ઠંડીમાં મોટાભાગના લોકો વિન્ટર બ્લૂઝ એટલે કે સિઝનલ અફેક્ટિવ ડિસોર્ડરનો શિકાર બને છે. તેના કારણે મૂડ સ્વિંગ, એન્ઝાઈટી અને ડિપ્રેશન જેવી સમસ્યાઓનો અનેકવાર સામનો કરવો પડી શકે છે. ફિઝિશિયન ડૉક્ટર શ્રીતેશ મિશ્રાનું કહેવું છે કે, ઠંડીમાં આપણું જીવન એકદમ ધીમુ પડી જાય છે. આ સિવાય ઠંડીમાં આપણું એનર્જી લેવલ પણ એકદમ ડાઉન રહે છે, રાત મોટી હોવાના કારણે આપણી રુટિન સાઈકલ પણ બગડે છે. આ સિવાય દિવસ નાનો વાદળછાયો રહેવાના કારણે તડકો ઓછો નીકળે છે અને તેની સીધી જ અસર માનસિક સ્વાસ્થ્ય પર પડશે.
કેવી રીતે ઓળખશો કે તમને વિન્ટર બ્લૂઝની સમસ્યા છે?
ઠંડીનાં કારણે આપણી રોજિંદા એક્ટિવિટી ઘટી જાય છે. શરદી વધવાના કારણે તમે ફિઝિકલી કામ કરવાનું ઓછુ પસંદ કરો છો. ધીમે-ધીમે આપણું ડેઈલી રુટિન સાવ બગડી જાય છે. ખાસ કરીને જ્યારે તડકો નીકળતો નથી ત્યારે તો કઈ કામ કરવાનું મન જ થતું નથી. આખો દિવસ સ્થૂળતા ભરેલો રહે છે. એવું લાગે છે કે, શરીરમાં કામ કરવા માટે પૂરતી ઊર્જા જ નથી. આખો દિવસ નિરાશ રહીએ છીએ અને ખાસ કરીને તમામ વ્યક્તિથી અલગ રહેવાનું પસંદ કરીએ. શું તમે જાણો છો કે, આ તમામ લક્ષણો વિન્ટર બ્લૂઝ એટલે કે સિઝનલ અફેક્ટિવ ડિસોર્ડર તરફ ઈશારો કરે છે.
શરીરમાં આ હોર્મોનનું સ્તર વધઘટ થાય છે
ઠંડીમાં સિરેટોનિન એટલે કે ગૂડ ફિલ હોર્મોનનું સ્તર નીચુ રહે છે, જેની સીધી અસર આપણા મૂડ પર પડે છે. સિરેટોનિન ઘટવાના કારણે જ આપણે આળસ અને નિરાશાની લાગણીઓ મહેસૂસ કરીએ છીએ. બીજી તરફ મેલાટોનિનનું પ્રમાણ વધતા તેની સીધી જ અસર તમારી ઊંઘ અને મૂડ પર પડે છે. ઠંડીમાં અંધારુ વહેલું થઈ જાય છે અને અજવાળું મોડુ થાય છે, જેના કારણે શરીરમાં મેલાટોનિનનું પ્રમાણ વધી જાય છે અને આપણને સુસ્તી મહેસૂસ થાય છે.
ઠંડીમાં વિટામિન-D મેળવવું ખૂબ જ જરુરી
તડકો એ શરીરમાં વિટામિન-D બનવા પાછળનો સૌથી મોટો સ્રોત છે. તેનાથી શરીરમાં સેરાટોનિનનું સ્તર વધે છે. તેના કારણે મગજનું હાઈપોથેલેમસ ગ્લેંડ એક્ટિવ થઈ જશે, તેના કારણે ઊંઘ, મૂડ અને ભૂખ કંટ્રોલમાં રહે છે. આ કારણોસર એક્સપર્ટ એવી સલાહ આપે છે કે, દરરોજ અડધી કલાક તડકામાં ઊભા રહો.
સફરજન, કેળા અને અનાનસને ડાયટમાં સામેલ કરો
વધુ માત્રામાં કેફીન, પ્રોસેસ્ડ ફૂડ અને રિફાઈન્ડ સુગર જેવી વસ્તુઓ માનસિક સ્વાસ્થ્ય કથળવા માટે જવાબદાર સાબિત થઈ શકે. એટલા માટે શક્ય બને તો ઠંડીમાં લીલોતરી શાકભાજી અને ડ્રાયફ્રુટ્સ ખાસ કરીને કિશમિશ ખાવ. આ સિવાય ફળો ડાયટમાં સામેલ કરો. સફરજન, કેળા અને અનાનસ ખાવ. તે કાર્બોહાઈડ્રેટ રિચ ફળ છે, જે સેરોટોનિન હોર્મોન રિલિઝ કરે છે અને તમારા મૂડને બૂસ્ટ કરવામાં મદદ કરે છે.
ડાર્ક ચોકલેટ ખાવાથી એનર્જી લેવલ વધશે
ડાર્ક ચોકલેટને પણ ડિપ્રેશન અને મૂડ સ્વિંગ હેન્ડલ કરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. તેમાં પોલિફિનોલ્સ અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે, જે સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. તેને ખાવાથી તમારું એનર્જી લેવલ વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.