• Gujarati News
  • Lifestyle
  • Health
  • Stress fatigue And Insomnia Problems Will Be Removed, Joint Pain Will Be Relieved And Blood Circulation Will Increase.

સૂતા પહેલાં માથા અને તળિયાનું કરો માલિશ:તનાવ- થાક અને અનિંદ્રાની સમસ્યા થશે દૂર, સાંધાના દુખાવામાં થશે રાહત તો બ્લડ સર્ક્યુલેશન વધશે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજના સમય પ્રમાણે ભાગદોડ ભરી જિંદગીમાં લોકોને પોતાના માટે સમય મળતો નથી. અનેક રોગો ઘર કરી જાય છે. તો રાત્રે સૂતા પહેલા માથામાં તેલથી માલિશ કરવાથી વાળ સંબંધિત અનેક તમામ સમસ્યાઓ દૂર થાય છે. આ સાથે અનેક પ્રકારના સ્વાસ્થ્ય લાભો પણ મળે છે. જ્યારે તેલથી યોગ્ય રીતે માલિશ કરવામાં આવે ત્યારે આ શક્ય છે. દિલ્હીની પંચકર્મ હોસ્પિટલના આયુર્વેદચાર્ય ડૉ. આર.પી. પરાશર જણાવે છે કે, માથા અને તળિયા પર દરરોજ તેલથી માલિશ કરવાથી કઈ સમસ્યાઓ દૂર થાય છે. ઉપરાંત, તેઓ એ પણ જાણે છે કે તેલની માલિશ કરવાની સાચી રીત કઈ છે.

આ રહી તેલથી માલિશ કરવાની સાચી રીત
સૌથી પહેલા તો તમારે એ જાણી લેવું જોઈએ કે જો માથામાં તેલથી યોગ્ય રીતે માલિશ કરવામાં આવે તો જ તેના ફાયદા મળી શકે છે અને તમારી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેલની માલિશ કરવા માટે સૌથી પહેલા તમારી પસંદના તેલને હૂંફાળું ગરમ કરવું જરૂરી છે. આ માલિશથી વાળ અને ખોપરી ઉપરની ચામડી માટે સરળતાથી સુલભ બનાવે છે. તેલ ગરમ કરવું હોય તો માઈક્રોવેવની મદદ લઈ શકો છો. જો તે શક્ય ન હોય તો તમે બાઉલને ગરમ પાણીમાં રાખી તેમાં તેલ નાખીને નવશેકુ કરી શકો છો. હવાળના મૂળમાંથી તેલને આંગળીઓની મદદથી લગાવો અને પછી સર્ક્યુલેશન મોડમાં લગભગ 10 થી 15 મિનિટ સુધી હળવા હાથથી માથાની માલિશ કરો. આ પછી વાળને ઢીલા બાંધો અને સવારે શેમ્પુ કરો.

માલિશથી આ સમસ્યા દૂર થાય છે

  • દરરોજ તેલથી માલિશ કરવામાં આવે તો વાળ તૂટતાં નથી.
  • વાળની રુક્ષતા દૂર થાય છે અને વાળમાં ચમક આવે છે.
  • તેલથી માલિશ કરવામાં આવે તો ખોડાની સમસ્યા દૂર થાય છે.
  • માલિશ કરવાથી સફેદવાળ થતા નથી.
  • માથાનો દુખાવો અને માનસિક ચિંતાથી રાહત મળે છે.
  • તેલનું માલિશ કરવાથી આરામ મળે છે.
  • તેલ માલિશ કરવાથી સ્કેલ્પને જરૂરી પોષણ મળે છે.
  • તેલ માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે.
  • દરરોજ સૂતા પહેલાં તેલનું માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે.
  • તેલનું માલિશ કરવાથી થાક દૂર થાય છે.

પગના તળિયામાં માલિશ કરવાથી થાય છે આ ફાયદો
માથાનામસાજના ફાયદા તો આપણે બધા જાણીએ છીએ પરંતુ તળિયામાં મસાજ કરવાથી અનેક ફાયદો થાય છે. દિવસભરનો થાક, અનિદ્રા, તણાવની સમસ્યા દૂર કરવા માટે પગના તળિયામાં માલિશ કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તળિયામાં માલિશ કરવાથી શારીરિક, માનસિક રીતે રાહત મળે છે. આરામથી ઊંઘ આવે છે, એટલું જ નહીં, તળિયાની માલિશ કરવાથી પણ અનેક રોગો દૂર થાય છે. પગના તળિયાની માલિશ કરવાથી શારીરિક અને માનસિક લાભ મળે છે. તેનાથી તણાવ ઓછો થાય છે, આ સાથે જ ઊંઘ પણ સારી આવે છે. તળિયાની માલિશ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. પગના તળિયાની માલિશ કરવાથી ત્વચા પણ સુધરે છે.

