નવાં લક્ષણો / કોરોનાથી સ્વસ્થ થયાં બાદ પણ ગરદનમાં દુખાવો થવો એ કોરોનાનાં લક્ષણો હોઈ શકે છે

Symptoms of corona can be neck pain even after recovery from corona
X
Symptoms of corona can be neck pain even after recovery from corona

  • ઈટાલીમાં 18 વર્ષની મહિલામાં ગરદનમાં દુખાવાના લક્ષણો જોવા મળ્યા, સારવાર કરી રહેલા ડોક્ટર ફ્રેંસેસ્કોના જણાવ્યા અનુસાર, થાઈરોઈડ ગ્લેન્ડમાં સોજોએ કોરોના વાઈરસનું ઈન્ફેક્શન હોઈ શકે છે
  • કોરોનાવાઈરસ હવે સબએક્યૂટ થાઈરોડાઈટિસ જેવી સ્થિતિ પણ શરીરમાં પેદા કરે છે
  • સબ એક્યૂટ થાઈરોડાઈટિસ સામાન્ય રીતે 20થી 50 વર્ષની મહિલાઓમાં જોવા મળે છે
  • તેમાં તાવ, ગરદન અને કાનમાં દુખાવો થાય છે

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 02:39 PM IST

કોરોનાવાઈરસમાં દિવસેને દિવસે ફેરફાર જોવા મળી રહ્યો છે. તેવી જ રીતે તેનાં સંક્રમણના લક્ષણોમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. ગરદનમાં દુખાવો થતો હોય તો પણ કોરોનાનું સંક્રમણ હોઈ શકે છે. ઈટાલીમાં આ પ્રકારનો એક કેસ સામે આવ્યો છે. કોરોનાવાઈરસથી સ્વસ્થ થયેલી મહિલાને તાવ અને ગરદનમાં દુખાવો થતો હતો. સારવારમાં માલુમ પડ્યું કે તેને ફરી કોરોનાનું સંક્રમણ થયું છે. આ મહિલાની સારવાર કરી રહેલા ડોક્ટર ફ્રેંસેસ્કોના જણાવ્યા અનુસાર, કોરોનાવાઈરસ હવે સબએક્યૂટ થાઈરોડાઈટિસ જેવી સ્થિતિ પણ શરીરમાં પેદા કરે છે.

વાઈરલ ઈન્ફેક્શનનું કારણ થાઈરોઈડ ગ્રંથિમાં સોજો

ડોક્ટર ફ્રેંસેસ્કોના જણાવ્યા અનુસાર, આ કેસ એવો પ્રથમ કેસ છે જેમાં કોરોનાના સંક્રમણ બાદ ગરદનના દુખાવાના લક્ષણો મળ્યા છે. સબએક્યૂટ થાઈરોડાઈટિસની સ્થિતિમાં થાઈરોઈડ ગ્લેન્ડમાં વાઈરલ ઈન્ફેક્શન થવાથી સોજો આવે છે. આ સોજાને કારણે દુખાવો થાય છે.

ડોક્ટર્સે અલર્ટ રહેવાની આવશ્યકતા

ડોક્ટર ફ્રેંસેસ્કોના જણાવ્યા અનુસાર કોરોનાવાઈરસના મામલામાં અલગ પ્રકારના લક્ષણો જણાઈ આવે તો ડોક્ટર્સે ચેતી જવાની જરૂર છે. આ મહિલામાં કોરોનાથી સ્વસ્થ થયા બાદ ગરદનમાં દુખાવાના લક્ષણો મળ્યા છે. સાથે જ તે તાવથી પણ પીડિત હતી.

થાઈરોડાઈટિસનું કારણ કોરોનાનું સંક્રમણ

ડોક્ટર ફ્રેંસેસ્કોના જણાવ્યા અનુસાર સબએક્યૂટ થાઈરોડાઈટિસનું પ્રારંભિક કારણ કોરોનાવાઈરસનું સંક્રમણ હોઈ શકે છે. જોકે સામાન્ય રીતે તે 20થી 50 વર્ષની મહિલાઓમાં જોવા મળે છે. તેમાં તાવ, ગરદન, જડબું અને કાનમાં દુખાવો થાય છે

દુખાવા સાથે તાવ આવે તો અલર્ટ થવું

નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર. આ સમસ્યા સામાન્ય રીતે થાઈરોઈડ હોર્મોનનું સ્તર ઓછું થવાથી થાય છે. તેનાં ગંભીર લક્ષણો હોઈ શકે છે. જો દુખાવા સાથે તાવ પણ આવે તો અલર્ટ થવાની જરૂર છે.

CDCએ કોરોનાવાઈરસનાં નવાં લક્ષણો જાહેર કર્યાં

અમેરિકાની મેડિકલ સંસ્થા CDC (સેન્ટર ફોર ડિસીઝ એન્ડ કન્ટ્રોલ)એ કોરોનાવાઈરસનાં નવાં લક્ષણોની યાદી જાહેર કરી છે. તેમાં નવાં 6 લક્ષણો ઉમેરાયાં છે. તેમાં સતત માથાનો દુખાવો, ગળામાં દુખાવો થવો, સુગંધ, વાસ અને સ્વાદની ઓળખ  ન થવી, વધારે ઠંડી લાગવી, ધ્રુજારી સાથે ઠંડીનો અનુભવ અને માંસપેશીઓમાં દુખાવો થવાના લક્ષણો સામેલ છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી