોર્સ લેવા જોઈએ.

ઓમેગા 3 ફેટી એસિડની ઊણપનાં લક્ષણો
ડ્રાય સ્કિન અને બળતરાં, નખ પાતળાં થઈ જવા, સાંધાનો દુખાવો, ડ્રાય આઈઝ, વાળ ઉતરવા જેવાં લક્ષણો ઓમેગા 3 ફેટી એસિડની ઊણપ દર્શાવે છે. આ સિવાય થાક, અનિદ્રા, ધ્યાન કેન્દ્રિત ન થવું અને ડિપ્રેશન પણ તેનાં લક્ષણો છે.

આ રીતે ઊણપ દૂર કરો
સપ્લિમેન્ટ્સ લેવાને બદલે સાલ્મન, મેકેરલ, ટૂના, હેરિંગ અને સાર્ડન જેવી ફિશ અથવા અન્ય સી ફૂડ લઈ શકાય છે. જો તમે શાકાહારી છો તો દૂધ, અખરોટ, ફ્લેક્સ સીડ્સ, રાજમા, સોયાબીન અને પાલક લઈ શકાય છે.