તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ ટેક્નિક:તાઇવાનના વૈજ્ઞાનિકો લેઝર લાઇટથી સાંધાનો દુખાવો ઓછો કરી રહ્યા છે, લાઇટથી કેવી રીતે આર્થરાઇટિસનો દુખાવો ઘટી રહ્યો છે જાણો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાઇવાનના વૈજ્ઞાનિકો લેસર લાઇટથી સાંધાનો દુખાવો મટાડવાનું કામ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકો ઘૂંટણના દુખાવાથી પીડિત 20 દર્દીઓની ટ્રાયલ કરી રહ્યા છે. તેમનો દાવો છે કે, લેસર લાઇટ, સૂર્ય કરતાં 100ગણી વધુ તેજસ્વી છે. તે સંધિવાવાળા દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે. તેની મદદથી જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીનું જોખમ પણ ઘટાડી શકાય છે.

લેસર લાઇટ આ રીતે દુખાવો મટાડશે

  • કેથેટરની મદદથી દર્દીની નસમાં લેસર લાઇટ નાખવામાં આવે છે. નસમાં કેથેટર નાખ્યા બાદ 60 મિનિટ માટે લેસર લાઇટ ચાલુ કરવામાં આવે છે. આવું દિવસમાં એકવાર કરવામાં આવે છે. આ કોર્સ 5 દિવસ સુધી ચાલે છે.
  • વૈજ્ઞાનિકોનું માનવું છે કે આનાથી આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. શરીરમાં પોષક તત્ત્વો અને ઓક્સિજનના વધતા પરિભ્રમણને કારણે સાંધામાં ડેમેજ થયેલા ટિશ્યૂ રિપેર થાય છે. આ ઉપરાંત, સાંધામાં આવનારા સોજામાં પણ ઘટાડો થાય છે.
  • વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સારવારની નવી રીતથી શરીરમાં સ્ટેમ સેલ પણ રિલીઝ થાય છે, નવી પેશીઓ બનાવે છે.

ઓસ્ટિયોઆર્થરાઇટિસના દર્દીઓને શા માટે દુખાવો થાય છે?
વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ટેક્નોલોજીથી ઓસ્ટિયોઆર્થરાઇટિસના દર્દીઓને રાહત મળી શકે છે. ઓસ્ટિયોઆર્થરાઇટિસ એક પ્રકારનો સંધિવા છે, જેમાં સાંધાની ધાર પર રહેલા કાર્ટિલેજ ધીમે-ધીમે ડેમેજ થવા લાગે છે. જ્યારે આવું થાય ત્યારે સાંધામાં દુખાવો શરૂ થાય છે. તેની સારવાર પેઇન કિલર્સ અને એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી દવાઓથી કરવામાં આવે છે. કેટલાક કેસોમાં ઈન્જેક્શન પણ આપવામાં આવે છે.

બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે
રિસર્ચ બાદ હવે દર્દીઓ પર ટ્રાયલ ચાલી રહી છે. તાઇવાનની ટ્રાઇ સર્વિસ જનરલ હોસ્પિટલમાં ચાલી રહેલી ટ્રાયલમાં દર્દીઓના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જુદા-જુદા ગ્રુપમાં ત્રણ દિવસ, એક મહિના અને ત્રણ મહિના થેરપી આપ્યા પછી લેસર લાઇટની અસરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય, દુખાવાનું સ્તર અને સાંધાઓની મૂવમેન્ટમાં થતી અસર પણ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...