તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Lifestyle
 • Health
 • Symptoms Of Fatigue, Restlessness And Weakness Even After 6 Months Of Recovery In 76% Of Patients, Quality Of Life Was Damaged By Long Covid

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનમાં કોરોનાની સાઇડ ઇફેક્ટ્સ:76% દર્દીઓમાં રિકવરીના 6 મહિના પછી પણ થાક, બેચેની અને નબળાઈનાં લક્ષણો, લોન્ગ કોવિડથી ક્વોલિટી ઓફ લાઇફને નુકસાન થયું

8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ચીનના નેશનલ સેન્ટર ફોર રેસ્પિરેટરી મેડિસિનના રિસર્ચર્સનો દાવો
 • કહ્યું - કોરોનાના ગંભીર દર્દીઓને ડિસ્ચાર્જ આપ્યા બાદ પણ તેમની દેખરેખ કરવી જરૂરી

કોરોનાના ગઢ ગણાતા વુહાનમાં દર્દીઓ પર કોરોનાની અસર ઓછી નથી થઈ રહી. ચેપ લાગ્યા બાદ અને રિકવરી થયાના 6 મહિના પછી પણ 76% દર્દીઓમાં હજી પણ લક્ષણો જોવાં મળી રહ્યાં છે. સ્ત્રીઓમાં તેના કિસ્સા વધુ છે.

લેન્સેટ જર્નલમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, દર્દીઓમાં હજી પણ લોન્ગ કોવિડની અસર જોવા મળી રહી છે. આ દર્દીઓમાં થાક, નબળા સ્નાયુઓ, ઊંઘ ન આવવાની તકલીફ, બેચેની અને ડિપ્રેશન જેવાં લક્ષણો જોવાં મળી રહ્યાં છે. ચીનમાં નેશનલ સેન્ટર ફોર રેસ્પિરેટરી મેડિસિનના રિસર્ચર્સ દ્વારા આ રિસર્ચ કરવામાં આવ્યું હતું.

કોરોનાની અસર કેટલો સમય રહેશે તે શોધવું પડશે
રિસર્ચર બિન કાઓ કહે છે કે, રિકવરી પછી કોરોનાની અસર કેટલી લાંબા સમય સુધી રહે છે તે શોધી શકાય છે. અમે તેના પ્રારંભિક તબક્કે છીએ. ગંભીર કોરોનાના ચેપથી પીડાતા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપ્યા પછી પણ તેમની દેખરેખ રાખવી જરૂરી છે.

1,733 દર્દીઓ પર રિસર્ચ કરાયું
રિસર્ચર્સના જણાવ્યા અનુસાર, આ રિસર્ચ કોરોનામાંથી રિકવર થનારા 1,733 દર્દીઓ પર થઈ છે. આ તમામ દર્દીઓ વુહાનની જિનયિતાન હોસ્પિટલના છે, જેમને ગયા વર્ષે જાન્યુઆરીથી મે મહિના દરમિયાન રજા આપવામાં આવી હતી. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, 76% દર્દીઓમાં લક્ષણો છે. 63% થાક અને સ્નાયુઓની નબળાઇ નોંધાઈ હતી. તેમજ, 26% લોકોને અનિંદ્રાની સમસ્યા હતી.

લોન્ગ કોવિડ શું છે?

 • લોન્ગ કોવિડની કોઈ તબીબી વ્યાખ્યા નથી અથવા તેનાં લક્ષણોનું લિસ્ટ પણ નથી. જે દર્દી કોવિડ-19 નેગેટિવ થઈ ગયા, તેમને મહિનાઓ પછી પણ સમસ્યાઓ પેદા થઈ રહી છે. કોવિડ-19માંથી રિકવર થયા પછી પણ લક્ષણોનો લાંબા ગાળા સુધી અનુભવ જ લોન્ગ કોવિડ છે.
 • લોન્ગ કોવિડથી પીડાતા બે લોકોનાં લક્ષણો સંપૂર્ણપણે જુદા હોઈ શકે છે. પરંતુ સામાન્ય લક્ષણ થાક છે. શ્વાસ લેવામાં મુશ્કેલી, ઉધરસ, સાંધાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, સાંભળવાની અને જોવાની સમસ્યા અને ગંધ અને સ્વાદ ન આવવો વગેરે સામેલ છે.
 • આ સાથે, આંતરડા, કિડની, ફેફસાં અને હૃદયને નુકસાન સંબંધિત સમસ્યાઓ છે. માનસિક આરોગ્ય સમસ્યાઓ જેવી કે ડિપ્રેશન, એન્ઝાયટિ અને સ્પષ્ટ વિચારસરણી માટેના સંઘર્ષ વગેરે પણ જોવાં મળી રહી છે. આ મુશ્કેલીઓ કોઈપણ વ્યક્તિની ક્વોલિટી ઓફ લાઇફ બગાડી શકે છે.
 • લોન્ગ કોવિડ શબ્દનો ઉપયોગ પહેલીવાર એલિસા પેરેગો (યુનિવર્સિટી કોલેજ લંડનનાં રિસર્ચ અસોસિએટ) દ્વારા સૌપ્રથમ મે 2020માં કોવિડ-19 ના અનુભવો શેર કરીને કર્યો હતો. ત્યારબાદ ઘણા દર્દીઓ આવા અનુભવો સંભળાવી ચૂક્યાં છે.

જો તમને લોન્ગ કોવિડ હોય તો શું કરવું?
બ્રિટિશ મેડિકલ જર્નલ સાથે સંકળાયેલા ડોક્ટર્સ અને એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો તમે કોવિડ-19માંથી રિકવર નથી થઈ રહ્યા, જો તમારાં લક્ષણો સંપૂર્ણ રીતે જતા નથી રહ્યા અને ઇન્ફેક્શન નેગેટિવ આવ્યા બાદ પણ લક્ષણો વધતાં જોવા મળી રહ્યા હોય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
 • Divya Bhaskar App
 • BrowserBrowser