બ્રેસ્ટફીડિંગ અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન:સર્વેમાં ચોંકાવનાર ખુલાસો, 'બ્રેસ્ટફીડિંગ' એ સ્ત્રીના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રેસ્ટફીડિંગ અને માનસિક સ્વાસ્થ્ય વચ્ચે આંકડાકીય રીતે નોંધપાત્ર સંબંધ ધરાવતા 36 અભ્યાસોમાંથી 29 અભ્યાસોમાં એવું જાણવા મળ્યું હતું કે, બ્રેસ્ટફીડિંગ એ માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે અને એક અભ્યાસમાં તો એવું જાણવા મળ્યું છે કે, બ્રેસ્ટફીડિંગ એ માતાના માનસિક સ્વાસ્થ્ય વચ્ચે કંઈક સંબંધ છે. એક નવા અભ્યાસની સમીક્ષા દરમિયાન માતાના માનસિક સ્વાસ્થ્ય અને બ્રેસ્ટફીડિંગને જોડતી એક કળી સામે આવી છે, જે એવું દર્શાવે છે કે, બ્રેસ્ટફીડિંગની ક્રિયા એ માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ વધુ પ્રભાવિત કરે છે.

આ અભ્યાસના પરિણામો peer-reviewed Journal of Women's Healthમાં પ્રકાશિત થયા છે. યુનિવર્સિટી ઓફ મેસેચ્યુસેટ્સ ચાન મેડિકલ સ્કૂલના મેગન યુએન અને ઓલિવિયા હોલ અને તેમના સાથીદારોએ શોધી કાઢ્યું હતું કે, એકંદરે બ્રેસ્ટફીડિંગ એ માતાના માનસિક સ્વાસ્થ્યમાં આવનાર સારા અને ખરાબ પરિણામો સાથે સંકળાયેલું છે જેમકે, જો માતાને બ્રેસ્ટફીડિંગમાં મુશ્કેલીઓ જણાતી હોય અથવા તો તેની અપેક્ષાઓ અને તેના વાસ્તવિક અનુભવ વચ્ચે અનુભવનો તફાવત હોય તો આ દરમિયાન બ્રેસ્ટફીડિંગના માનસિક સ્વાસ્થ્યમાં તમને નકારાત્મક પરિણામો જોવા મળશે.

બ્રેસ્ટફીડિંગ અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના લક્ષણો વચ્ચે આંકડાકીય રીતે નોંધપાત્ર સંબંધ ધરાવતા 34 અભ્યાસોમાંથી 28 અભ્યાસોમાં એવું જાણવા મળ્યું હતું કે, બ્રેસ્ટફીડિંગ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનના ચિહ્નોના ઘટેલા જોખમ સાથે સંકળાયેલું છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશન (PPD) એ શારીરિક, સંવેદનાત્મક અને વર્તણૂકમાં થતાં ફેરફારોનું જટિલ મિશ્રણ છે, જે જન્મ આપ્યા પછી કેટલીક સ્ત્રીઓમાં થાય છે. માનસિક વિકારના નિદાન માટે ઉપયોગમાં લેવાતું મેન્યુઅલ DSM-5 મુજબ PPD એ મેજર ડિપ્રેશનનું એક સ્વરૂપ છે, જે ડિલિવરી પછીના 4 અઠવાડિયાની અંદર શરૂ થાય છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેસનનું નિદાન માત્ર પ્રસૂતિ અને શરૂઆત વચ્ચેના સમયની લંબાઈ પર જ નહીં, પરંતુ માતાની હતાશાની તીવ્રતા પર પણ આધારિત છે.

જર્નલ ઓફ વિમેન્સ હેલ્થ એડિટર-ઇન-ચીફ સુસાન જી. કોર્નસ્ટેઇન, એમડી કહે છે, ચિકિત્સકોને બ્રેસ્ટફીડિંગ અને માનસિક આરોગ્ય પરામર્શને વ્યક્તિગત બનાવવામાં મદદ કરવા માટે તે ઓળખવું મહત્વપૂર્ણ છે કે, બ્રેસ્ટફીડિંગ એ સામાન્ય રીતે માતાના માનસિક સ્વાસ્થ્યમાં સુધારા સાથે સંકળાયેલું છે પણ જો માતા આ સમય દરમિયાન કોઈ તકલીફોનો અનુભવ કરે છે તો તેનાથી માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક પરિણામો આવી શકે છે. પોસ્ટપાર્ટમ ડિપ્રેશનની સારવાર અલગ રીતે કરવામાં આવે છે, જેનો આધાર ચિહ્નોના પ્રકાર અને તે કેટલા ગંભીર છે તેના પર રહેલો છે. આ સમસ્યાના સારવારના વિકલ્પોમાં એન્ટીડિપ્રેસન્ટ દવાઓ, મનોચિકિત્સકનો પણ સમાવેશ થાય છે. ગંભીર કિસ્સાઓમાં બ્રેક્સેનોલોન (ઝુલેરેસો) તરીકે ઓળખાતી નવી દવા પણ સૂચવવામાં આવી શકે છે