દિવસેને દિવસે ઠંડી વધી રહી છે. આ ટાઈમમાં ઘરે વૃદ્ધજનો અને નાના બાળકોને શરદી-ઉધરસની ફરિયાદો વધી ગઈ છે. શિયાળામાં ઇમ્યુનિટી અને મેટાબોલિઝ્મનું ધ્યાન રાખવું પણ જરૂરી છે જેથી આવનારા ટાઈમમાં આવનારા તહેવારમાં તમારી મજા ના બગડે.
કાતિલ ઠંડીથી બચવા માટે રસોડામાં રાખેલા મસાલાનો ઉપયોગ કરી શકો છો. આ મસાલા વિશે જણાવી રહ્યા છે આયુર્વેદિક ફિઝિશિયન ડૉ. શ્રીલલિતા. ઠંડીથી બચવા માટે મેટાબોલિઝ્મ સારું હોવું જરૂરી છે. તેનાથી શરીરમાં એનર્જી પણ રહેશે અને તમારી ફેમિલી પણ ફિટ રહેશે. ઠંડીથી બચવા માટે ઘરેલુ ઉપાય અસરકારક સાબિત થશે.
આ મસાલાને ડાયટ ડોઝમાં સામેલ કરો
જીરું: વધારમાં ઉપયોગમાં લેવાતું જીરું ઔષધીય ગુણોથી ભરપૂર છે. એન્ટિ ફંગલ, એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી હોવાની સાથે રેસ્પિરેટરી સિસ્ટમ પણ તંદુરસ્ત રાખે છે. ઠંડીમાં આ અસરકારક છે. તેનો પાઉડર દહીં અને સલાડ પર નાખી શકો છો.
જાયફળ: ઠંડીમાં આ એક મહત્ત્વનો મસાલો છે. બાળકોને ઠંડી ના લાગે એટલે માલિશના તેલમાં મિક્સ કરવામાં આવે છે. તેનો ઉપયોગ ઇમ્યુનિટી બુસ્ટર તરીકે પણ કરવામાં આવે છે. અડધી ચપટી જાયફળને મધમાં મિક્સ કરીને પીવાથી ઠંડીમાં કફથી રાહત મળે છે. ઠંડીથી બચવા માટે સૂપમાં તેનો પાઉડર મિક્સ કરવો.
મોટી ઈલાયચી: ગળામાં દુખાવો અને તાવથી રાહત મેળવવા માટે મોટી ઇલાયચીનો ઉપયોગ કરો. એક ચપટી ઈલાયચી પાઉડર સૂતા પહેલાં મધની સાથે પીવાથી શરીરમાં ગરમાવો રહે છે. સાથે જ એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર આ મસાલા બ્લડ શુગર પણ કન્ટ્રોલ કરે છે.
તજ: એન્ટિ માઈક્રોબાયલ પ્રોપર્ટીથી ભરપૂર તજની તાસીર ગરમ હોય છે. તે શરદી-ઉધરસમાં રાહત આપે છે. તેનો ઉપયોગ દૂધ, ચા, કોફી અને શેકમાં પણ કરી શકો છો. જો કે, ઉપયોગ કરતી વખતે તેની માત્રાનું પણ ધ્યાન રાખો. કારણકે એક ચપટી પાઉડર જ શરીરને ગરમ રાખવા માટે કાફી છે.
હીંગ: ઓછા તાપમાનમાં હીંગનો ઉપયોગ કરવાથી શરીર ગરમ રહે છે. આના એન્ટિ-ઓક્સિડન્ટ ગુણ શરદી અને કફથી લડવામાં શરીરમાં ઇમ્યુનિટી મેન્ટેન રાખે છે. રેગ્યુલર ડાયટમાં સામેલ કરવાથી અપચો અને ગેસમાં રાહત મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.