• Home
  • Lifestyle
  • Health
  • Students from jiwaji University made liquor from mango leaves, this will also reduce fat and diabetes

સિદ્ધિ / જીવાજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કેરીનાં પાંદડાંમાંથી દારૂ બનાવ્યો, આ ડાયાબિટી સાથે ફેટ પણ ઘટાડશે

Students from jiwaji University made liquor from mango leaves, this will also reduce fat and diabetes

  • જીવાજી યુનિવર્સિટીના વિદ્યાર્થીએ બનાવેલા દારૂમાં 8%થી 12% આલ્કોહોલ હશે
  • કેરીનાં પાંદડાંમાં અનેક લાભકારી તત્ત્વ, જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે
     

Divyabhaskar.com

Jun 11, 2019, 11:29 AM IST

હેલ્થ ડેસ્કઃ જીવાજી યુનિવર્સિટીમાં આરોગ્ય કેન્દ્રના વિદ્યાર્થીઓએ કેરીના પાંદડાંમાંથી દારૂ બનાવ્યો છે. તેમાં 8%થી 12% આલ્કોહોલ હશે. તેમ છતાં તે ડાયાબિટીસ થતો અટકાવવા અને ચરબી ઘટાડવા તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અસરકારક બનશે.
આ દારૂ બનાવવા માટે 45-50 દિવસનો સમય લાગ્યો. તેને ગ્લુકોઝ, કાર્બોહાઇડ્રેટ અને પેપ્ટોન પ્રોટીનના આથામાંથી બનાવવામાં આવ્યો છે. JU (જીવાજી યુનિવર્સિટી) મેનેજમેન્ટ હવે તેને લોકો સુધી પહોંચાડવા માટે કોઈ કંપની સાથે પોતાની ફોર્મ્યુલાનો એમઓયુ સાઇન કરવાનો પ્રયાસ કરી રહી છે.


રોગો થતા અટકાવવામાં મદદરૂપ
કેરીનાં પાંદડાંમાંથી દારૂ તૈયાર કરવાની ફોર્મ્યુલા JUનાં હેલ્થ સેન્ટર ઇનચાર્જ પ્રો. જીબેકેએસ પ્રસાદ અને વિદ્યાર્થી રૂપાલી દત્તે સાથે મળીને શોધી છે. તેમાં કેરીનાં પાંદડાંમાં મળતાં મેન્ગો ફેરીન તત્ત્વની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે, જે તમામ રોગો થતા અટકાવે છે. ખાસ વાત એ છે કે કેરીનાં પાંદડાં આખું વર્ષ મળતાં રહે છે. તેથી આ દારૂ કોઇપણ સિઝનમાં બનાવી શકાય છે.


શરીર માટે કેમ ફાયદાકારક છે?

  • કેરીનાં પાંદડાંના દારૂમાં મેન્ગો ફેરીન હોય છે, તેનાથી ડાયાબિટી થતો અટકાવી શકાય છે. શરીરનું ફેટ ઓછું થાય છે. તેમાં એન્ટિ-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે.
  • ગેલિક એસિડ, પેરાસિટિન, કેટાઈચિન, ઈપિ કેટાઈચિન શરીરની કોષિકાઓને નુકસાન પહોંચવા નથી દેતા.
  • એસ્કોર્બિક એસિડ રોગ પ્રતિકાર ક્ષમતા વધારે છે. તેમાં કેલ્શિયમ પણ હોય છે, જે હાડકાં માટે લાભદાયી હોય છે.
X
Students from jiwaji University made liquor from mango leaves, this will also reduce fat and diabetes
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી