હેલ્થ અલર્ટ:દરરોજ સુગર ડ્રિંક્સ લેતાં હો તો ચેતી જજો, આમ કરનારી મહિલાઓને કેન્સરનું જોખમ બમણું; 24 વર્ષનાં રિસર્ચમાં અમેરિકન વૈજ્ઞાનિકોનો દાવો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુગર ડ્રિંક્સ અને કેન્સર વચ્ચેનું કનેક્શન સમજવા માટે વૉશિંગ્ટન યુનિવર્સિટી ઓફ સ્કૂલ મેડિસીનના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું
  • રિસર્ચર સલાહ આપે છે કે સુગર ડ્રિંક્સને બદલે લૉ ફેટ મિલ્કનું સેવન કરવાથી કેન્સરનું જોખમ ઘટે છે

જો તમે સુગર ડ્રિંક્સ અર્થાત ગળ્યાં પીણાંના રસિયા છો તો તમારે અલર્ટ થઈ જવાની જરૂર છે. સુગર ડ્રિંક્સ કરતી મહિલાઓમાં કોલોરેક્ટલ કેન્સર થવાનું જોખમ બમણું રહે છે. આ પ્રકારના પીણાંથી 50 વર્ષની ઉંમર પહેલાં મહિલાઓને કેન્સર થઈ શકે છે. આ દાવો વૉશિંગ્ટન યુનિવર્સિટી ઓફ સ્કૂલ મેડિસીનના વૈજ્ઞાનિકોએ તેમનાં રિસર્ચમાં કર્યો છે.

જેટલી માત્રામાં સુગર ડ્રિંક્સ તેટલું જોખમ વધારે
સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે, 13થી 18 વર્ષની મહિલાઓ જે સુગર ડ્રિંક્સ લેતી હતી તેમને કોલોરેક્ટલ કેન્સર થવાનું જોખમ 32% સુધી વધારે રહે છે. જેટલી વધારે માત્રામાં સુગર ડ્રિંક્સનું સેવન કરવામાં આવે છે તેટલું વધારે જોખમ રહે છે. આવા મામલા આર્થિક રીતે મજબૂત દેશોમાં વધારે જોવા મળ્યા છે.

રિસર્ચર્સના જણાવ્યાનુસાર, ગળ્યાં પીણાંનાં સેવનથી કેન્સર થવાનું જોખમ છે તેમાં આર્ટિફિશિયલ સ્વીટનર સામેલ છે. તેને બદલે મહિલાઓ કોફી, લૉ ફેટ મિલ્ક, હોલ મિલ્ક પોતાની ડાયટમાં સામેલ કરી શકે છે.

1 લાખથી વધારે મહિલાઓ પર રિસર્ચ થયું
જર્નલ ગટ લિંક્સમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે, ગળ્યાં પીણાં અને કેન્સર વચ્ચેનું કનેક્શન સમજવા માટે 95,464 મહિલાઓનાં સ્વાસ્થ્ય સંબંધિત ડેટા કલેક્ટ કરવામાં આવ્યા. આ સિવાય 1,16,430 મહિલાઓ પર રિસર્ચ કરવામાં આવ્યું. 1989માં રજિસ્ટ્રેશનના સમયે તમામ મહિલાઓની ઉંમર 25થી 42 વર્ષની હતી.

તેમાં 41,272 મહિલાઓનું તેમની 13થી 18 વર્ષની ઉંમર દરમિયાન કેવું ડાયટ હતું તેનો ડેટા લેવામાં આવ્યો. રિસર્ચ 1991થી શરૂ થયું. મહિલાઓ શું ખાય છે અને શું પીવે છે, દર 4 વર્ષે આ પ્રકારના સવાલો તેમને પૂછવામાં આવતા હતા.1998માં તેમનાં સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું.

24 વર્ષમાં કેન્સરના 109 કેસ
રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે, 24 વર્ષ સુધી ચાલનારાં રિસર્ચમાં 109 મહિલાઓમાં 50 વર્ષની ઉંમર પહેલાં કેન્સર થયું. વૉશિંગ્ટન યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસીનના એસોસિએટ પ્રોફેસર ડૉ. યિન કાઓનું કહેવું છે કે, સુગર ડ્રિંક્સને બદલે લૉ ફેટ મિલ્કનું સેવન કરી શકાય છે. તેનાથી કેન્સરનું જોખમ ઘટી શકે છે.

શું છે કોલોરેક્ટલ કેન્સર
કોલોરેક્ટલ કેન્સર મોટાં આંતરડાંનું કેન્સર છે. આ કેન્સર મોટાં આંતરડાં (કોલોન) અથવા રેક્ટમ (ગેસ્ટ્રો ઈન્ટસ્ટાઈનલના અંતિમ ભાગ)માં થાય છે. આ કેન્સરને લીધે ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમ અને કબજિયાત જેવી સમસ્યા થાય છે.

અન્ય સમાચારો પણ છે...