• Gujarati News
  • Lifestyle
  • Health
  • Swelling In The Muscles Of 60% Of Patients Who Die From Corona, Different From Inflammation Of The Heart And Kidneys

ઑટોપ્સી રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો:કોરોનાથી મૃત્યુ પામનાર 60% દર્દીઓના માંસપેશીઓમાં સોજો, તે હૃદય અને કિડનીના સોજા કરતાં અલગ

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્મનીના સંશોધકોએ કોરોનાથી મૃત્યુ પામેલાં 54 લોકો પર રિસર્ચ કર્યું
  • આ પ્રકારના સોજાથી કોરોના દર્દીનું મૃત્યુ સંભવ છે

કોરોના વાઈરસ અંગે ડરામણો રિપોર્ટ સામે આવ્યો છે. જર્મનીની એક યુનિવર્સિટીના રિપોર્ટ પ્રમાણે કોરોનાથી મૃત્યુ પામનાર 60% દર્દીઓમાં માંસપેશીઓમાં સોજો જોવા મળ્યો. આ વાત કોરોનાના 43 દર્દીઓના ઑટોપ્સી રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટ પ્રમાણે આ ગ્રુપમાં સામેલ 10 માંથી 6 દર્દીઓમાં નબળાઈ અને માંસપેશીઓમાં સોજો જોવા મળ્યો હતો. આ સોજો હાર્ટ અને કિડનીના સોજા કરતાં અલગ હતો.

સંક્રમિતના મસલ્સમાં ઈજાનું જોખમ વધે છે
રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, સોજો એટલો ગંભીર હતો કે તેના પરથી કહી શકાય કે કોરોના દર્દીઓમાં મસલ્સ ઈન્જરી બાદ તેમનું મૃત્યુ થઈ શકે છે. જે દર્દીઓ બચી જાય છે તેમને લાંબા ગાળા સુધી નબળાઈનો સામનો કરવો પડે છે.

બે તૃતયાંશ દર્દીઓમાં નબળાઈ અને દુખાવો

રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી સર્વાઈવ કરનાર બે તૃતયાંશ દર્દીઓમાં થાક, માંસપેશીઓમાં નબળાઈ અને માંસપેશીઓમાં દુખાવાની ફરિયાદ જોવા મળી. જામા જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ પ્રમાણે, સંશોધકોએ માર્ચ 2020થી ફેબ્રુઆરી 2021 વચ્ચે કોરનાથી મૃત્યુ પામનાર 54 દર્દીઓ પર રિસર્ચ કર્યું.

63 દિવસ પછી સંક્રમિતોનો આંકડો 11 લાખથી ઓછો
દેશમાં શુક્રવારે 84,573 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ દરમિયાન 3996 લોકોનું મૃત્યુ થયું. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 22 હજાર 592 લોકોએ કોરોનાને મ્હાત આપી. નવા સંક્રમિતોની સંખ્યા છેલ્લા 71 દિવસોમાં સૌથી ઓછી છે.

એક્ટિવ કેસોની સંખ્યા 42,085 છે. હાલ દેશમાં 10 લાખ 76 હજાર 268 સંક્રમિતોની સારવાર કરી રહી છે. આ આંકડો 63 દિવસ પછી 11 લાખથી નીચે આવ્યો છે. આ પહેલાં 9 એપ્રિલે 10 લાખ 41 હજાર 52 એક્ટિવ કેસ હતા.

પોઝિટિવિટી રેટ સતત 5મા દિવસે 5%થી ઓછો રહ્યો છે. દેશમાં 19.89 લાખ ટેસ્ટ થયા તેમાંથી 4.3% પોઝિટિવ કેસ સામે આવ્યા. અર્થાત 100માંથી 4 કે 5 લોકો સંક્રમિત થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...