3 મિનિટમાં સમજો:'લૂ'માં બેદરકારીપૂર્વક ફરનારા લોકો બચીને રહેજો! નહીંતર જીવન પર જોખમ આવી શકે છે

2 મહિનો પહેલા

ગરમી આ શબ્દ સાંભળતા જ પરસેવે રેબઝેબ, કાળઝાળ તડકો, ભેજ અને બીજું ઘણું બધું મહેસુસ થવા લાગે છે. એપ્રિલમાં જ ગરમીએ પોતાનું આકરું સ્વરૂપ બતાવી દીધું છે. ગરમી ભલે ગમે તેટલી વધી જાય પણ આખો દિવસ AC ચાલુ રાખીને ઘરમાં બેસી શકતા નથી, બહાર નીકળવું જ પડે છે અને બહાર નીકળતાની સાથે જ લૂ નો સામનો કરવો પડશે. જે લોકો લૂ ની સમસ્યાને હળવાશથી લે છે, તેમને જણાવી દઈએ કે જો બહાર નીકળતા સમયે બેદરકારી દાખવવામાં આવે ને લૂ લાગી જાય તો તે મોતનું કારણ પણ બની શકે છે. દર વર્ષે હીટવેવના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે.

જુઓ કેટલું છે તાપમાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર...

 • દિલ્હીમાં 29 એપ્રિલે તાપમાન 43.5 ડિગ્રી નોંધાયું હતું.
 • ગુરુગ્રામમાં ૨૮ એપ્રિલે ૪૫.૬ ડિગ્રી તાપમાનનો પારો નોંધાયો હતો.
 • મધ્ય પ્રદેશમાં ખજુરાહો અને નાગાંવમાં પારો 45.6 ડિગ્રીએ પહોંચી ગયો છે.
 • યુપીના પ્રયાગરાજમાં 45.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
 • મહારાષ્ટ્રમાં અકોલામાં 45.4 ડિગ્રી અને બ્રહ્મપુરીમાં 45.32 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
 • મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન સહિત 18 રાજ્યોના 20થી વધુ શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.

સૌથી પહેલા હીટસ્ટ્રોકના લક્ષણો વિશે જાણીએ

ફોર્ટિસ હોસ્પિટલના મેડિસિન કન્સલ્ટન્ટ ડો.બી.એન.સિંઘના જણાવ્યા અનુસાર...

 • શરીર ઝડપથી થાક અનુભવશે.
 • દુખાવો અને શરદી-ઉધરસની સમસ્યા થઈ શકે છે.
 • શરીર ડિહાઇડ્રેટ થઈ શકે છે.
 • ઉલ્ટી અને ઝાડા થવાની સમસ્યા પણ થઈ શકે છે.

શું કોઈ વ્યક્તિ હીટસ્ટ્રોકથી મરી શકે છે?

હા, કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલના ડોક્ટર શરદ શેઠના જણાવ્યા અનુસાર તાપમાનમાં વૃદ્ધિ થાય તો તેની સીધી અસર માનવ શરીર પર પડે છે. જેમ-જેમ તાપમાન વધે છે તેમ-તેમ શરીરની ગરમી વધવા લાગે છે. ગરમીનો અનુભવ થાય એટલે શરીરના જુદા-જુદા ભાગોમાં લોહી પહોંચાડતી રક્તવાહિનીઓ પર પણ તેની અસર થવા લાગે છે. શરીરના દરેક અંગને કામ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે. જેનાથી મગજ, હૃદય, લીવર, કિડનીને નુકસાન થાય છે. ગરમીની સૌથી વધુ અસર કિડની પર પડે છે, કારણકે શરીરમાં પાણીની કમીના કારણે પેશાબ બંધ થઈ જાય છે. આ રીતે મૃત્યુ પણ થઈ શકે છે.

આરોગ્ય મંત્રાલયે હીટવેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું? તે અંગે કેટલાક સૂચનોની યાદી જાહેર કરી છે. તેને નીચે મુજબ છે, તેને વાંચો અને અનુસરો.

કાળઝાળ ગરમીમાં શું ન કરવું?

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર...

 • જો તમે કામ ના હોય તો તડકામાં બહાર ના જાઓ, તેનાથી લૂ લાગી શકે છે.
 • બપોરના સમયે વધારે પડતું મહેનતવાળું કામ ના કરવું
 • જો તમે રાત્રે 12 થી 3 વાગ્યા સુધી ઘરની બહાર ના નીકળો તો સારું રહેશે.
 • આલ્કોહોલ, ચા, કોફી અને સોફ્ટ ડ્રિંક્સ ના પીવો.
 • તડકામાં પાર્ક કરેલી કારની અંદર બાળકો કે પાલતુ પ્રાણીઓને ના છોડો.
 • ડાર્ક કલર, સિન્થેટિક અને ટાઇટ કપડાં પહેરીને તડકામાં ના જવું.

લૂ લાગવા પર શું ના કરવું?
ડો.મેધાવી અગ્રવાલના જણાવ્યા અનુસાર...

 • જો કોઈ વ્યક્તિ બેભાન હોય કે ઉલ્ટી થતી હોય તો તેને પીવા માટે કંઈપણ આપવું નહીં.
 • શરીરનું તાપમાન ઓછું કરવા માટે મન ફાવે તેવી દવા ના આપો.
 • દર્દીને એવા રૂમમાં ના રાખો કે, જ્યાં સીધો સૂર્યપ્રકાશ હોય.
 • એસી રૂમમાંથી ઉઠીને સીધા તડકામાં ના જવું.
 • તડકામાંથી આવીને તરત જ હાથ અને મોઢું ધોઈ ના લો.

આ ઋતુમાં શું ખાવું?

 • બીલાનો રસ પીવાથી શરીર ઠંડુ રહે છે. ઉનાળાની ઋતુમાં ઝાડા-ઉલ્ટીની સમસ્યા વધુ પડતી જોવા મળે છે. આ વસ્તુનું સેવન તેનાથી રાહત આપે છે.
 • આમપન્ના શરીરને હાઇડ્રેટ કરવા માટે ફાયદાકારક સાબિત થાય છે. તે પાચનતંત્ર તેને યોગ્ય રાખે છે અને ફૂડ પોઇઝનિંગ સામે રક્ષણ આપે છે.
 • લીલા શાકભાજીમાં લીલા શાકભાજીમાં કેરોટીનોઈડ્સ સમાવિષ્ટ હોય છે, જે શરીરમાં વિટામિન-એ બનાવવાનું કામ કરે છે. ધોમધખતા તડકામાં તે ત્વચાને રક્ષણ આપે છે, તેનાથી શરીરનું તાપમાન પણ સામાન્ય રહે છે.
 • તરબૂચ, કાકડી જેવા ફળો ખાઓ. તેમાં પાણી હોય છે, જે ડિહાઇડ્રેશન સામે રક્ષણ આપે છે. તરબૂચમાં રહેલું લાઈકોપીન તડકામાં ત્વચાને નુકસાન કરતા બચાવે છે.

કયા લોકોને ગરમીથી સૌથી વધુ જોખમ છે?

 • વૃદ્ધો
 • પહેલેથી જ બીમાર લોકો
 • નબળી ઇમ્યુનીટીવાળા

આખરે જાણો હીટવેવ પર ક્યાં-ક્યાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું?

 • મોટાભાગના રાજ્યોમાં પારો નીચે આવવાની શક્યતા નથી.
 • આગામી 5 દિવસ સુધી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.
 • રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ આગામી 4 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ પર છે.