હેલ્થ ટિપ્સ:અભ્યાસમાં થયો ખુલાસો, પુખ્ત વયના લોકોમાં નબળાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પાછળ ‘ચાઈલ્ડહૂડ ટ્રોમા’ છે જવાબદાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુનિવર્સિટી ઓફ ટોરન્ટોના સંશોધકોએ તાજેતરમાં પ્રકાશિત કરેલાં એક અભ્યાસ મુજબ જો પુખ્ત વયનાં લોકોમાં જોવા મળતાં નબળાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પાછળ બાળપણમાં બનેલી કોઈ આઘાતજનક ઘટના હોય. જે લોકો બાળપણમાં કોઈ આઘાતજનક ઘટનાનો શિકાર બન્યા હતા. આ સંશોધનના તારણો જર્નલ 'એજિંગ એન્ડ હેલ્થ રિસર્ચ'માં પ્રકાશિત થયા હતાં

દુ:ખની વાત એ છે, કે અમારાં તારણો સૂચવે છે કે બાળપણનાં શારીરિક શોષણનો આઘાતજનક અનુભવ ઘણાં દાયકાઓ પછી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને અસર કરી શકે છે. અન્ના બુહરમેને કે, જે યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ લાઇફ કોર્સ એન્ડ એજિંગમાં સંશોધન સહાયક છે તેમણે ઓન્ટારિયોની હેમિલ્ટનની મેકમાસ્ટર યુનિવર્સિટીમાં બેચલર ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ પ્રોગ્રામમાં તેમના અંડરગ્રેજ્યુએટ થિસિસ માટે આ સંશોધન શરૂ કર્યું હતું.

આ સંશોધનમાં પુખ્ત વયના લોકોમાં જે શારીરિક બીમારીઓ વિકસી હતી, તેમાં ડાયાબિટીસ, કેન્સર, આધાશીશી, સંધિવા, હૃદયરોગ, ડાયાબિટીસ અને ક્રોનિક-ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (COPD)નો સમાવેશ થાય છે. બુહરમેનના થિસિસ સંશોધનની દેખરેખ રાખનારાં સહ-લેખક પ્રોફેસર એસ્મે ફુલર-થોમસને જણાવ્યું હતું કે, ‘એક આશાસ્પદ હસ્તક્ષેપ, કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી (CBT) નું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને બાળપણમાં આધાતનો સામનો કરનાર લોકોમાં પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, ડિપ્રેસિવ અને અસ્વસ્થતાનાં લક્ષણોને ઘટાડવામાં અસરકારક હોવાનું જણાયું છે.’

ફુલર-થોમસન યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોની લાઇફ કોર્સ એન્ડ એજિંગ ઇન્સ્ટિટ્યૂટની ફેક્ટર-ઇન્વેન્ટેશ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કમાં ડિરેક્ટર છે. શારીરિક શોષણનો અનુભવ વ્યક્તિના જીવનના પાછળના જીવનમાં વ્યક્તિના સ્વાસ્થ્યને અસર કરે છે. વર્તમાન અભ્યાસો સૂચવે છે, કે બાળપણનાં શારીરિક શોષણથી કેટલાંક શારીરિક ફેરફારો દેખાય છે, જેમાં તણાવ સામે શરીરના પ્રતિભાવને નિયંત્રિત કરતી પ્રણાલીના ડિસરેગ્યુલેશનનો પણ સમાવેશ થાય છે.

આ અભ્યાસ માટેના ડેટા કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલમ્બિયામાં 60 કે તેથી વધુ વયના લોકોના પ્રતિનિધિ નમૂનામાંથી લેવામાં આવ્યા હતા. તેમાં 409 પુખ્ત વયના લોકો એવાં હતાં, કે જે બાળપણમાં શારીરિક શોષણનો શિકાર બન્યાં હતાં.