જો તમારે તમારાં જીવનમાં તણાવ ઓછો કરવો છે તો તમારા ડાયટમાં ફળ અને શાકભાજીની માત્રા વધારો. ઓસ્ટ્રેલિયાની એડિથ કોવેન યુનિવર્સિટીના રિસર્ચમાં આ વાત સામે આવી છે. રિસર્ચમાં 8600 લોકોને સામેલ કરાયા હતા. તેમાં જોવા મળ્યું કે જે લોકો ડાયટમાં 470 ગ્રામ ફળ અને શાકભાજી લે છે તેમનું સ્ટ્રેસ લેવલ 10% ઓછું જોવા મળ્યું. WHO પણ સ્વસ્થ રહેવા માટે દરરોજ 400 ગ્રામ ફળ અને શાકભાજી લેવાની સલાહ આપે છે.
ફળ-શાકભાજી અને મગજનું કનેક્શન
જર્નલ ક્લીનિકલ ન્યુટ્રિશનમાં પબ્લિશ થયેલાં રિસર્ચ પ્રમાણે આ રિસર્ચમાં 24 વર્ષથી લઈને 94 વર્ષ સધીના વડીલ સામેલ હતા. રિસર્ચર સિમોન રેડવેલ્લીનું કહેવું છે કે, આ રિસર્ચમાં પુષ્ટિ થઈ કે ફળ-શાકભાજીનું સીધું કનેક્શન મગજનાં સ્વાસ્થ્ય છે.
દર 10માંથી એક માણસ માનસિક સમસ્યાથી પીડિત
સિમોનના જણાવ્યા પ્રમાણે, મગજથી સંબંધિત બીમારીઓના કેસ ઓસ્ટ્રેલિયા સહિત આખી દુનિયામાં વધી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં દર 2માંથી 1 વ્યક્તિને માનસિક સમસ્યા છે. દુનિયાભરની વાત કરવામાં આવે તો દર 10માંથી 1 વ્યક્તિ માનસિક બીમારીથી પીડિત છે.
લાંબા સમય સુધી રહેતો તણાવ ઘણા રોગ નોતરે છે
સિમોનના જણાવ્યાનુસાર, કેટલાક સમય સુધી જ રહે તે તણાવ સામાન્ય હોય છે, પરંતુ જો તણાવ લાંબા સમય સુધી રહે તો તેની સીધી અસર મગજ પર થાય છે. લાંબા સમય સુધી તણાવ રહેવા પર હૃદય રોગ, ડાયાબિટીસ, ડિપ્રેશર અને બેચેની જેવી સમસ્યા થઈ શકે છે.
ફળ-શાકભાજી ખાવાથી તણાવ કેમ ઓછો થાય છે
સિમોન જણાવે છે કે, ફળ અને શાકભાજીમાં વિટામિન્સ, મિનરલ્સ, ફ્લેવેનોઈડ્સ અને કેરોટિનોઈડ્સ હોય છે. તે શરીરમાં સોજો અને તણાવ ઓછો કરવાનું કામ કરે છે. તેથી મગજને આરામ મળે છે. શરીરમાં સોજો પણ તણાવ અને બેચેની વધારવાનું કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.