• Home
  • Lifestyle
  • Health
  • Sudarshan Kriya Reduced Stress And Depression In Students, Increased Positive Thinking; Improved Mental Health

અમેરિકાની યેલ યુનિવર્સિટીનું રિસર્ચ / આર્ટ ઓફ લિવિંગની ‘સુદર્શન ક્રિયા’થી વિદ્યાર્થીઓનું માનસિક સ્વાસ્થ્ય સુધર્યું, હતાશા-ચિંતા ઘટી અને સકારાત્મક અસરો વધી

Sudarshan Kriya Reduced Stress And Depression In Students, Increased Positive Thinking; Improved Mental Health
X
Sudarshan Kriya Reduced Stress And Depression In Students, Increased Positive Thinking; Improved Mental Health

  • સુદર્શનક્રિયા શ્વાસ લેવાની એક લયબદ્ધ ટેક્નિક છે
  • આ ટેક્નિક આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામમાં શીખવાડવામાં આવે છે
  • 8 અઠવાડિયાંમાં 135 વિદ્યાર્થીઓ પર સ્ટડી થઈ હતી

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:55 PM IST

અમેરિકાની યેલ યુનિવર્સિટીનાં રિસર્ચમાં સામે આવ્યું છે કે, આર્ટ ઓફ લિવિંગની ‘સુદર્શન ક્રિયા’ વિદ્યાર્થીઓ માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. શ્વાસ લેવાની લયબદ્ધ ટેક્નિકથી ઘણો ફાયદો થયો છે. જુલાઈ મહિનાના ‘ફ્રન્ટિયર્સ ઇન સાઈકાટ્રી’ જર્નલ પ્રમાણે, વિદ્યાર્થીઓમાં ચિંતા, માનસિક સ્વાસ્થ્ય, સકારાત્મક અસર અને સામાજીક જોડાણમાં સુધારો જોવા મળ્યો છે.

શું છે સુદર્શનક્રિયા?
સુદર્શનક્રિયા શ્વાસ લેવાની એક લયબદ્ધ ટેક્નિક છે. આ ટેક્નિક શ્રી શ્રી રવિશંકરનાં આર્ટ ઓફ લિવિંગ પ્રોગ્રામમાં શીખવાડવામાં આવે છે. તે હતાશા અને ભાવનાત્મક ઝેરને દૂર કરે છે. રિસર્ચ પ્રમાણે આ ક્રિયા ઊંઘનું ચક્ર સુધારે, હેપ્પી અને ફીલ ગુડ જેવા હોર્મોન્સમાં વધારો અને હતાશા ઉત્પન્ન કરતા હોર્મોન્સને ઓછું કરવાનું કામ કરે છે.

8 અઠવાડિયાંમાં 135 વિદ્યાર્થીઓ પર સ્ટડી થઈ
કપરા સમયમાં સુદર્શન ક્રિયા અનેક લોકોને મદદગાર સાબિત થઇ છે. આ સ્ટડી માટે 135 અન્ડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પર કરવામાં આવી હતી અને તેમના પરિમાણની સરખામણી જે વિદ્યાર્થીઓએ આ કોર્સ નથી કર્યો તેમની સાથે કરવામાં આવી હતી.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સુદર્શન ક્રિયાથી ઘણો સુધારો દેખાયો. રિસર્ચમાં સામેલ વિદ્યાર્થીઓને હતાશા, તાણ, માનસિક આરોગ્ય, માઇન્ડફુલનેસ, સકારાત્મક અસર અને સામાજિક જોડાણ જેવી 6 પરિસ્થિતિઓમાં મદદ મળી. યેલ ચાઈલ્ડ સેન્ટર અને યેલ સેન્ટર ફોર ઈમોશનલ ઇન્ટેલિજન્સની રિસર્ચ ટીમે ક્લાસરૂમમાં થયેલા 3 પ્રોગ્રામને આધારે મૂલ્યાંકન કર્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી