આપણી આજુબાજુમાં ઘણીવાર લોકોના પરસેવાની દુર્ગંધ આવતી રહે છે. લોકો પરસેવાની દુર્ગંધથી દૂર ભાગતા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે પરસેવો અને એની દુર્ગંધ બંને તમારા માટે ફાયદાકારક છે. પરસેવાથી શરીર હાઇડ્રેટ જ નથી રહેતું, પરંતુ અનેક બીમારીઓથી પણ બચાવે છે. આપણી ત્વચા પર 200થી વધારે બેક્ટેરિયા હોય છે.
જ્યારે પરસેવો નીકળે છે ત્યારે બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે. પરસેવામાં કોઈ ગંધ નથી હોતી, પરંતુ આપણી બગલ અને જાંઘ વચ્ચેથી જે પરસેવો નીકળે છે એમાં તેલ, ચરબી અને પ્રોટીન પણ હોય છે. અમુક પ્રકારના બેક્ટેરિયા અહીં વધુ એક્ટિવ થઈ જાય છે, તેથી શરીરનાં આ અંગમાં વધુ દુર્ગંધ આવે છે, પરંતુ આ બેક્ટેરિયા ખરજવું જેવા રોગો સામે રક્ષણ આપે છે. પરસેવો MRSA જેવી બીમારીઓને પણ દૂર રાખે છે. એના બેક્ટેરિયા સામાન્ય રીતે હોસ્પિટલોની આસપાસ જોવા મળે છે. અમેરિકામાં મોટી વસતિ આ રોગથી પરેશાન છે.
બેક્ટેરિયા પરસેવાના પરમાણુઓને ખાઈ જાય
જીવવિજ્ઞાની ગેવિન થોમસ જણાવે છે, પરસેવામાં દુર્ગંધ આપણા શરીર પરના બેક્ટેરિયાને કારણે આવે છે. ભૂખ્યા બેક્ટેરિયા પરસેવાના અણુઓ ખાય છે, જેમાંથી અન્ય પરમાણુઓ બને છે, જેની અલગ-અલગ ગંધ હોય છે.
પરસેવો એક પ્રકારનો એન્ટીબાયોટિક જ્યૂસ છે
ડર્મિટોલોજિસ્ટ રિચર્ડ ગેલો જણાવે છે, તમારા પરસેવામાં એક પ્રકારનો એન્ટીબાયોટિક જ્યૂસ છે, જે હાનિકારક બેક્ટેરિયા સામે લડવા માટે એક દીવાલ તૈયાર કરે છે. એન્ટીબેક્ટેરિયલ સાબુથી સ્નાન કર્યા પછી પણ એ તમારા શરીર પર રહે છે. આ બેક્ટેરિયા સ્નાન કર્યા પછી 10 મિનિટમાં ફરીથી તૈયાર થઈ જાય છે અને તમને સ્વસ્થ રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.