તળિયામાં માલિશ કરવાથી થાય છે આ ફાયદા

ઊંઘની સમસ્યા દૂર થાય
દિવસના થાક પછી રાત્રે ઊંઘની સમસ્યા રહે છે. જો તમે પણ અનિદ્રાથી પરેશાન છો, તો રોજ રાત્રે સૂતી વખતે તળિયાની માલિશ કરો. તેનાથી થાક દૂર થશે, તણાવ ઓછો થશે અને ઊંઘ પણ સારી આવશે. પગના તળિયાની માલિશ કરવાથી શરીરને આરામ મળે છે.

તણાવ અને ચિંતાથી મળે છે છુટકારો
લાંબા સમય સુધી તણાવમાં રહેવાથી માણસ ડિપ્રેશન થઈ શકે છે. આ સ્થિતિમાં તમે તણાવ દૂર કરવા માટે પગના તળિયામાં માલિશ કરી શકો છો. તળિયાની માલિશ કરવાથી તણાવ દૂર થાય છે, માનસિક આરામ મળે છે. તણાવ અને ચિંતા દૂર કરવા માટે, રાત્રે પગના તળિયાની માલિશ કરો.

સાંધાના દુખાવામાં રાહત
પગના તળિયામાં માલિશ કરવાથી આપણને માનસિક તેમજ શારીરિક લાભ મળે છે. રોજ રાત્રે સૂતી વખતે તળિયાની માલિશ કરવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. તેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને સાંધાનો દુખાવો ઓછો થાય છે.

બ્લડ સર્ક્યુલેશન વધશે
આયુર્વેદમાં બ્લડ સર્ક્યુલેશન વધારવાનો સૌથી સારો રસ્તો છે શરીરમાં માલિશ કરવું. આપણે બધા માથા, હાથ અને પગની માલિશ કરીએ છીએ, પરંતુ તળિયાને ભૂલી જઈએ છીએ. જ્યારે તળિયાની માલિશ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે.

મહિલાઓ માટે ફાયદાકારક
દરેક વ્યક્તિએ પગના તળિયાની માલિશ કરવી જોઈએ. પરંતુ મહિલાઓના તળિયાની માલિશ કરવાથી પીરિયડ્સના દુખાવામાં રાહત મળે છે. તેનાથી તણાવ, થાક પણ ઓછો થાય છે. પીરિયડ્સને લગતી સમસ્યાઓથી રાહત મેળવવા માટે મહિલાઓએ તળિયામાં માલિશ કરવું જ જોઇએ.

તળિયાના માલિશ માટે આ તેલ
પગના તળિયાની માલિશ કરવા માટે યોગ્ય તેલની પસંદગી કરવી ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આયુર્વેદમાં તલનું તેલ પણ અનેરું મહત્વ છે. શરીરની માલિશ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ પગના તળિયાની માલિશ કરવા માટે સરસવનું તેલ ખૂબ જ ફાયદાકારક છે. સરસવના તેલથી તળિયાની માલિશ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. તમે ઇચ્છો તો રાત્રે સૂતી વખતે પણ તમારા તળિયાની મસાજ ઘીથી કરી શકો છો.

આ રીતે કરો માલિશ

  • તળિયાને નવશેકા પાણીથી ધોઈ લો અને ટુવાલથી સારી રીતે સાફ કરો.
  • આ પછી તેલને હળવા હાથે નવશેકું કરી, તેને બંને પગના તળિયા પર લગાવો.
  • હવે હાથ વડે તળિયાની માલિશ કરો.
  • જ્યાં સુધી તેલ શોષાઈ ન જાય ત્યાં સુધી પગને જમીન ઉપર ન રાખો.
  • તળિયાની માલિશ કરવા માટે તેલની પસંદગી કરતાં પહેલાં એક વાર આયુર્વેદાચાર્યનો અભિપ્રાય લઈ લો.