રિસર્ચ / હાઈ ક્વોલિટી સ્લીપ લો અને અલ્ઝાઈમર્સ ડિસીઝ થવાનું જોખમ ઘટાડો

Take high quality sleep and reduce the risk of Alzheimer's disease

  • હાઈ ક્વોલિટી સ્લીપ દ્વારા અલ્ઝાઈમર્સનું જોખમ અમુક હદ સુધી ઘટાડી શકાય છે
  • તેનાથી અલ્ઝાઈમર્સ સહિત અન્ય ન્યૂરોડિજેનરેટિવ ડિસીઝમાં ફાયદો થાય છે
  • તાજેતરમાં જ આ વાત એક રિસર્ચમાં સામે આવી છે

Divyabhaskar.com

Nov 03, 2019, 05:02 PM IST

હેલ્થ ડેસ્ક. જ્યારે આપણે ગાઢ નિંદ્રામાં એટલે કે ડીપ સ્લીપમાં હોઈ છીએ તે સમયે આપણા મગજમાં ઘણા પ્રકારના ઈલેક્ટ્રિકલ સિગ્નલ્સ ઉત્પન્ન થાય છે, જે મગજને ક્લિનિંગ કરવાનું કામ કરે છે. તેનાથી અલ્ઝાઈમર્સ સહિત અન્ય ન્યૂરોડિજેનરેટિવ ડિસીઝમાં ફાયદો થાય છે. તાજેતરમાં જ આ વાત એક રિસર્ચમાં સામે આવી છે.

સંશોધકોના જણાવ્યા અનુસાર, રિસર્ચ દરમિયાન તેમને જોયું કે, મગજમાં સ્લો વેવ્સ તરીકે ઓળખાતા ઈલેક્ટ્રોનિક તરંગો મગજમાં એક ક્ષણ માટે જ્યારે જ્યારે આવે છે ત્યારબાદ પલ્સમાં રહેલા ફ્લૂઈડ(પ્રવાહી)ની માત્રા ઓછી થઈ જાય છે. અત્યાર સુધીના રિસર્ચમાં અમે એ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે, આ ઈલેક્ટ્રિક વેવ્સ અલ્ઝાઈમર્સના તે ટોક્સિન્સને ક્લીન કરવાનું કામ કરી રહી છે જે અલ્ઝાઈમર્સ ડિસીઝથી સંબંધિત હોય છે. આ રિસર્ચ ગત ગુરુવારે ‘જર્નલ સાયન્સ’માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.

આ રિસર્ચમાં ઓથર અને ‘બોસ્ટન યુનિવર્સિટી’ના ‘બાયોમેડિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડિરેક્ટર લારા લુઈસ’ના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચ અલ્ઝાઈમર્સ અને ઊંઘની વચ્ચેનો સંબંધ શોધવામાં મદદ કરી શકે છે. હકીકતમાં ડીપ સ્લીપ દરમિયાન મગજના સેરેબ્રાસ્પાઈનલ ફ્લૂઈડમાં અમુક ટેંપ્રેરી ઈલેક્ટ્રિક વેવ્સ જોવા મળે છે અને તેની સાથે બ્રેનમાં લોહીની માત્રા ઓછી થઈ જાય છે. મગજમાં લોહી ઓછું હોવાનો અર્થ ટોક્સિન્સને દૂર કરનારા ફ્લૂઈડ માટે વધારે સ્પેસ હોવી, આ ફ્લૂઈડ તે ટોક્સિન્સને મગજમાંથી દૂર કરે છે, જે અલ્ઝાઈમર્સ ડિસીઝ માટે જવાબદાર છે.


સંશોધકોના જણાવ્યા અનુસાર, આ રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, મગજને સ્વસ્થ રાખવા માટે ઊંઘ પોતાની રીતે કાર્ય કરે છે અને ઊંઘ દરમિયાન વિક્ષેપ માનસિક સ્વાસ્થ્યના ઘટાડા માટે જવાબદાર હોય શકે છે. સાથે એ વાત પણ આ રિસર્ચ દરમિયાન સામે આવી કે હાઈ ક્વોલિટી સ્લીપ દ્વારા અલ્ઝાઈમર્સનું જોખમ અમુક હદ સુધી ઘટાડી શકાય છે.

X
Take high quality sleep and reduce the risk of Alzheimer's disease

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી